Charotar Sandesh
ઈન્ડિયા

રસી લીધા પછી પણ કોરોનાના હળવા લક્ષણ દેખાઈ શકે છે : એમ્સ ડાયરેક્ટર

ન્યુ દિલ્હી : દેશભરમાં કોરોનાની વેક્સીન મુકવાની ચાલી રહેલી તૈયારીઓ વચ્ચે એમ્સના ડાયરેક્ટર ડો.રણદીપસિંહ ગુલેરીયાનુ કહેવુ છે કે, કોરોનાની રસી મુકાયા બાદ વ્યક્તિને કોરોના વાયરસનુ સંક્રમણ લાગી શકે છે.
એક વાતચીતમાં તેમણે કહ્યુ હતુ કે, વેક્સીન લાગ્યા બાદ કોઈએ એવુ વિચારવુ ના જોઈએ કે, મારામાં તરત જ રોગ પ્રતિકારક શક્તિ વિકસી જશે. આવામાં માસ્ક પહેરવાનુ, સતત હાથ ધોવાનુ અને સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવાનુ ચાલુ રાખવુ જોઈએ.આ તમામ વસ્તુઓની સાવધાની રાખવી જોઈએ.કારણકે રસીના બે ડોઝ લીધા બાદ બે સપ્તાહ પછી પૂરી રીતે ઈમ્યુનિટી શરીરમાં બનતી હોય છે.
ડો.ગુલેરિયાનુ કહેવુ હતુ કે, રસી મુકાયા બાદ પણ કોરોનાના હળવા લક્ષણ જોવા મળી શકે છે પણ સુરક્ષા એ વાતની હશે કે હોસ્પિટલ જવાની જરુર નહી પડે,આઈસીયુમાં સારવાર લેવી પડે તેવી શક્યતા ઓછી થઈ જશે.જોકે રસીના કારણે શરીરમાં બનનારી એન્ટી બોડીના કારણે ગંભીર પ્રકારનો કોરોના થવાની શક્યતા નહી રહે.હા આ પ્રકારનુ સંક્રમણ રસી લેનારા દર્દીને લાગ્યુ હોય તો તેના થકી બીજાને લાગી શકે છે.
ભારતમાં કોરોના દર્દીઓની સંખ્યા ૧.૦૪ કરોડ પર પહોંચી છે પણ તેમાંથી ૧ કરોડ ઉપરાંત લોકો સંક્રમણ મુક્ત થઈ ગયા છે.કોરોનાથી મરનારા લોકોની સંખ્યાનો દર પણ ઘટીને હવે ૧.૪૪ ટકા થછઈ ગગયો છે.

Related posts

છોકરીઓ બગડી છે તો તેના પાછળ તેમની માતાઓ જ જવાબદાર છે : મીના કુમારી

Charotar Sandesh

આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ પરના પ્રતિબંધને વધુ એક મહિના માટે લંબાવાયો…

Charotar Sandesh

જો મારું નામ ડ્રગ કનેક્શનમાં આવ્યું તો હું હંમેશા માટે મુંબઈ છોડી દઈશ : કંગના

Charotar Sandesh