Charotar Sandesh
ગુજરાત

રાજ્ય મહિલા મંત્રી વિભાવરીબેન દવે થયા કોરોના સંક્રમિત…

ગાંધીનગર : ગુજરાતમાં કોરોના વાયરસ સામાન્ય લોકોની સાથો સાથ હવે રૂપાણી સરકારના મંત્રીઓને પણ પોતાના ઝપાટામાં લેવા લાગ્યો છે. હવે કોરોના વાયરસની ઝપેટમાં રાજ્ય સરકારના મહિલા મંત્રી પણ આવ્યા છે. રાજ્ય સરકારના વિભાવરી દવેનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. વિભાવરી દવે હાલ સારવાર હેઠળ છે. વિભાવરી બહેને પોતે જ આ માહિતી ટિ્‌વટ દ્વારા આપી છે. આ અહેવાલ આવતા વિભાવરી દવેના સમર્થકો અને પરિવાર જનોમાં ચિંતિત બન્યા છે. હાલ કોરોના વાયરસ ગુજરાતભરમાં ફરી એકવાર સનસનાટી મચાવી રહ્યો છે.
કોરોનાની આ બીજી વેવમાં ગુજરાત રાજ્ય કક્ષાના મંત્રી વિભાવરીબેન દવે કોરોના સંક્રમિત થયા છે. તેમને સારવાર માટે શહેરની યુ.એન. મહેતા હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. કોરોના સંક્રમિત થયા હોવા અંગેની જાહેરાક ખુદ મંત્રીએ ટ્‌વીટ કરીને કરી હતી. વિભાવરી દવેએ ટિ્‌વટ કરીને કહ્યું હતું કે – આજ રોજ મારો કોવિડ (કોરોના) ટેસ્ટ પોઝિટિવ આવ્યો હોવાથી મારા સંપર્કમાં આવેલા તમામ લોકોને સેલ્ફ આઇસોલેટ થવા અને ટેસ્ટ કરાવે.
પોતે સ્વસ્થ છે તેની ખાત્રી કરાવી લેવા અનુરોધ કરું છું. આપ સૌની શુભેચ્છા અને આશીર્વાદથી હાલ મારી તબિયત સ્વસ્થ છે. વિભાવરી દવે પહેલા પણ રૂપાણી સરકારના અનેક ધારાસભ્યો અને મંત્રીઓ કોરોનાગ્રસ્ત થઈ ચુક્યાં છે. જાહેર છે કે, દિવાળી બાદ રાજ્યમાં જીવલેણ કોરોના વાયરસના દર્દીઓમાં વધારો તથા સરકારી તંત્ર દોડતું થયું છે. ગુજરાત રાજ્યમાં પરિસ્થિતિ વધુ ગંભીર બની છે.

Related posts

રાજ્યના ૭૭ આઇએએસ અધિકારીઓની સાગમટે બદલી : વહીવટી માળખામાં ફેરફાર…

Charotar Sandesh

નરેશ પટેલની કોંગ્રેસમાં એન્ટ્રીની ચર્ચા વચ્ચે પાટીદારોને રીઝવવા ભાજપે ઘડ્યો એક્શન પ્લાન, જુઓ

Charotar Sandesh

ગઢડા મંદિર વિવાદ : ડીવાયએસપી મને પગે લાગી માફી માંગે તો હું કદાચ માફ કરી દઉ…

Charotar Sandesh