Charotar Sandesh
સ્પોર્ટ્સ

યુવરાજસિંહ વિરુદ્ધ હરિયાણામાં નોંધાઈ ફરિયાદ, થઇ શકે છે ધરપકડ…

યુવીને સ્પિન બોલર યુઝવેન્દ્ર ચહલ પર વિવાદીત ટિપ્પણી કરવી ભારે પડી…

નવી દિલ્હી : ભારતીય ક્રિકેટર યુવરાજ સિંહને સ્પિન બોલર યુઝવેન્દ્ર ચહલ પર વિવાદીત ટિપ્પણી કરવી ભારે પડી ગઇ છે. યુવરાજ સિંહે ભારતીય ટીમના ઉપ કેપ્ટન રોહિત શર્માની સાથે ઇન્સ્ટાગ્રામ લાઇવ દરમિયાન યુઝવેન્દ્ર ચહલ માટે જાતિસૂચક શબ્દનો ઉપયોગ કર્યો હતો. જે બાદ દલિત અધિકાર કાર્યકર્તા અને વકીલ રજત કલ્સન વિરુદ્ધ ફરિયાદ નોંધાવામાં આવી છે. આ ફરિયાદ તેમણે હરિયાણાની હિસારમાં નોંધાવી છે. આ વીડિયો થોડાક દિવસ જૂનો છે. જોકેસ સોશિયલ મીડિયા પર થોડાક દિવસથી તેને લઇને ચર્ચા થઇ રહી હતી. જે બાદ મુદ્દો લોકોની નજરમાં આવ્યો છે.
લાઇવ સેશન દરમિયાન રોહિત અને યુવરાજ સિંહ વાત કરી રહ્યા હતા કે કુલદીપ યાદવ અને યુઝવેન્દ્ર ચહલ લાઇવ સેશન દરમિયાન કેટલા એક્ટિવ રહે છે. ત્યારે યુવરાજ સિંહે બન્ને ખેલાડીઓ માટે જાતિસૂચક શબ્દનો ઉપયોગ કર્યો હતો. સોશિયલ મીડિયા પર ફેન્સે આ વાત પર નારાજગી વ્યક્ત કરતા માફીની માંગ કરી હતી. ફરિયાદ કરનાર રજતે પણ આ મામલે યુવરાજ સિંહ પર નિશાન સાધ્યું છે કે તેણે જાતિસૂચક શબ્દનો ઉપયોગ કર્યો છે.

રજતે યુવરાજની સાથે રોહિત શર્મા વિરુદ્ધ પણ નિવેદન આપ્યું હતું કે રોહિત પણ એક આરોપી છે કારણ કે યુવરાજના શબ્દનો ઉપયોગ કર્યા પછી તે પણ હસી રહ્યો હતો. રજતે યુવરાજ સિંહની ધરપકડની માંગ કરી છે. પોલીસ અધિક્ષક લોકેન્દ્રસિંહે કહ્યું છે કે તેમને ફરિયાદ મળી છે અને ડીએસપી આ ફરિયાદની તપાસ કરી રહ્યા છે. જો યુવરાજ સિંહ આરોપી હોવાનું માલુમ પડે તો તે મુશ્કેલીમાં મુકાઈ શકે છે.

Related posts

કે એલ રાહુલ આઈપીએલ ૨૦૨૨ પહેલા પંજાબ કિંગ્સથી અલગ થઈ શકે છે

Charotar Sandesh

ક્રિકેટર એજાઝ પટેલે ૧૦ વિકેટ લેવાનો યાદગાર બોલ મુંબઈને આપ્યો

Charotar Sandesh

રોહિત શર્માને સૌથી નાના ફોર્મેટમાં ભારતની કેપ્ટનશીપ સોંપી દેવી જોઈએ : મોન્ટી પાનેસર

Charotar Sandesh