Charotar Sandesh
ઈન્ડિયા

રાષ્ટ્ર નિર્માણમાં મોટી ભૂમિકા નિભાવે છે પ્રામાણિક ટેક્સપેયર : વડાપ્રધાન મોદી

વડાપ્રધાને ટ્રાન્સપરન્ટ ટેક્સેશન ઓનરિંગ ધ ઓનેસ્ટ પ્લેટફોર્મ શરૂ કર્યું
ભારતમાં ટેક્સ સિસ્ટમના નવા અધ્યાયની શરૂઆત,કરદાતાને શંકાની નજરે ન જોવા જોઈએ,ફેસલેસ સ્ટેટમેન્ટ, ફેસલેસ અપીલ અને ટેક્સપેયર્સની ચાર્ટરની શરૂઆત
હવે દેશનો કોઈપણ અધિકારી કેસની તપાસ કરી શકશે,કોર્ટની બહાર જ સમાધાન કરવા પર ફોકસ,દેશમાં સતત નવા રિફોર્મ કરવામાં આવી રહ્યા છે,કરદાતાના યોગદાનથી દેશ ચાલે છે, ૧૩૦ કરોડમાંથી દોઢ કરોડ લોકો જ ટેક્સ ભરે છે,શોર્ટ કટ અપનાવવો ન જોઈએ
વડાપ્રધાનના આડકતરી રીતે મનમોહનસિંહ પર પ્રહાર, પહેલા મજબૂરી અને દબાણમાં લેવાતા હતા નિર્ણયો : નવી ફેસલેસ ટેક્સ સ્ક્રૂટિનીનો અમલ શરૂ, ફેસલેસ અપીલનો ૨૫ સપ્ટે.થી અમલ થશે

ન્યુ દિલ્હી : ઈમાનદાર કરદાતાઓને પ્રોત્સાહન અને ટેક્સ સિસ્ટમમાં પારદર્શિતા વધારવા માટે પીએમ મોદીએ ગુરુવારે એક નવા ખાસ પ્લેટફોર્મની શરૂઆત કરી હતી. આ પ્લેટફોર્મનું નામ ટ્રાન્સપેરેન્ટ ટેક્સેશનઃ ઓનરિંગ ધ ઓનેસ્ટ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે પીએમ મોદીએ કહ્યું કે, આ પ્લેટફોર્મ ૨૧મી સદીની ટેક્સ સિસ્ટમની શરૂઆત છે. જેમાં ફેસલેસ એસેસમેન્ટ-અપીલ અને ટેક્સ પેયર્સ ચાર્ટર્સ જેવા મોટા રિફોર્મ સામેલ છે.
તમને જણાવી દઈએ કે, નવા ટેક્સ પ્લેટફોર્મ હેઠળ કરદાતાને ફેસલેસ એસેસમેન્ટ, ટેક્સ પેયર્સ ચાર્ટર, ફેસલેસ અપીલની સુવિધા મળશે. સાથે જ હવે ટેક્સ ભરવામાં સરળતા રહેશે, અને ટેકનિકલ સહાયતાથી લોકોમાં ભરોસો પણ બેસશે.
એક સમય હતો જ્યારે રિફોર્મની વાતો થતી હતી, દબાણમાં લેવાયેલા નિર્ણયને પણ રિફોર્મ કહેવાતા હતા. હવે આ વિચાર અને એપ્રોચ બદલાઈ ગયા છે. આપણા માટે રિફોર્મનો અર્થ એ છે કે તે નીતિ આધારિત હોય, ટુકડામાં ન હોય અને એક રિફોર્મ બીજા રિફોર્મનો આધાર બને. એવું પણ નથી કે એકવાર રિફોર્મ કરીને અટકી ગયા. ઈઝ ઓફ ડુઈંગમાં ઘણા વર્ષ પહેલા ૧૩૪માં નંબરે હતા, હવે ૬૩માં નંબરે આવી ગયા છીએ. તેની પાછળનું કારણ રિફોર્મ્સ છે.
પીએમ મોદીએ કહ્યું કે, હવે ઓળખાણનો મોકો ખતમ થઈ ગયો છે, ટ્રાન્સફર પોસ્ટિંગના મામલામાં રાહત મળશે. તો ટેક્સ સાથે જોડાયેલાં મામલાઓની તપાસ અનેઅપીલ બંને ફેસલેસ થશે. હવે આયકર વિભાગને ટેક્સપેયરનું સન્માન કરવું જરૂરી હશે. પીએમ મોદીએ કહ્યું કે, ટેક્સપેયર્સના યોગદાનથી જ દેશ ચાલે છે અને તેનાથી જ વિકાસનો મોકો મળે છે.
પીએમ મોદીએ કહ્યું કે, અમુક સુવિધા અત્યારથી જ લાગુ કરી દેવામાં આવી છે, જ્યારે તમામ સુવિધાઓ ૨૫ સપ્ટેમ્બરથી શરૂ થશે. છેલ્લા ઘણા સમયથી અમે આ મુદ્દાઓ પર ફોકસ કર્યું છે. આ નવી યાત્રાની શરૂઆત છે. હવે પ્રામાણિકનું સન્માન થશે, એક પ્રામાણિક ટેક્સપેયર રાષ્ટ્ર નિર્માણમાં ભૂમિકા ભજવે છે. આજથી શરૂ થઈ રહેલી નવી વ્યવસ્થાઓ, નવી સુવિધાઓ મિનિમમ ગવર્નેમેન્ટ-મેક્સિમમ ગવર્નનેંસને આગળ વધારે છે. પીએમ મોદીએ કહ્યું કે, તેનાથી સરકારની દખલગીરી ઓછી થશે.
પીએમ મોદીએ કહ્યું કે, હવે ખોટી રીતો યોગ્ય નથી અને શોર્ટ કટ અપનાવવો ન જોઈએ. દરેકને કર્તવ્યભાવથી આગળ વધતાં કામ કરવું જોઈએ. પોલિસી સ્પષ્ટ થવી, ઈમાનદારી પર ભરોસો, સરકારી સિસ્ટમમાં ટેક્નોલોજીનો પ્રયોગ, સરકારી સિસ્ટમમાં ટેક્નોલોજીનો પ્રયોગ, સરકારી મશીનરીનો યોગ્ય કરવો અને સન્માન કરવું. પહેલાં રિફોર્મની વાતો થતી હતી, અમુક નિર્ણયો મજબૂરી અને દબાણમાં લેવાતા હતા. જેનાથી પરિણામ મળતા ન હતા.
પીએમ મોદીએ જણાવ્યું કે, ૨૦૧૨-૧૩માં જેટલાં ટેક્સ રિટર્ન્સ થતા હતા અને તેની સ્ક્રૂટીની થહી હતી, આજે તેનાથી ખુબ જ ઓછી છે. કેમ કે અમે ટેક્સપેયર્સ પર ભરોસો કર્યો છે. પીએમ મોદીએ કહ્યું કે, આજે ૧૩૦ કરોડો લોકોમાંથી ફક્ત દોઢ કરોડ જ લોકો ટેક્સ ભરી રહ્યા છે. અને આ સંખ્યા ખુબ જ ઓછી છે. દરેક વ્યક્તિએ તેના પર ચિંતન કરવું પડશે, તેનાથી જ દેશ આત્મનિર્ભર તરફ આગળ વધશે. સાથે પીએમ મોદીએ કહ્યું કે, ૧૫ ઓગસ્ટથી જ લોકો ટેક્સ ભરવાનો સંકલ્પ કરે.
પીએમ મોદીએ કહ્યું કે, આજે દેશમાં સતત રિફોર્મ કરવામાં આવી રહ્યા છે, ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસની રેંકિંગમાં દેશ આગળ વધી રહ્યો છે. કોરોના સંકટમાં પણ દેશમાં રેકોર્ડ હ્લડ્ઢૈંનું આવવાનું તેનું ઉદાહરણ છે. દેશની સાથે કપટ કરનાર અમુક લોકોની ઓળખાણ માટે અનેક લોકોને પરેશાનીમાંથી પસાર થવું પડ્યું છે, તેવામાં સાંઠગાંઠની વ્યવસ્થા બનાવવામાં આવી. અને આ જ ચક્કરમાં બ્લેક-વ્હાઈટનો ઉદ્યોગ વધ્યો.
પીએમ મોદીએ કહ્યું કે, પહેલાં ૧૦ લાખનો મામલો પણ કોર્ટમાં ચાલતો હતો. પણ હવે હાઈકોર્ટ-સુપ્રીમ કોર્ટમાં જનાર મામલાઓની સીમા ક્રમશઃ ૧-૨ કરોડ રૂપિયા કરવામાં આવી છે. હવેનું ફોકસ કોર્ટ બહાર જ નિપટાવવા ઉપર હશે.
પીએમ મોદીએ કહ્યું કે, પહેલાં પોતાના શહેરનો અધિકારી જ મામલાને જોતો હતો, પણ હવે ટેક્નોલોજીને કારણે દેશનાં કોઈપણ ભાગનો અધિકારી કેસની તપાસ કરી શકશે. જો મુંબઈમાં કોઈ કેસ સામે આવે છે તો, તેની તપાસનો કેસ મુંબઈ છોડીને કોઈપણ શહેરની ટીમની પાસે જઈ શકે છે. આ આદેશનો રિવ્યૂ કોઈ બીજા શહેરની ટીમ કરશે. તેમજ ટીમમાં કોણ હશે તેનું પરિણામ પણ કોમ્પ્યુટરથી આપવામાં આવશે.

Related posts

મહારાષ્ટ્રમાં કોરોનાનો કહેર : ત્રણ દિવસમાં એક લાખ કેસ : ગમે ત્યારે લોકડાઉન જાહેર ?

Charotar Sandesh

જીયો પ્લેટફોર્મમાં અબુધાબી ઇન્વેસ્ટમેન્ટ ઓથોરિટીએ કર્યું ૫,૬૮૩.૫૦ કરોડ રૂપિયાનું રોકાણ…

Charotar Sandesh

હિંસક પ્રદર્શનો કરનારાઓની એવી હાલત કરીશું કે તેમની દસ પેઢીઓ યાદ રાખશેઃ યોગી

Charotar Sandesh