Charotar Sandesh
ઈન્ડિયા

રજાઓ બાદ રાહુલ ગાંધી ફરી એક્શનમાં, ૧૪ જાન્યુઆરીએ જશે તામિલનાડુના પ્રવાસે…

ન્યુ દિલ્હી : ખેડૂત આંદોલનની વચ્ચે જ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી અચાનક ઈટાલી જવા રવાના થઈ જતા રાજકીય વર્તુળોમાં ચહલ પહલ મચી હતી.
જોકે હવે રાહુલ ગાંધી ફરી એક્શનમાં નજરે પડશે.ભારત પાછા આવીને રાહુલ ગાંધી ૧૪ જાન્યુઆરીએ તામિલનાડુના પ્રવાસે જવાના છે.જ્યાં તે જલીકટ્ટુ રમતમાં હાજરી આપશે તેમજ તામિલનાડુમાં બીજા સ્થળોએ પણ પાર્ટી માટે ચૂંટણી પ્રચાર કરવા જશે.
તામિલનાડુમાં આગામી વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસે ડીએમકે પાર્ટી સાથે જોડાણ કર્યુ છે.રાહુલ ગાંધી બળદોને નાથવા માટેની જલીકટ્ટુ રમતમાં હાજરી એટલા માટે આપી રહ્યા છે કે, આ તામિલનાડુની સૌથી લોકપ્રિય રમત ગણાય છે.જોકે આ વખતે કોરોનાના કારણે ઓછા લોકોની હાજરી સાથે સરકારે તેને મંજૂરી આપી છે.
રાહુલ ગાંધીની સાથે સાથે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા પણ તામિલનાડુ જવાના છે. તેઓ તુગલક નામના મેગેઝિનના સમારોહમાં ભાગ લેશે.

Related posts

મૂર્તિ માટે પૈસા છે, ગરીબો માટે નહિઃ બોમ્બે હાઈકોર્ટે સરકારને લગાવી ફટકાર….

Charotar Sandesh

JP ઉમેદવાર ગંભીર સામે ચૂંટણી પંચે કેસ દાખલ કરવા પોલીસને આપ્યો આદેશ

Charotar Sandesh

BJP ને જીતાડવા માટે RSS ના 11 હજાર સ્વયંસેવકો કરશે 70 હજાર બેઠક

Charotar Sandesh