Charotar Sandesh
ગુજરાત

રાજ્યમાં ચોમાસાની શરૂઆત ૨૧મી જૂનથી થશે, ૯૬થી ૧૦૪ ટકા વરસાદની સંભાવના…

ગાંધીનગર : કોરોના મહામારી વચ્ચે ગુજરાતમાં ચોમાસાની શરૂઆતની જાહેરાત કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ચોમાસું ક્યારે બેસશે અને ક્યા સુધી રહેશે તેને લઈને આગાહીઓ કરવામાં આવી છે. હવામાન વિભાગના ડાયરેક્ટરે આજે ગુજરાતમાં સારા ચોમાસાના સંકેત આપ્યા છે. હવામાન વિભાગે જણાવ્યું કે ગુજરાતમાં ચોમાસાની શરૂઆત ૨૧મી જૂનથી થશે. રાજ્યમાં ત્યારથી વિવિવત રીતે ચોમાસું શરૂ થશે. આ વખતે વૈશ્વિક મહામારી અને બીજા અનેક પરિબળો અસર કરી ગયા છે. આ વર્ષે ગુજરાત સહિત દેશના દક્ષિણ-પશ્ચિમ ભાગમાં ૯૬ થી ૧૦૪ ટકા જેટલો વરસાદ થવાની સંભાવના છે.

ત્યારે હવામાન વિભાગે કહ્યું કે રાજ્યમાં ૨૧મી જૂનથી ચોમાસું શરૂ થશે અને એક સપ્તાહ ચોમાસું પાછળ ધકેલાયું છે. સામાન્ય રીતે જૂનના પહેલા કે બીજા અઠવાડિયામાં ચોમાસું ગુજરાતમાં બેસી જતું હોય છે. પરંતુ આ વખતે ચોમાસું મોડું છે. સાથે એવું પણ જણાવ્યું કે ગુજરાતમાં ચોમાસું એક સપ્તાહ પાછળ ધકેલાયું છે, તો વિદાય પણ મોડું લેશે. આમ હવામાન વિભાગે ગુજરાત સહિત આજે ભારતમાં ચોમાસા અંગે જાહેરાત કરી હતી.

ચાલું વર્ષે કોરોના મહામારી વચ્ચે હવામાન વિભાગના જણાવ્યા મુજબ આ વર્ષે ચોમાસું સામાન્ય રહેશે. ૧૬મે સુધીમાં આંદામાન પર ચોમાસું બેઠા પછી ૧ જૂન સુધીમાં કેરળમાં પણ ચોમાસું બેસી જાય તેવી ધારણા છે. મુંબઇ ખાતે ૧૧ જૂન સુધીમાં પહોંચનારો વરસાદ ૨૭ જૂન સુધીમાં દિલ્હી પહોંચી જાય તેવા પણ સંકેત છે.

Related posts

કોરોના વોરિયર્સ યાદીમાં કોમ્યુનિટી હેલ્થ ઓફિસરની બાદબાકી કરતાં રોષ…

Charotar Sandesh

પોલીસ બેડામાં પગાર મોડો થશે? મેસેજ મળતાં પોલીસકર્મીઓમાં ભારે ચકચાર…

Charotar Sandesh

રાજ્યમાં મહિલાઓ પર થતાં અત્યાચારો માટે સતત મદદ માટે હંમેશા તત્પર ૧૮૧ અભયમ હેલ્પલાઈન

Charotar Sandesh