Charotar Sandesh
વર્લ્ડ

યુએઇમાં રાફેલ હતા ત્યાં ઇરાને મિસાઇલ હુમલો કરતાં ખળભળાટ…

ઇરાને અમેરિકાને ધમકી આપવા કર્યો હુમલો, ફ્રાંસ હાઇએલર્ટ પર

ઇરાનની મિસાઇલોએ અખાત સ્થિત અમેરિકી – ફ્રાંસ ઠેકાણા પાસે કર્યું મિસાઇલ પરિક્ષણ

દુબઇ : યુએઇના જે એરબેઝ ખાતે ભારતના પાંચ રાફેલ વિમાનો ઉભા હતા ત્યાં નજીક ઇરાને મિસાઇલ હુમલો કર્યો હોવાનું બહાર આવ્યું છે.
અમેરિકા સાથે ચાલી રહેલા તનાવ વચ્ચે ઇરાને ગઇકાલે યુએઇ સ્થિત અલ ધ્રાફા એરપોર્ટ પાસે અનેક મિસાઇલો છોડી હતી. ત્યાં રાફેલ વિમાનો પણ ઉભા હતા. એટલું જ નહિ તેના પાયલોટ પણ હતા. ઇરાની મિસાઇલ હુમલાને જોતા ભારતીય પાયલોટને સલામત સ્થળે લઇ જવાયા હતા.
અમેરિકી સેન્ટ્રલ કમાન્ડે ઇરાનના મિસાઇલ ટેસ્ટની પુષ્ટિ કરી છે અને કહ્યું છે કે ઇરાને સ્ટ્રેટ ઓફ હરમુ જ પાસે અનેક મિસાઇલો છોડી હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ઇરાનની મિસાઇલોએ અખાત સ્થિત અમેરિકી અને ફ્રાંસના સૈન્ય અડ્ડાઓ પાસે મિસાઇલ પરિક્ષણ કર્યું હતું. ઓછામાં ઓછી ત્રણ મિસાઇલ દરિયાની અંદર પડી હોવાનું બહાર આવ્યું છે. કહેવાય છે કે ઇરાન એ વિસ્તારમાં સૈન્ય અભ્યાસ કરી રહ્યું છે. આ ઇરાની મિસાઇલો કતરના અલ ઉદેઇદ અને યુએઇના અલ ધ્રાફા એરપોર્ટ પાસે પડી ત્યાં ભારતના રાફેલ પડયા હતા.
ઇરાનના હુમલા બાદ સમગ્ર ફ્રાંસના એરબેઝને હાઇએલર્ટ પર રાખી દેવાયા છે અને ભારતીય પાયલોટને સુરક્ષિત સ્થળે લઇ જવાયા હતા.
ઇરાનના અર્ધસૈનિક રિવોલ્યુશ્નરી ગાર્ડે ગઇકાલે વ્યુહાત્મક રીતે મહત્વના હોરમુજમાં નકલી વિમાન વાહક જહાજ પર હેલીકોપ્ટર થકી મિસાઇલ હુમલો કર્યો હતો જે મોકડ્રીલ હતો. જેનો હેતુ તહેરાન અને વોશિંગ્ટનમાં વધેલા ટેન્શન વચ્ચે અમેરિકાને ધમકી આપવાનો હતો. ઇરાનના સૈનિકોએ ડ્રોનને લક્ષ્ય રાખી એક જગ્યાએથી એન્ટી એર ક્રાફટ બેટરીઓ પરથી નિશાન લીધું હતું.

Related posts

ભારતીય મૂળનાં બે મહિલા વકીલની ન્યુયોર્કની કોર્ટમાં ન્યાયાધીશ તરીકે નિમણૂક…

Charotar Sandesh

રશિયાએ બનાવી કોરોનાને મ્હાત આપતી રસી : પુતિનની દિકરીને પણ રસી અપાઈ…

Charotar Sandesh

ઈમરાનનું ‘મિશન કાશ્મીર’ ફેલ, ચીન સિવાય અન્ય દેશોનું સમર્થન મેળવવામાં નિષ્ફળતા…

Charotar Sandesh