જરૂરિયાતમંદ લોકોને ફૂડ પેકેટ વિતરણ કરવા 55 હજાર ડોલર ભેગા કર્યા…
USA : છેલ્લા 2 વર્ષથી જરૂરિયાતમંદ લોકોને ફૂડ પેકેટ વિતરણ કરવા કાર્યરત યુ.એસ.ના ન્યૂજર્સીમાં હિન્દૂ ઇન્ડિયન અમેરિકન કોમ્યુનીટી દ્વારા રકમ ભેગી કરી ભૂખ્યા જનોની આતરડી ઠારવા ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવે છે.
જે અંતર્ગત ગયા વર્ષે 18 હજાર ડોલર ભેગા કર્યા બાદ આ વર્ષે આ સેવાકીય કાર્યને હિન્દૂ, શીખ, જૈન સહીત વિવિધ કોમ્યુનિટીનો સહયોગ મળતા 55 હજાર ડોલર ભેગા થઇ શક્યા હતા. જેના થકી તૈયાર કરાયેલા ફૂડ પેકેટ્સ વિતરણ કરવામાં એક હજાર જેટલા વોલન્ટિયર્સ મદદરૂપ થયા હતા. જે માટે હિન્દૂ સ્વયંસેવક સંઘનો પણ સહયોગ મળ્યો હતો.
- Nilesh Patel