Charotar Sandesh
ગુજરાત

રાજ્યમાં વેપારીઓની માંગને લઈ દિવસના કર્ફ્યુ અંગે સીએમ વિજય રૂપાણી દ્વારા મહત્ત્વનું નિવેદન..

ગાંધીનગર : ગુજરાતમાં કોરોનાના સતત વધી રહેલા કેસોમાં સરકાર દ્વારા સંક્રમણને રોકવા અને જે લોકો સંક્રમીત થયા છે તેમની સારવાર માટેની પુરતી તૈયારી કરી જ છે અને રાજયના લોકોને કોઈ પેનીક ગભરાટ રાખવાની જરૂર નથી પણ સાવચેતી રાખે તે જરૂરી છે.

રાજ્યમાં દિવસનો કફર્યુ નહી આવે : કોઈ ગભરાટની જરૂર નથી : મુખ્યમંત્રી વિજય રૂપાણી

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગાંધીનગરમાં પત્રકારો સાથેની વાતચીતમાં ફરી એક વખત જણાવ્યું હતું કે રાજયમાં લોકડાઉન આવશે નહી. તેની તે ચિંતા કરવાની જરૂર નથી પણ સંક્રમણને રોકવા માટે સરકારે જે નિયંત્રણો મુકયા છે તેનું પાલન થાય તે જોવા તંત્રને ખાસ તાકીદ કરવામાં આવી છે.

સીએમ રૂપાણીએ કહ્યું કે રાજ્યમાં દિવસના ભાગમાં પણ કર્ફયુ લાદવાની કોઈ યોજના નથી. કોરોના સામે લોકો માસ્ક પહેરે તથા સોશ્યલ ડીસ્ટન્સ થાય છે અને જેઓને વેકસીન આપવામાં આવી રહી છે તેમાં વેકસીન લઈ લે તે સૌથી મોટી સાવચેતી છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે હાલ જે કોરોનાના કેસ છે તેના કરતા પાંચ ગણી બેડ અને તમામ સુવિધા સાથેની તૈયારી અગાઉ જ કરી દેવામાં આવી છે.

Related posts

PUCના દરમાં વધારો : ટૂ વ્હીલર માટે ૩૦ અને ફોર વ્હીલર માટે ૮૦ ચૂકવવા પડશે…

Charotar Sandesh

ગુજરાતમાં ગાત્રો થીજવી દે તેવી ઠંડી… માઈનસ ૨ ડિગ્રીથી આબુ ઠૂઠવાયું…

Charotar Sandesh

અમદાવાદમાં કોરોના પર કંટ્રોલ : ખાનગી હોસ્પિટલમાં માત્ર ૧૮૯ દર્દી જ સારવારમાં છે…

Charotar Sandesh