Charotar Sandesh
ગુજરાત

રાજ્યમાં યોજાતા લગ્નપ્રસંગમાં દિવસે પોલીસની મંજૂરીની જરૂર નથી…

કોરોના મહામારીમાં યોજાતા લગ્નને લઇ પ્રદીપસિંહ જાડેજાએ આપી મોટી છૂટ, કહ્યું-

ગાંધીનગર : ગુજરાતમાં કોરોના મહામારી વચ્ચે લગ્ન સમારંભ પોલીસની પરવાનગી લઇ યોજવામાં આવી રહ્યા છે. જોકે લગ્ન સમારંભમાં તંત્ર દ્વારા ૧૦૦ લોકોને જ છૂટ આપવામાં આવી છે. આ પહેલા લગ્ન સમારંભમાં ૨૦૦ લોકોને છૂટ આપવામાં આવી હતી. પરંતુ હવે લગ્ન પ્રસંગમાં મંજૂરી મામલે પ્રદીપસિંહએ મહત્વનું નિવેદન આપતા કહ્યું છે કે, દિવસે યોજાનારા લગ્નપ્રસંગમાં પોલીસની મંજૂરીની જરૂર નથી. લગ્ન પ્રસંગમાં મંજૂરી મામલે ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા કહ્યું કે, રાજ્યમાં યોજાતા લગ્નપ્રસંગમાં દિવસે પોલીસની મંજૂરીની જરૂર નથી.
પરંતુ લગ્ન પ્રસંગમાં વરઘોડા અને બેન્ડવાજા પર પ્રતિબંધ યથાવત રહેશે. ત્યાં જ કર્ફ્યૂગ્રસ્ત વિસ્તારમાં આયોજન ન કરવા પણ તેમને સૂચના આપી છે. આ દરમિયાન પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું કે, રાજ્યમાં કોરોના સંક્રમણ અટકાવવા જરૂરી સૂચના આપી દેવામાં આવી છે. દરમિયાન રાજકોટમાં બનેલી ઘટના પ્રત્યે દુઃખ વ્યક્ત કરતા પ્રદીપસિંહે કહ્યું કે, એ.કે. રાકેશ આ મામલે ૩ દિવસમાં અહેવાલ રજૂ કરશે. અને તપાસ માટે જીૈં્‌ની રચના કરાઈ છે. ઘટનામાં બેદરકારી અને આગના કારણોની તપાસ થશે.
જોકે કોરોના મહામારીને ધ્યાનમાં રાખી તંત્ર દ્વારા લગ્ન સમારંભોમાં કેટલા લોકો જાય છે અને ત્યાં જાનૈયાથી લઇ અન્ય લોકો માસ્ક પહેરી રહ્યા છે કે નહી તથા સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવામા આવે છે કે નહી તેનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. જો લગ્ન સમારંભ દરમિયાન કોરોના ગાઈડલાઈન પ્રમાણે માસ્ક, સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન ન નહી કરનારા લોકોને દંડ પણ ફટકારવામાં આવશે.

Related posts

કડીની હોસ્પિટલમાં એક્સપાયરી ડેટ વાળા રેમડેસિવિરનો વેપલો કરતી નર્સ ઝડપાઇ…

Charotar Sandesh

અત્યાર સુધી સ્ટેચ્યુ ઓફ યુનિટીની ૫૦ લાખ લોકોએ મુલાકાત કરી…

Charotar Sandesh

રાજ્યના પોલીસકર્મીઓને સ્વાસ્થ્યનું નિયમિત ચેકઅપ કરાવવા ડીજીપીનો આદેશ…

Charotar Sandesh