Charotar Sandesh
ગુજરાત

રાજ્યમાં હેલ્મેટનો નવો કાયદો અમલી બનશે : પાલન નહીં થાય તો ચલણ કપાશે…

હેલ્મેટનો નવો નિયમ તારીખ ૦૧-૦૬-૨૦૨૧થી લાગુ થશે…

ગાંધીનગર : ગુજરાતમાં હેલ્મેટનો નવો કાયદો અમલી બનશે, જે અનુસાર આગામી જૂન મહિનાથી જેવું તેવું હેલ્મેટ પહેરીને વાહન ચલાવી શકાશે નહીં, કેન્દ્રના પરિવહન વિભાગ દ્વારા ખાસ પ્રકારનું હેલ્મેટ જ પહેરવાનો આદેશ કર્યો છે. એ જોતાં વાહનચાલકોએ ફરી એકવાર હેલ્મેટ બદલવું પડશે, નહીં તો દંડ ભરવો પડશે. રાજ્યનાં ચાર મોટાં શહેરો અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરતમાં હેલ્મેટનો નવો કાયદો આવશે. નવો કાયદો ૦૧-૦૬-૨૦૨૧ અમલી બનશે.
આ માટે વાહનવ્યવહાર કમિશનરની કચેરી દ્વારા પોલીસ મહાનિર્દેશક અને ચારેય શહેરના પોલીસ કમિશનરને ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઇવેઝના .૦. એસઓ ૪૨૫૨ તા.. ૨૬-૧૧-૨૦૨૦ની નકલ મોકલી આપવામાં આવી છે,જે મુજબ આ હુકમથી ટૂ-વ્હીલર વાહનચાલકો માટે હેલ્મેટ સ્ટાન્ડર્ડ માર્ક આઈએસ ૪૧૫૧ઃ ૨૦૧૫ ધરાવતા હોવાની જોગવાઈ કરવામાં આવી છે. આ હુકમનો અમલ ૦૧-૦૬-૨૦૨૧થી કરાવવાનો રહેશે. આ તારીખથી આઇએસ ૪૧૫૧ વગરનું હેલ્મેટ માન્ય નહીં ગણાય. સડક પરિવહન તથા રાજમાર્ગ મંત્રાલયે દેશમાં વધી રહેલી માર્ગ અકસ્માતની ઘટનાઓને ધ્યાને લઈને હવે બાઈક ચલાવવાના નિયમમાં તાજેતરમાં મોટા અને મહત્ત્વના ફેરફાર કર્યા છે.
સરકારે બાઈક રાઈડર્સને માર્ગ અકસ્માતમાંથી બચાવવા માટે કેટલાક નવા નિયમ તૈયાર કર્યા છે. આ અંગે મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવેએ એક ગાઈડલાઈન્સ તૈયાર કરી છે. બાઈકચાલકની સાથોસાથ પાછળ બેસનારી કેટલીક વ્યકિત માટે પણ નિયમ તૈયાર કરવામાં આવ્યા છે. સુરક્ષાના પગલાને ધ્યાને લઈને નિયમમાં ફેરફાર કરવામાં આવ્યા છે. જો એનું પાલન નહીં થાય તો ચલણ કપાશે.

Related posts

રાંધણગેસના એલપીજી સિલિન્ડરના ભાવમાં રૂ. ૫૦નો વધારો, આજથી આ ભાવ લાગુ

Charotar Sandesh

આજે દેશભરમાં કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન : ગાંધીનગર ખાતે ગુજરાત કોંગ્રેસના દેખાવો…

Charotar Sandesh

રાજ્યના ૧૯૫ તાલુકાઓમાં મેઘાની ધમાકેદાર બેટિંગ : ૨૦૬ ડેમોમાં ૪૫.૮૫ ટકા પાણી સંગ્રહાયો…

Charotar Sandesh