Charotar Sandesh
ઈન્ડિયા

રવિવારે જનતા કર્ફ્યુની જાહેરાત કરતા વડાપ્રધાન મોદી : સવારે 7થી રાત્રે 9 સુધી ઘર બહાર નહીં નીકળવું…

સાંજે 5 વાગ્યે તાલી -ઘંટી-થાળી વગાડી ડોક્ટર્સ-નર્સ-પોલીસ સહીત સેવા કરી રહેલ સહુનો આભાર માનવા પીએમની હાકલ : સાયરન વગાડાશે…

પીએમ મોદીએ કહ્યું – દરેક દેશવાસીઓનું સજાગ રહેવું જરુરી – વિશ્વ આ સમયે ઘણા મોટા ગંભીર સમયમાંથી પસાર થઈ રહ્યું છે…

આજે આપણે સંકલ્પ લેવા પડશે કે આપણે સ્વંય સંક્રમિત થવાથી બચીશું અને બીજાને પણ સંક્રમિત થવાથી બચાવીશું – આવાસ્યક વસ્તુઓ નો પૂરતો જથ્થો છે દેશમાં, લોકોએ સંગ્રહખોરી કે ચિંતા ન કરવી…

નવી દિલ્હી : કોરોના વાયરસે ચીન બાદ વિશ્વભરમાં કહેર વર્તાવ્યો છે વિદેશ બાદ દેશમાં પણ કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે. દેશમાં અત્યાર સુધી કુલ 180 કેસ સામે આવી ચુક્યા છે જ્યારે કોરોનાને કારણે 4 લોકોના મોત પણ થયા છે.

દેશમાં કોરોનાને રોકવા માટે કેન્દ્ર અને રાજ્યની સરકારો અનેક પગલા ભરી રહી છે. અનેક રાજ્યોમાં શાળા, કોલેજ, સિનેમાઘર, સ્વિમિંગ પુલ સહિત અનેક વસ્તુ બંધ કરી દેવામાં આવી છે. ઘણા રાજ્યોમાં તો મંદિરો પણ બંધ કરી દેવામાં આવ્યા છે. ધાર્મિક અને સામાજીક કાર્યક્રમો યોજવા પર પણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. આ કોરોના વાયરસ પર વડાપ્રધાન મોદી દેશની જનતાને સંબોધિત કર્યું હતું.

22મીએ રવિવારે સવારે 7 થી રાત્રે 9 સુધી સમગ્ર દેશમાં કોઈપણ નાગરિક ઘરબહાર ન નીકળે, 22 માર્ચે જનતા કર્ફ્યુ સફળ બનાવશો, આવાનરી સ્થિતિ માટે આપણને આ જનતા કર્ફ્યુ તૈયાર કરશે, તમામ સંસ્થા-ધાર્મિક -સામાજિક સંગઠનોને જનતા કર્ફ્યુ માટે લોકોને જાગૃત કરવા નરેન્દ્રભાઈએ લાઈવ પ્રસારણમાં હાકલ કરી છે, 22 માર્ચ રવિવારે સાંજે 5 વાગ્યે સાયરન વગાડી જાતની પરવાહ વિના સેવા કરી રહેલ ડોક્ટર્સ, નર્સો, પોલીસ, સરકારી, મીડિયા, રેલવે, ઓટો, બસ સાથે જોડાયેલા તમામનો 5 મિનિટ સુધી તાલી થાળી, ઘંટી, બજાવી તેમનો આભાર વ્યક્ત કરવા નરેન્દ્રભાઈ મોદીએ હાકલ કરી છે.

જનતા કર્ફ્યૂથી દેશહિતનો સંકલ્પ…

મોદીએ કહ્યું, ‘‘આ રવિવારે 22 માર્ચના સવારે સાત વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધી દરેક દેશવાસીઓને જનતા કર્ફ્યૂનો પાલન કરવો છે. તે દરમિયાન કોઇ પણ નાગરિક ઘરથી બહાર ન નિકળે. સોસાયટી કે રસ્તામાં ક્યાંય ન જાય. જરૂરી સેવાથી જોડાયેલા લોકોને તો જવું જ પડશે કારણ કે તેમની ફરજ હોય છે. 22 માર્ચના આપણો આ પ્રયાસ દેશહિતમાં એક મજબૂત પ્રયાસ સાબિત થશે.’’

સંબોધનમાં વડાપ્રધાન મોદીએ કહ્યું…

‘‘તમારો આવનારો અમુક સમય જોઇએ. અત્યાર સુધી વિજ્ઞાન કોરોના મહામારીથી બચવા માટે કોઇ નિશ્વિત ઉપાય સુઝાવી શક્યું નથી. અને તેની કોઇ દવા પણ નથી બની શકી. દુનિયામાં જ્યાં કોરોનાનો પ્રભાવ વધારે દેખાય છે ત્યાં અભ્યાસમાં એકબીજી વાત સામે આવી છે. આ દેશોમાં શરૂઆતના અમુક દિવસો બાદ અચાનક બીમારીનો વિસ્ફોટ થયો છે. આ દેશોમાં કોરોનાથી સંક્રમિત લોકોની સંખ્યા ખૂબ ઝડપથી વધી છે. ભારત સરકાર આ સ્થિતિ પર, આ મહામારીના ફેલાવાના ટ્રેક રેકોર્ડ પર નજર રાખીને બેઠી છે. જોકે અમુક દેશ એવા પણ છે જેમણે જરૂરી નિર્ણયો કર્યા અને તેમના લોકોને વધુમાં વધુ આઇસોલેટ કરીને સ્થિતિને સંભાળી છે. તેમાં નાગરિકોની ભૂમિકા ખૂબ અગત્યની રહી છે. ભારત જેવા 130 કરોડની આબાદીવાળા દેશ સામે, જે દેશ વિકાસમાં પ્રયત્નશીલ છે. આપણા જેવા દેશ પર કોરોનાનું સંકટ સામાન્ય વાત નથી. આજે જ્યારે મોટા અને વિકસિત દેશોમાં આપણે આ મહામારીનો વ્યાપક પ્રભાવ જોઇ રહ્યા છીએ તો ભારત પર તેનો કોઇ પ્રભાવ નહીં પડે તે માનવું ખોટું છે. અને તેથી આ મહામારીનો મુકાબલો કરવા માટે બે પ્રમુખ વાતોની જરૂરિયાત છે. ’’

‘‘પહેલી વાત સંકલ્પ અને બીજી સંયમ. આજે 130 કરોડ દેશવાસીઓને તેમનો સંકલ્પ વધુ દ્રઢ કરવો પડશે કે અમે આ વૈશ્વિક મહામારીને રોકવા માટે એક નાગરિક તરીકે પોતાની ફરજોનું પાલન કરીશું. કેન્દ્ર સરકાર, રાજ્ય સરકારના દિશા નિર્દેશોનું પૂરી રીતે પાલન કરીશું. આજે આપણને એ સંકલ્પ લેવો પડશે કે આપણે સ્વયં સંક્રમિત થવાથી બચીશું અને બીજાને સંક્રમિત થવાથી બચાવીશું. આ પ્રકારની મહામારીમાં એક જ મંત્ર કામ કરે છે. આપણે સ્વસ્થ તો જગ સ્વસ્થ. આવી સ્થિતિમાં જ્યારે આ બીમારીની કોઇ દવા નથી તો આપણે પોતે સ્વસ્થ રહીએ તે સૌથી પહેલી જરૂરિયાત છે. આ બીમારીથી બચવા અને સ્વસ્થ રહેવા માટે બીજી અનિવાર્યતા છે તે સંયમની છે. સંયમની રીત કઇ છે. ભીડથી બચવું, ઘરથી બહાર નિકળવાથી બચવું.’’

Related posts

વાહ, તેલંગણાના મંત્રીએ ટ્રાફિક નિયમ તોડ્યા તો પોલીસે દંડ ફટકાર્યો

Charotar Sandesh

કોરોના સંકટ : દેશમાં ૨૪ કલાકમાં ૬૨ના મોત, ૧૫૪૩ નવા કેસ…

Charotar Sandesh

વેક્સિનનો પૂરતો સ્ટોક, રેમડેસિવિરને આયાત કરવાની પરવાનગી આપો : ઉદ્ધવ ઠાકરે

Charotar Sandesh