Charotar Sandesh
ગુજરાત

રાજકોટનું ધમણ-૩ વેન્ટિલેટર તમામ પરીક્ષણમાં પાસ : જ્યોતિ સીએનસી

રાજકોટ : કોરોના મહામારીમાં રાજ્યમાં ધમણ-૩ વેન્ટિલેટરને લઈને આ મુદ્દો ખુબ જ ગાજ્યો હતો. રાજકોટના ધમણ-૩ વેન્ટિલેટર અનેક વિવાદોમાં સપડાયા બાદ તેના પર એક આરટીઆઈ કરવામાં આવી હતી. આજે આ આરટીઆઈના જવાબમાં જ્યોતિ સીએનસી દ્વારા એક નિવેદન જાહેર કરવામાં આવ્યું છે. ધમણ- ૩’ મુદ્દે જ્યોતિ સીએનસીના માલિક પરાક્રમસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે રાજકોટના “ધમણ- ૩’ને લઈને આરટીઆઈમાં ખોટું અર્થઘટન કરવામાં આવ્યું છે. ધમણ – ૩ને કેન્દ્રએ મંજૂર કર્યાનો પણ દાવો તેમના નિવેદનમાં કર્યો છે. તેમણે જણાવ્યું કે રાજકોટનું ધમણ-૩ તેના પરીક્ષણમાં પણ પાસ થયેલ છે, પરંતુ તેના પાછળ બીજો હેતું છે. ધમણ-૩થી ઈમ્પોર્ટડ લોબી ખુશ નહોતી, જેના કારણે વિવાદોમાં સપડાયું છે.
અમને ૫૦૦૦ ધમણ – ૩ ખરીદવાનો ઓર્ડર પણ મળ્યો છે. રાજકોટમાં ધમણ ૩ અંગે સામે આવેલી આરટીઆઈ પર જ્યોતિ સીએનસી દ્વારા મોટો ખુલાસો કરવામાં આવ્યો છે. જ્યોતિ સીએનસીના માલિક પરાક્રમસિંહ જાડેજાએ મીડિયા સમક્ષ આજે એક પ્રેસ કોન્ફરન્સ કરીને પોતાનું નિવેદન આપ્યું છે. તેમાં તેમણે જણાવ્યું હતું કે, રાજકોટમાં નિર્મિત ધમણ-૩ વેન્ટિલેટર તમામ પરીક્ષણમાં પાસ થયું છે. વેન્ટિલેટર સીમિત સંખ્યામાં હતા, માટે એ ચિંતાજનક સ્થિતિ હતી. આ સમયે જ્યોતિ સીએનસી એ ધમણ વેન્ટિલેટર બનાવવા વિચારણા કરી છે. લોકડાઉન દરમિયાન ૧૫૦ લોકોની ટીમ સાથે મળીને અમે વેન્ટિલેટર બનાવવાની શરૂઆત કરી હતી. કરોડો રૂપિયાના વેન્ટિલેટરના ઓર્ડરની શક્યતા હતી,
પરંતુ એમને આ ઓર્ડર ન મળતા ખોટો મેસેજ પાસ થયો છે. ધમણ-૧ માં કોઈ ખામી ન હતી. ધમણ-૩ વેન્ટિલેટર માટે જે વિવાદો ઉભા કરવામાં આવ્યા, તેમાં પણ ધમણ-૩ પાસ થઇ ચૂક્યું છે. ૫૦૦૦ વેન્ટિલેટરનો ઓર્ડર જ્યોતિ સીએનસીને મળ્યો છે. રાજકોટના ધમણ-૩ વેન્ટિલેટરને લઈને થયેલી આરટીઆઈમાં એવો ઉલ્લેખ ન હતો કે, ધમણ-૩ ફેલ ગયું છે. અમારું ધમણ ૩ આજે ફૂલી ટ્રાયલમાં પાસ થયું છે. રાજકોટ અને મોરબીનો ઉદ્યોગોમાં તમામ બાબત શક્ય છે. જ્યોતિ સીએનસી વિરુદ્ધ ધમણ-૧ ને ફેલ કરવા લોકોએ પ્રયત્ન કર્યા હતા. આગામી ૨થી ૩ મહિનામાં ૫૦૦૦ ધમણ-૩ વેન્ટિલેટર તૈયાર કરી સરકારને આપવામાં આવશે. હાલ ૧૨૦૦ જેટલા ધમણ-૧ ભારતમાં કાર્યરત છે. મેક્સિકો અને બ્રાઝિલમાં પણ ધમણ વેન્ટિલેટરને એક્સપોર્ટ કરવામાં આવશે.

Related posts

રૂપાણી સરકારની મંજૂરી : અમદાવાદમાં ‘કર્ફ્યૂ’ વચ્ચે ‘જગતના નાથ’ નગરચર્યાએ નીકળશે

Charotar Sandesh

સરદાર સરોવર ડેમની સપાટીમાં ધરખમ વધારો નોંધાતા રાજ્યના ખેડૂતો થયા આનંદિત…

Charotar Sandesh

આનંદો… ખેડૂતો ૪ એકર વિસ્તાર ધરાવતા સર્વે નંબરમાં બીજુ વીજ જોડાણ મેળવી શકશે

Charotar Sandesh