Charotar Sandesh
ગુજરાત

રાજ્યમાં આજથી ત્રણ દિવસ ભારે વરસાદની સંભાવના : હવામાન વિભાગ

ગાંધીનગર : આગામી ત્રણ દિવસ દક્ષિણ ગુજરાતના છૂટાછવાયા વિસ્તારમાં હળવો વરસાદ પડી શકે તેવી હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. ખાસ કરીને સુરત, નવસારી અને વલસાડમાં મેઘરાજા મહેરબાન થઇ શકે છે. બીજી તરફ સુરત શહેરના તાપમાનમાં જોવા મળેલા રહેલા વધઘટ વચ્ચે લઘુતમ તાપમાનમાં ૩ ડિગ્રીનો ઘટાડો જોવા મળ્યો હતો. રાત્રીનું તાપમાન ૨૬.૮ ડિગ્રી સેલ્સિયલથી ગગડીને ૨૩.૮ ડિગ્રી સેલ્સિયસ પર પહોંચી ગયું હતું. આ ઉપરાંત ઉકાઇ ડેમમાં પાણીની આવક વધીને ૧૧,૪૫૮ ક્યુસેક નોંધાઇ હતી. હવામાન વિભાગની આગાહી અનુસાર આજથી (બુધવાર) શુક્રવાર સુધી સુરત, નવસારી, વલસાડ, ડાંગના છૂટાછવાયા વિસ્તારમાં હળવો વરસાદ પડી શકે છે. ક્યાંક વરસાદ પડશે તો કેટલાક ઠેકાંણે વરસાદ નહીં પણ પડે. જોકે, હવામાન વિભાગની આગાહીએ જગતના તાતની ઊંઘ હરામ કરી દીધી છે. ખેડૂતોએ ડાંગરની કાપણી શરૂ કરી દીધી છે.
હવે વરસાદ પડશે તો ખેતરમાં કાપીને પડેલા ડાંગરના પાકને નુકશાન થશે. બીજી તરફ સુરત શહેરના મહતમ અને લઘુત્તમ તાપમાનમાં ઘટાડો જોવા મળ્યો હતો. મંગળવારે શહેરનું લઘુત્તમ તાપમાન ૨૩.૮ ડિગ્રી સેલ્સિયસ અને મહતમ તાપમાન ૩૫.૮ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જ્યારે હવામાં ભેજનું પ્રમાણ ૬૧ ટકા નોંધાયું હતું. ગાંધીનગરમાં વેધર વોચ કમિટીની બેઠક યોજાઇ હતી જેમા રાહત કમિશનર હર્ષદ પટેલે આ માહિતી આપી હતી. આગામી તા.૧૫થી ૧૭ ઓકટોબર દરમિયાન મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાંક ભાગોમાં સામાન્યથી હળવા વરસાદની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. જેમાં તા. ૧૬ અને ૧૭ ઓકટોબર દરમિયાન સૌરાષ્ટ્રના અમરેલી-ભાવનગર તથા દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થવાની શક્યતા દર્શાવવામાં આવી છે.
આજે ગાંધીનગર ખાતે યોજાયેલા વેધર વોચ ગ્રુપના વેબીનાર બાદ રાહત કમિશનર અને અધિક સચિવ હર્ષદ આર. પટેલે આ અંગેની માહિતી આપી હતી. રાહત કમિશનર હર્ષદ પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયેલી આ વર્ચ્યુઅલ મિટિંગમાં ઉપસ્થિત અધિકારીઓને પટેલે જણાવ્યુ કે, આજે સવારે ૬.૦૦ થી બપોરના ૨.૦૦ સુધી રાજ્યના કોઇ ૫ણ તાલુકામાં વરસાદ નોંધાયો નથી. રાજયમાં અત્યાર સુધી તા.૧૩/૧૦/૨૦૨૦ અંત સુધી ૧૧૨૨.૨૫ મીમી વરસાદ થયો છે. જે પાછલા ત્રીસ વર્ષની રાજ્યની એવરેજ ૮૩૧ મીમીની સરખામણીએ ૧૩૫.૦૫ ટકા છે.

Related posts

આગામી શનિ-રવિ સહિત તમામ જાહેર રજાના દિવસે ગુજરાતની તમામ RTO કચેરીઓ ચાલુ રહેશે…

Charotar Sandesh

પોલીસનો નવતર પ્રયાસ : દિવાળી પર ટ્રાફિકના નિયમો તોડનારને પોલીસે મેમો નહીં પણ ફુલ આપ્યું

Charotar Sandesh

રાજ્યની અનેક કોલેજોએ પોતાના કોર્સ અને કોલેજ બંધ કરવા માટે જીટીયુમાં કરી અરજી

Charotar Sandesh