Charotar Sandesh
સ્પોર્ટ્સ

રવિન્દ્ર જાડેજાએ ધોની સાથેની જૂની તસ્વીર શેર કરી, ધોનીને ફની જોઇ ફેન્સે મજા લીધી…

ન્યુ દિલ્હી : ટીમ ઇન્ડીયાના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા ફેન્સને સો.મીડિયા પર મસ્તી કરવાની પુરી તક આપતો રહે છે. અવનવી તસ્વીરો અને વિડીયો પણ જાડેજા શેર કરતો રહે છે. હવે જાડેજા એ એમએસ ધોની સાથે ની એક જૂની પુરાણી તસ્વીર શેર કરી છે.
આ તસ્વીર ઇંગ્લેંડ પ્રવાસ દરમિયાનની છે કે જેમાં ધોની એકદમ ફની લુકમાં નજર આવી રહ્યો છે. જાડેજા એ શેર કરેલી આ તસ્વીર પર ફેન્સ પણ ખૂબ જ મસ્ત કોમેન્ટ કરી રહ્યા છે.
ક્રિકેટમાં ધોની અને જાડેજા સારા દોસ્ત હોવાનુ માનવામાં આવે છે. બંને વચ્ચેનુ ટ્યુનીંગ જબરદસ્ત જોવા મળતુ હોય છે. IPL  માં પણ બંને જણા એક જ ટીમ વતીથી રમી રહ્યા છે. એટલે કે ટીમ ચેન્નાઇ સુપર કિંગ્સ ના કેપ્ટન ધોની અને જાડેજા સાથે સાથે જ છે. જાડેજા એ જૂની તસ્વીરને શેર કરતા લખ્યુ હતુ કે, ‘વિચારો તમારી કેપ્શન’.
જ્યારે જાડેજા એ જ કહી દીધુ હોય તો પછી ફેન્સ એ તો બાકી જ ક્યાં રાખવાનુ હોય. ફેન્સ પણ મસ્ત મસ્ત કોમેન્ટનો વરસાદ વરસાવી દીધો હતો. કારણ કે એક જ ફ્રેમમાં ફેન્સને બે શાનદાર ખેલાડીઓની તસ્વીરને કોમેન્ટ કરવાની હતી. તો કેટલાક ખેલાડીઓએ તો મીમ્સ પણ શેર કર્યા હતા. જેમાં કેટલાકે ધોનીનાં ફની લુક પર મજા લીધી હતી.
ધોની અને જાડેજાએ IPL ૨૦૨૧ સ્થગિત થવા પહેલા રમાયેલી મેચોમાં શાનદાર પ્રદર્શન કર્યુ હતુ. જાડેજા હાલમાં ટીમ ઇન્ડીયા સાથે ક્વોરન્ટાઇ હેઠળ છે. ભારતીય ટીમ ૨ જૂને ઇંગ્લેંડ પ્રવાસ માટે રવાના થનાર છે. ઇંગ્લેંડમાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલ રમાનારી છે. ત્યાર બાદ ભારત અને ઇંગ્લેંડ વચ્ચે પાંચ ટેસ્ટ મેચોની શ્રેણી રમાનારી છે.

Related posts

પાકિસ્તાનનો કેપ્ટન કોહલીથી સારો હોવો જોઇએ : શોએબ અખ્તર

Charotar Sandesh

આગામી વર્ષે ભારતમાં યોજાનારા ટી-૨૦ વર્લ્ડકપ અગાઉ બીસીસીઆઈએ મેદાન શોર્ટલિસ્ટ કર્યા…

Charotar Sandesh

સતત ૪૨ મિનિટ દોડતા રહ્યાં ૯૬ વર્ષના દાદા : તોડયા તમામ રેકોડર્ઝ…

Charotar Sandesh