Charotar Sandesh
ઈન્ડિયા

મોદી સરકારે દેશ અને ઘર બંન્નેનું બજેટ બગાડી દીધું છે : રાહુલ ગાંધી

ન્યુ દિલ્હી : કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ મોંઘવારીને લઈને કેન્દ્રની મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. બજેટ રજૂ થયા પછી પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઉછાળો આવવાથી સામાન્ય વ્યક્તિના ખિસ્સા ઉપર ભાર વધ્યો છે. આને લઈને રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. તેમને એખ સમાચાર શેર કરતાં ટિ્‌વટ કરતા કહ્યું કે, મોદી સરકારે બજેટ બગાડી દીધું છે- દેશ અને ઘર બંનેનું.
રાહુલ ગાંધી બજેટને લઈને સતત મોદી સરકાર પર હુમલો કરી રહ્યાં છે. તેમને શુક્રવારે કહ્યું હતુ કે, મોદીના મિત્ર કેન્દ્રીય બજેટમાં- ખેડૂતોને પેટ્રોલ-ડીઝલના વધારે ભાવ આપવા પડશે અને કોઈ આર્થિક મદદ પણ મળશે નહીં. ત્રણ કૃષિ-વિરોધી કાનૂનોને કચડ્યા પછી દેશના અન્નદાતા પર વધુ એક વાર!
એક પછી એક અનેક ટિ્‌વટમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું કે, મોદીના મિત્ર કેન્દ્રીય બજેટનું અર્થ છે- વિષમ પરિસ્થિતિઓમાં ચીન સામે ઝઝૂમી રહેલા જવાનોને સહાયતા નહીં. દેશની રક્ષા કરનારાઓ સાથે વિશ્વાસઘાત!

Related posts

મમતા દીદી પોતાના ભત્રીજાને મુખ્યમંત્રી બનાવવા માંગે છે : શાહ

Charotar Sandesh

ખતરો : છેલ્લાં ૨૪ કલાકમાં રેકોર્ડબ્રેક ૬૧૪૧ પોઝિટિવ કેસ, ૧૪૦ના મોત…

Charotar Sandesh

રેવડીકિંગ અરવિંદ કેજરીવાલે ૧૦૧ કરોડ જનતાના પૈસા વક્ફ બોર્ડને આપી દીધા છે : ભાજપનો આક્ષેપ

Charotar Sandesh