મુંબઇ : રણવીર સિંહ અમેરિકાની જાણીતી ઓનલાઇન ડેટાબેઝ અને સર્ચ એન્જિન ય્ૈરઅ પર અવેલેબલ છે. ય્ૈરઅ એનિમેટેડ ઇમેજ અથવા ય્ૈંહ્લજ બનાવવા અને શેર કરવા માટે ફેમસ છે અને અહીંયા તેના ચેનલને ૧.૧ બિલિયન વ્યૂઝ મળી ગયા છે એટલે કે ૧૦૦ કરોડથી પણ વધારે વ્યૂ. આ સાથે રણવીરે ૯૬૧ મિલિયન લાઇક્સ ધરાવનાર અમેરિકન સિંગર સેલિના ગોમેઝને પાછળ રાખી નવો રેકોર્ડ બનાવ્યો છે. રણવીર આ પ્લેટફોર્મ પર સૌથી વધુ વ્યૂઝ મેળવનાર પહેલો વર્લ્ડ આઇકન બની ગયો છે.
રણવીર હવે સર પોલ મેકકાર્ટની, મેડોના, ટેલર સ્વિફ્ટ અને એરિયાના ગ્રાન્ડે જેવા ગ્લોબલ પાવર આઇકન્સના લિસ્ટમાં સામેલ થઇ ગયો છે જેના પ્રોફાઈલ વ્યૂઝની સંખ્યા ૧ બિલિયનથી વધારે છે. ફેનફોલોઇંગ અને સ્ટારડમને કારણે રણવીરે દુનિયાના આ મોટા દિગ્ગજોને પાછળ રાખી દીધા છે.
બોલિવૂડના બધા મેલ એક્ટર્સની વાત કરવામાં આવે તો, ઇન્સ્ટાગ્રામ પર ફોલોઅર્સની દ્રષ્ટિએ તે ટોપ ૩માં સામેલ છે. દુનિયાભરમાં તેના ફેન ક્લબ્સમાં અંદાજે ૪.૫ મિલિયન ફેન્સ સામેલ છે.