Charotar Sandesh
ગુજરાત

રાજ્યમાં વાવાઝોડાના પગલે તૈનાત કરાઈ એનડીઆરએફની ૧૧ ટીમો : મુખ્યપ્રધાન રૂપાણી

ગાંધીનગર : એક બાજુ રાજ્યમાં કોરોનાનો કહેર પ્રવર્તી રહ્યો છે, ત્યારે હવે ગુજરાત પર વાવાઝોડાંનું સંકટ ઊભું થયું છે. અરબી સમુદ્રમાં ડીપ ડિપ્રેશન સક્રિય થયું છે અને તે સૌરાષ્ટ્ર અને કચ્છ તરફ આગળ વધી રહ્યું છે, રાજ્યમાં વાવાઝોડાના તોળાઈ રહેલા સંકટ વચ્ચે રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ ડીઝાસ્ટર વિભાગના અધિકારીઓ સાથે યોજી. જેમા મહેસૂલ પ્રધાન કૌશિક પટેલ સહિત રાજ્યના ડીપીજી પણ હાજર રહ્યા.

રાજ્યમાં વાવાઝોડાના કારણે ૧૧ એનડીઆરએફની ટીમને તૈનાત કરાઈ છે. તો વાવાઝોડા પર નજર રાખવા માટે હવામાન વિભાગને સૂચના આપવામાં આવી છે. ગુજરાતમાં કોરોનાના કેર સતત વધી રહ્યો છે ત્યાં હવે નિસર્ગ વાવાઝોડાનું સંકટ ઘેરાયું છે. દક્ષિણ પૂર્વ નજીક પૂર્વ-મધ્ય અરબી સમુદ્રમાં લો પ્રેશર ડિપ્રેશનમાં પરિવર્તિત થયુ છે. ૧૨ કલાકમાં ડિપ્રેશન ડીપ ડીપ્રેશનમાં પરિવર્તિત થશે..આગામી ૨૪ કલાકમાં તે વાવાઝોડામાં પરિવર્તિત થઈ જશે.જે દક્ષિણ ગુજરાતના દરિયા કિનારા તરફ ધીમે ધીમે આગળ વધશે.

સુરતના દરિયા કિનારાથી ૯૨૦ કિલો મીટર દૂર ડિપ્રેશન જોવા મળ્યુ છે.. હવામાન વિભાગના મતે ‘સાયક્લોનની તીવ્રતામાં વધારો થવાનો અંદાજ છે. રાજ્ય સરકાર પૂરતી તકેદારી રાખે તે હિતાવહ છે. આ સાયક્લોનની તીવ્રતા કેટલી હશે તે અંગે હાલમાં કંઇ પણ હવે મુશ્કેલ છે. જૂનના ગુજરાતના સમુદ્રમાં ૯૦થી ૧૦૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઇ શકે છે. જેના પગલે માછીમારોને ૩૧ મે સુધીમાં પરત આવી જવા અને ૪ જૂન સુધીમાં દરિયો નહીં ખેડવાની સલાહ આપવામાં આવેલી છે.

Related posts

ગુજરાત ભયંકર કોરોના મહામારીના ત્રીજા સ્ટેજમાં પહોચ્યું : રાજ્યમાં કુલ ૩૦ કેસ : ઘરમાં રહો…

Charotar Sandesh

પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ ૧૯મીથી ત્રણ દિવસના સૌરાષ્ટ્ર પ્રવાસે…

Charotar Sandesh

પાંચ હજારથી વધુ લોકોએ ૩ મિનિટથી વધુ સમય ત્રાડાસન યોગ કરીને વિશ્વવિક્રમ સર્જીયો…

Charotar Sandesh