Charotar Sandesh
ગુજરાત

મોરારીબાપુએ ’યાસ’ વાવાઝોડાથી ઓરિસ્સા-પ. બંગાળના અસરગ્રસ્ત લોકોને પાંચ લાખની સહાય મોકલી

અમદાવાદ : યાસ વાવાઝોડું બુધવારે બપોરે બંગાળના જલપાઈગુડીએ ટકરાયું હતું. ત્યાર પછી વાવાઝોડું ઓડિશા પહોંચ્યું હતું. અહીં ભારે પવન સાથે વરસાદ પડ્યો. અહીથી ૧ લાખ લોકોને સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવ્યા છે. બંગળમાં ૩ લાખ ઘરોને નુકસાન થયું છે. બંગાળના મુખ્યમંત્રીના જણાવ્યમા મુજબ આ તોફાનથી એક કરોડ લોકો પ્રભાવિત થયા છે. યાસ તોફાનના તાંડવ વચ્ચે બંગાળમાં ભૂકંપના આંચકા પણ અનુભવાયા હતા. જલપાઇગુડીમાં બુધવારે બપોરે ૩.૮ તીવ્રતાનો ભૂકંપ રેકોર્ડ કરવામાં આવ્યો હતો. આ સ્થિતિ વચ્ચે રામ કથાકાર મોરારી બાપુએ પાંચ લાખ રૂપિયાની સહાય આપી છે.
યાસ વાવાઝોડામાં અસરગ્રસ્ત થયેલા ઓરિસ્સા અને પશ્ચિમ બંગાળના લોકો માટે ગુજરાતમાંથી મોરારી બાપુએ પાંચ લાખ રૂપિયાની સહાય જાહેર કરી છે. મોરારી બાપુએ ઓરિસ્સાના અસરગ્રસ્ત પરિવારો માટે અઢી લાખ અને પશ્ચિમ બંગાળના વાવાઝોડા ગ્રસ્ત લોકોને પણ અઢી લાખ એમ કુલ પાંચ લાખ રૂપિયાની સહાય હનુમાનજીની પ્રસાદી રૂપે મોકલી આપી છે. ઓરિસ્સા અને પશ્ચિમ બંગાળમાં આ સહાયની રકમને રામકથાના કોલકાતા સ્થિત શ્રોતા દ્વારા બંને રાજ્યોના અસરગ્રસ્ત લોકોને વહેંચવામાં આવશે.
યાસ વાવાઝોડું બુધવારે બપોરે બંગાળના જલપાઈગુડીએ ટકરાયું હતું. ત્યાર પછી વાવાઝોડું ઓડિશા પહોંચ્યું હતું. અહીં ભારે પવન સાથે વરસાદ પડ્યો. અહીથી ૧ લાખ લોકોને સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવ્યા છે. બંગળમાં ૩ લાખ ઘરોને નુકસાન થયું છે. બંગાળના મુખ્યમંત્રીના જણાવ્યમા મુજબ આ તોફાનથી એક કરોડ લોકો પ્રભાવિત થયા છે. એક વ્યક્તિનું મોત થયું છે. યાસ તોફાનના તાંડવ વચ્ચે બંગાળમાં ભૂકંપના આંચકા પણ અનુભવાયા હતા. જલપાઇગુડીમાં બુધવારે બપોરે ૩.૮ તીવ્રતાનો ભૂકંપ રેકોર્ડ કરવામાં આવ્યો હતો. આ ભૂકંપનું એપિસેન્ટર માલબજારમાં ૫ કિલોમીટર ઊંડાણમાં હોવાનું સામે આવ્યું છે.

Related posts

ગુજરાત સરકારને પેટ્રોલ-ડીઝલ પર વેરા પેટે ૨ વર્ષમાં ૨૬,૯૧૦ કરોડની આવક થઇ…

Charotar Sandesh

ધો.૧૦-૧૨ના રિપીટર વિદ્યાર્થીઓએ માસ પ્રમોશનની માંગ સાથે સૂત્રોચ્ચાર કર્યા…

Charotar Sandesh

ઉદય શિવાનંદ અગ્નિકાંડ : પ્રાથમિક રિપોર્ટમાં બધુ ‘બરાબર’, અધિકારીઓ આકરા પગલાં લેવાના મૂડમાં

Charotar Sandesh