Charotar Sandesh
ગુજરાત

રસી લેવી કે ન લેવી તે મારો અંગત નિર્ણય, એરફોર્સનો અધિકારી પહોંચ્યો હાઈકોર્ટમાં…

અમદાવાદ : ઇન્ડિયન એરફોર્સમાં સેવા બજાવતા કર્મચારીએ કોરોનાની રસી ન લેતા વાયુસેનાએ તેને નોટિસ પાઠવી હતી. આ સામે અંગત અધિકારના ઉલ્લંઘન બદલ અરજદારે ગુજરાત હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી. અરજદારની રજૂઆત છે કે વ્યક્તિ એલોપેથી સારવાર લેવી કે આયુર્વેદિક સારવાર લેવી તે તેનો અંગત અધિકાર છે. આ માટે તેને ફરજ પાડી શકાય નહીં વધુમાં ગુજરાત હાઈકોર્ટે આ સામે ઇન્ડિયન એર ફોર્સ અને શોકોઝ નોટિસ પાઠવી છે.

અધિકારી પોતે આયુર્વેદિક સારવાર લેવામાં માને છે અને તેમને કોરોનાની રસી એટલે કે એલોપથી દવા ઉપર આધાર રાખવો યોગ્ય લાગતું નથી. તેથી જસ્ટિસે એ.જે. દેસાઈ અને જસ્ટિસ એ.પી ઠાકરની ખંડપીઠે ઇન્ડિયન એર ફોર્સ અને કેન્દ્ર સરકારને નોટિસ પાઠવી હતી. ઈન્ડિયન એરફોર્સે તેના કર્મચારીને પાઠવેલી શોકોઝ નોટિસ સામે ૧ જુલાઇ સુધી કોઈ પગલાં ન લેવા આદેશ કર્યો છે. ઈન્ડિયન એર ફોર્સમાં સેવા આપતા યોગેન્દ્ર કુમારે ભારતીય વાયુસેનાના કોરલ ૧૦ મે ૨૦૨૧ના રોજ તેમને જાહેર કરવામાં આવેલી કારણદર્શક નોટિસને રદ કરવા માટે હાઈકોર્ટમાં અરજી કરી છે.
અરજદારે પોતાની અરજીમાં રજૂઆત કરી છે કે કોવિ- ૧૯ની રસી લેવાની તેમની ઇચ્છા નથી. તેની સામે તેમની નોકરી મુશ્કેલીમાં આવી તે ગેરકાયદે,ગેરબંધારણીય અને મનસ્વી છે. આ સામે તેમણે અદાલતને નોટિસ ફટકારવા નિર્દેશન માટે અને ઇન્ડિયન એર ફોર્સને તેને રસી આપવા દબાણ ન કરવા જણાવ્યું હતું. અરજદારે પોતાની અરજીમાં ઇન્ડિયન એર ફોર્સ અને કહ્યું હતું કે તેઓ કોવિડ-૧૯ સામે પ્રતિરક્ષા વધારવા માટે આયુર્વેદિક દવાનો ઉપયોગ કરી રહ્યા છે.

Related posts

ખાખી વર્દી પહેરી એટલે એવું નથી કે ડંડા ગમે ત્યાં વિંઝો : DGP શિવાનંદ ઝા

Charotar Sandesh

લીંબડી વિધાનસભા બેઠક પર ભાજપના કિરીટસિંહ રાણાએ ૩૫૫૩૯ મતે મેળવી જીત…

Charotar Sandesh

રાજ્યમાં વરસાદે ચિંતા વધારી, ખેડૂતોમાં પાક નિષ્ફળ જવાનો ભય

Charotar Sandesh