લોકો અફવાઓ પર ધ્યાન ન આપે,મોટા ચાર શહેરોમાં રાત્રી કર્ફ્યૂ જ રહેશે…
ન્યુ દિલ્હી : રાજ્યમાં વધતા કોરોના વચ્ચે ૪ મહાનગરોમાં રાત્રી કરફ્યૂ આપવામાં આવ્યો છે. પરંતુ તે બાદ ચર્ચાઇ રહ્યું હતું કે રાજ્યમાં ફરીથી લોકડાઉન આવી શકે છે. આ વચ્ચે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મોટું નિવેદન આપ્યું છે. ગુજરાતમાં કરફ્યૂ અને લોકડાઉનની સ્થિતિ અંગે ઝ્રસ્ રૂપાણીએ જણાવ્યું હતુ કે, હાલ કરફ્યૂ બાબતમાં ૪ મહાનગરો માં રાત્રી કરફ્યૂ છે. કોરોનાએ મહામારીને રોકવા સરકાર કટિબદ્ધ છે. ઓછામાં ઓછા લોકો સંક્રમિત થાય અને લોકો ને સરરવાર મળે લોકો સજા થાય.
મુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યું કે રાજ્યમાં કોઇ પરિસ્થિતિ કોઈ ખરાબ નથી. તેમજ સરકારે માસ્ટર પ્લાન તૈયાર કર્યો છે. કોઈએ ગભરાવાની જરૂર નથી. લોકો માસ્ક પહેરે, જેનું પાલન કરે એ જરૂરી છે. કોઈ લોકડાઉન આવવાનું નથી. કોરોનાની સ્થિતી વકરે ત્યારે ઉચિત નિર્ણય કરીશું. લોકો એ અફવા માં આવવું નહીં. લોકો સાવચેતી રાખે. લોકોની સલામતીની જવાબદારી અમારી છે. તેમજ દિવસે કરફ્યૂ લાદવાની કોઇ વિચારણા નથી.
આ સિવાય અત્યારે વેકસીનની ટ્રાયલ છે રાજ્ય માં ૧૦૦૦ થી વધુ લોકો પર ટ્રાયલ થવાની છે વેકસીન ડિસ્ટ્રીબ્યુશન અંગે વડાપ્રધાનને મુખ્યમંત્રી પાસે થી મંતવ્યો મંગાવ્યા હતા. તેનું આયોજન થઈ રહ્યું છે. કેન્દ્ર સરકાર નક્કી કરશે તે મુજબ આગળ વધીશુ. હાલ ઉત્પાદન ૪ તબક્કામાં રસીનું વિતરણ થશે. જેમા ફ્રન્ટ લાઈન વોરિયર્સને પ્રથમ વેકસીન અપાશે. તે બાદ બીજા તબક્કામાં કોરોના વોરિયર્સ સફાઈ કમદાર રેવન્યુ સ્ટાફ અને પોલીસને અપાશે. ત્રીજા તબક્કામાં ૫૦ વર્ષથી વધુના લોકોને અપાશે, ચોથા તબક્કામાં ૫૦ વર્ષથી નીચેના અને જે કોમોરબીડ હોય તેમને અપાશે.
ઉલ્લેખનીય છે કે ગઇ કાલે લોકડાઉન અંગે ડ્ઢરૂઝ્રસ્ નીતિન પટેલે પણ નિવેદન આપ્યું હતું. સોશિયલ મીડિયામાં વહેતા થયેલા કરફ્યૂ અને લોકડાઉનના મેસેજો બાદ આજે મુખ્યમંત્રી નીતિન પટેલે પત્રકાર પરિષદ યોજીને જાહેરાત કરી હતી કે, રાજ્યના મહાનગરોમાં વીક એન્ડમાં દિવસે કર્ફ્યૂ લાદવાનો હાલ કોઈ વિચાર નથી. નીતિન પટેલે વિશે તેમણે કારણ આપતા જણાવ્યું હતું કે, રાજ્યમાં ગરીબો અને મધ્યમ વર્ગનું પણ વિચારવું પડે. નાના લોકોના ધંધાનું પણ વિચારવાનું હોય છે માટે આવી કોઇ અફવામાં રાજ્યના નાગરિકે ના આવવું જોઇએ.