Charotar Sandesh
બોલિવૂડ

રાજન શાહીનો શો ‘અનુપમા’ ઘણા સમયથી ટીઆરપીમાં નંબર વન

મુંબઈ : રાજન શાહીનો શો ‘અનુપમા’ ઘણા સમયથી ટીઆરપીમાં નંબર વન પર છે. આ શોને અત્યંત પસંદ કરવામાં આવી રહ્યો છે. શોની સ્ટોરી લાઇન રસપ્રદ છે. વળી, શોની સ્ટારકાસ્ટ પણ લાજવાબ છે. આ શોમાં રૂપાલી ગાંગુલી મુખ્ય ભૂમિકામાં છે. તે શોમાં અનુપમા બની છે. રૂપાલી ટીવી ઇન્ડસ્ટ્રીમાં અત્યંત પ્રખ્યાત છે. તેણે બા, બહુ ઓર બેબી, કાવ્યાંજલિ, સારાભાઇ વર્શીસ સારાભાઇ, સપના બાબુલ કા બિદાઈ, જરા નાચકે દિખા, સંજીવની, પરવરિશ જેવા હિટ શોમાં કામ કર્યું છે.
મદાલસા ચક્રવર્તી મિથુન ચક્રવર્તીની પુત્રવધૂ છે. મદાલસાએ મિથુનના પુત્ર મહાક્ષય સાથે લગ્ન કર્યા છે. બંને એક સાથે અત્યંત ખુશ છે. મદાલસા ટીવીની પ્રખ્યાત અભિનેત્રી શીલા શર્મા અને નિર્દેશક સુભાષ શર્માની પુત્રી છે. મદાલસા બોલિવૂડમાં નિર્માતા ગણેશ આચાર્યની ફિલ્મ ‘એન્જલ’માં કામ કર્યું છે.
સુધાંશુ પાંડે સિરીયલોની સાથે સાથે ફિલ્મોમાં પણ દેખાય છે. તે ખિલાડી ૪૨૦, સિંગ ઇઝ કિંગ, સિંઘમ, સિયાસત જેવી ફિલ્મોમાં જોવા મળ્યો હતો. અનુપમા શોમાં તે અનુપમાના પતિ વનરાજની ભૂમિકામાં છે. સિરિયલમાં તેના ગ્રે કેરેક્ટરને ફેન્સ દ્વારા અત્યંત પસંદ કરવામાં આવી રહ્યું છે.
આ શોમાં પારસ અનુપમાના નાના પુત્રની ભૂમિકામાં છે. તે અનુપમા શોમાં મહત્વની ભૂમિકામાં છે. પારસ અત્યાર સુધી મેરી દુર્ગા, મરિયમ ખાન, એ જિંદગી, કૌન હૈ, લાલ ઇશ્ક જેવા શોમાં અભિનય કરી ચૂક્યો છે. તે વેબ શો ‘દિલ હી તો હૈ’, ‘ઈશ્ક અજ કાળ’માં પણ જોવા મળ્યો છે.

Related posts

પ્રિયંકા ચોપરા ન્યૂયોર્કનાં રસ્તા પર કોઇ બિઝનેસ વૂમનનાં રૂપમાં જોવા મળી.

Charotar Sandesh

મીડિયા વિરૂદ્ધ એકતા બતાવી પણ ક્યારેક લોકોની મદદ માટે પણ બતાવો : કંગના

Charotar Sandesh

પ્રિયંકા ચોપરા અને નિક જોનસ પૂર પીડિત આસામવાસીઓ માટે ડોનેશન કરી મદદ

Charotar Sandesh