Charotar Sandesh
ગુજરાત

રાજ્યમાં રોજના ૩,૦૦૦ કોરોનાના ટેસ્ટ થાય છે, ક્ષમતા વધારવા પ્રયાસો ચાલુ : ડો. જયંતિ રવિ

ગાંધીનગર સરકારી મેડિકલ કોલેજ ખાતે એક લેબ શરૂ કરવાની મંજૂરી…

લેબમાં કરાતા ટેસ્ટના રિપોર્ટ એક જ દિવસમાં આવી જાય તેવી ક્ષમતાનું નિર્માણ પણ કરાયું…

ગાંધીનગર : આરોગ્ય અગ્રસચિવ ડો જયંતી રવિએ જણાવ્યું છે કે રાજ્યમાં કોરોના વાયરસ સંક્રમિત વ્યક્તિઓની તપાસ માટે કરવામાં આવતા ટેસ્ટની સંખ્યા ઉત્તરોત્તર વધારવામાં આવી છે

આ સંદર્ભ માં તેમણે કહ્યું કે ૧ એપ્રિલના રોજના ૧૦૦ ટેસ્ટથી શરુ કરીને ૨૩ એપ્રિલ સુધીમાં રોજના ૨૯૬૩ ટેસ્ટ કરવામાં આવેલા છે. જોકે હોટ સ્પોટ વિસ્તારમાં સંક્રમણ ડામવા માટે એગ્રેસિવ ટેસ્ટીંગને લીધે ૨૦ એપ્રિલે ૪૨૧૨ સેમ્પલ લેવાયા જેના લીધે લેબમાં બેકલોગ વધી ગયો હતો. આ પછી સ્ટ્રીમલાઈન કરી ક્ષમતા મુજબ ટેસ્ટ કરવામાં આવે છે.

તેમણે કહ્યું કે મુખ્ય મંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્યમાં દરેક જિલ્લાના નાગરિકોને આવા ટેસ્ટથી આવરી લઈ કોરોનાનો વ્યાપ અટકાવવા અપનાવેલા વ્યૂહને પગલે રાજ્યના બધા જિલ્લાઓ માંથી ૧૦૦ -૧૦૦ સેમ્પલ ટેસ્ટ કરવામાં આવતા એક જ દિવસમાં ૪૨૧૨ ટેસ્ટ કરવામાં આવ્યા હતા.

રાજ્યમાં આવા ટેસ્ટ માટે ૧૫ સરકારી અને ૪ ખાનગી મળીને ૧૯ લેબોરેટરી દરરોજના કુલ ૩૦૦૦ ટેસ્ટની ક્ષમતા સાથે કાર્યરત છે. આ લેબોરેટરીમાં કરવામાં આવતા ટેસ્ટના રિપોર્ટ એક જ દિવસમાં આવી જાય તેવી ક્ષમતા નિર્માણ પણ કરવામાં આવ્યું છે એમ ડો.જયંતિ રવિ એ જણાવ્યું હતું

ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ દ્વારા વધુ એક લેબ ગાંધીનગર સરકારી મેડિકલ કોલેજ ખાતે શરૂ કરવાની મંજૂરી આપી દેવામાં આવી છે એમ પણ તેમણે જણાવ્યુ હતું. આ ઉપરાંત રાજ્યની તમામ મેડિકલ કોલેજમાં પણ લેબને મંજૂરી માટે આઈસીએમઆરને દરખાસ્ત કરી છે. સરકાર વધુને વધુ ટેસ્ટ કરવા માગે છે.

આરોગ્ય અગ્ર સચિવે કહ્યુકે રાજ્યમાં કોરોના અંગેના ટેસ્ટ પૂર્વે પ્રારંભિક લક્ષણો ધરાવતા વ્યક્તિઓ ને ત્વરાએ શોધી શકાય તે માટે રેપિડ એન્ટી બોડી ટેસ્ટ કીટ નો પણ વ્યાપક ઉપયોગ કરીને રાજ્યના ૩૦ જેટલા જિલ્લામાં આવા સર્વેલન્સ ટેસ્ટ શરૂ કરી દેવામાં આવ્યા છે. આ જ રીતે પીસીઆર ટેસ્ટ માટે પણ પચાસ હજાર કિટ છે તેનો સપ્લાય કેન્દ્રમાંથી જરૂર મુજબ આવે છે. રેપીડ એન્ટી બોડી ટેસ્ટ માટે ૨૪ હજાર કીટ ભારત સરકાર તરફથી ગુજરાતને આપવામાં આવી છે એમ તેમણે કહ્યું હતું.

Related posts

ધોરણ.૧૦ની બોર્ડની પરીક્ષાના રિ-ચેકિંગમાં બોર્ડનો ભાંડો ફૂટયો…

Charotar Sandesh

માધવસિંહ મિત્ર વર્તુળો અને પુસ્તકોથી હમેશા ઘેરાયેલા રહેતા હતા : શંકરસિંહ વાઘેલા

Charotar Sandesh

રાજ્યની ગ્રા.મા.અને ઉ.મા.સ્કૂલોના બિન શૈક્ષણિક કર્મચારીઓના સંખ્યાબળમાં ફેરફાર…

Charotar Sandesh