Charotar Sandesh
બોલિવૂડ

રાજીવ સેને પત્ની સાથેના અશ્લીલ ફોટા શેર કરતાં ટ્રોલ થયો…

મુંબઇ : કોરોના વાયરસના પોઝિટીવ કેસ દેશમાં અને વિશ્વમાં વધતા જ જાય છે. ત્યારે સરકારે ૨૧ દિવસનું લોકડાઉન અને એકબીજા વચ્ચે અંતર રાખવાનું પણ કહ્યું છે. ત્યારે સુષ્મિતા સેનનો ભાઈ રાજીવ સેને પત્ની સાથે એટલા સેક્સી ફોટોઝ વાયરલ કર્યા કે લોકોએ ઉધડો લીધો અને એકદમ વાહિયાત કોમેન્ટ કરી છે. ખુબ ટ્રોલ કરવામાં આવી રહ્યો છે. રાજીવે ચારુપા સાથે બેડના રોમેન્ટિક ફોટો શેર કર્યાં છે.

તસવીરોમાં રાજીવ શર્ટલેસ અને ચારુપા પણ નાઈટ ડ્રેસમાં જોવા મળી રહી છે. બન્ને એકબીજાના ખોળામાં બેઠા છે અને કિસ કરતાં જોવા મળી રહ્યા છે. ચારુ રાજીવે આ ફોટો શેર કરતાં લખ્યું કે, પોતાના જ ઘર પર રહો. હવે આ તસવીરો જોઈને ફેન્સ બગડ્યા છે અને આડે હાથ લીધા છે.

યુઝરે લખ્યું કે, આવી તસવીરો શેર કરવાની શું જરૂર છે. શું થશે જો તમારા સસરા જોશે તો. તો બીજા એકે લખ્યું કે, હા અમે પણ ઘરે જ છીએ, એમાં સોશિયલ મીડિયામાં આવી તસવીરો શેર કરવાની જરૂર નથી. તો કોઈએ કહ્યું કે, આ ફોટોઝ વધારે પડતાં પ્રાઈવેટ છે. તો કોઈએ લખ્યું કે, તમે પતિ પત્ની છો એનો અર્થ એ નથી કે બેડરૂમની બધી જાણકારી શેર કરો. તો વળી કોઈએ અભદ્ર કોમેન્ટ પણ શેર કરી છે.

Related posts

વરૂણ-નતાશાના લગ્ન ક્યારે થશે તે પોતે જ નક્કી કરશેઃ ડેવિડ ધવન

Charotar Sandesh

જેકલીન ફર્નાન્ડિસ સાથે સલમાન ખાન વધુ એક સોન્ગ ’તેરે બિના’ કરશે રિલીઝ

Charotar Sandesh

મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતીના ઉજવણી અંતર્ગત પીએમ નિવાસે કાર્યક્રમ : બોલિવૂડની અનેક હસ્તીઓ હાજર…

Charotar Sandesh