Charotar Sandesh
ઈન્ડિયા

મોદી સરકાર ખેડૂતો લોહીના આંસૂ રડાવી રહી છેઃ સોનિયા ગાંધી

મોદી લોકતંત્રને સમજતા જ નથી…

ન્યુ દિલ્હી : કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષા સોનિયા ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર મોટો આરોપ લગાવતા કહ્યું કે PM મોદી લોકતંત્ર શું છે? તે સમજતા જ નથી. હાલ દેશમાં કોરોના મહામારી વચ્ચે ખેડૂત બિલ અને હાથરસ રેપકાંડના મુદ્દે રાજકારણ ગરમાયું છે. ત્યારે સોનિયા ગાંધીને શુક્રવારે એક વીડિયો સંદેશ જારે કરી મોદી સરકાર પર પ્રહારો કર્યા.
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને ૧૫૧ની જન્મ જયંતિ અને પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીની ૧૧૬મી વર્ષગાંઠ પર સોનિયા ગાંધીએ દેશમાં પ્રવર્તમાન જલદ મુદ્દાઓ પર મોદી સરકાર પર ચાબખા માર્યા.
ગાંધીજી કહેતા હતા કે ભારતની આત્મા દેશના ગામો અને ખેતરોમાં વસે છે. પરંતુ આજે દેશનો ખેડૂત કૃષિ કાયદાનો વિરોધ કરવા રોડ પર આવી ગયો છે.
સોનિયા ગાંધી એ કહ્યું કે આજે દેશના ખેડૂત અને ખેત-મજૂરો ખેડૂત વિરોધી ત્રણે કાળા કાયદા સામે વિરોધ કરવા આંદોલન કરી રહ્યા છે. પોતોનો લોહી-પરસેવો રેડી અનાજ ઊગાડનારા અન્નદાતાને મોદી સરકાર લોહીના આસૂં રડાવી રહી છે.
તેમણે કહ્યું કે કોરોના મહામારી દરમિયાન અમે બધાએ સરકાર પાસે તમામ જરુરિયાતમંદોને વિના મુલ્યે અનાજ પહોંચાડવાની માગ કરી હતી. તો શું ખેડૂત ભાઇઓ વિના આ શક્ય હતું કે આપણે કરોડો લોકોને બે ટંકના ભોજનની વ્યવસ્થા કરી શક્યા હોત.
સોનિયા ગાંધીએ આરોપ મૂક્યો કે આજે પીએમ નરેન્દ્ર મોદી આપણ ખેડૂતો સાથે અન્યાય કરી રહ્યા છે. ખેડૂતો માયે બનાવાયેલા કાયદા માટે ખેડૂતો સાથે જ કોઇ વાત કરાઇ નથી માત્ર ગણિયા-ગાંઠિયા મિત્રોને લાભ પહોંચાડવા આ કાળો કાયદો બનાવી દીધો અને તેને સંસદમાં પસાર પણ કરી દીધો. જ્યારે તેનો વિરોધ કરાયો તો લોઠીચાર્જ કરવામાં આવ્યો.

Related posts

વૈજ્ઞાનિકોએ કોરોના વાયરસની પ્રથમ તસ્વીર ખેંચી…

Charotar Sandesh

ગોવામાં કોરોના વાયરસ સંક્રમણથી પ્રથમ મોત : રાજ્યમાં કુલ ૭૫૪ કેસ…

Charotar Sandesh

ભારે વરસાદના કારણે મુંબઈ લોકલ પર વૃક્ષ પડ્યું, રેલ સેવા પ્રભાવિત…

Charotar Sandesh