આણંદ જિલ્લામાં ૧૫ કેસો, ખેડા જિલ્લામાં ૨૫ કેસો નોંધાતા તંત્ર એલર્ટ…
ગાંધીનગર : ગુજરાત રાજ્યમાં કોરોના કેસમાં મોટો વધારો થઇ રહ્યો છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ વકરેલો કોરોના દિન પ્રતિદિન આગળ જ વધી રહ્યો છે. રાજ્યના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર છેલ્લા ૨૪ કલાકમાં ૧૨૭૬ નવા કેસ સામે આવ્યા છે. જે સાથે રાજ્યમાં કુલ કેસનો આંકડો ૨,૮૨,૪૪૯ પર પહોચ્યો છે.
રાજ્યના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં ૩ લોકોનાં મૃત્યુ થયા છે. રાજ્યમાં આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા ૮૮૯ છે. ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યામ ૨,૭૨,૩૩૨ છે. રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા ૫૬૮૪ છે. જો કે હાલમાં રાજ્યમાં રસીકરણ ચાલુ છે.
-
રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં નોધાયેલા કેસની વિગત…
સુરત કોર્પોરેશન ૩૨૪, અમદાવાદ કોર્પોરેશન ૨૯૮, વડોદરા કોર્પોરેશન ૧૧૧, રાજકોટ કોર્પોરેશન ૯૮, સુરત ૭૧, જામનગર કોર્પોરેશન ૩૮, ખેડા-૨૫, આણંદ – ૧૫, પંચમહાલ-૨૫, ભાવનગર કોર્પોરેશન-૨૪, દાહોદ ૧૮, મહેસાણા ૧૮, વડોદરા ૧૮, કચ્છ ૧૫, રાજકોટ ૧૫, ગાંધીનગર કોર્પોરેશન-૧૪, ભરૂચ ૧૩, મહિસાગર ૧૩, નર્મદા ૧૩, સાબરકાંઠા ૧૩, ગાંધીનગર-૧૦, જામનગરમાં ૧૦, અમરેલી ૮, ભાવનગરમાં ૮, પાટણ ૭, છોટા ઉદેપુર અને મોરબીમાં ૬-૬ કેસ…