Charotar Sandesh
ઈન્ડિયા

રાહુલની ભવિષ્યવાણી : અઠવાડિયામાં દેશમાં કોરોનાના કેસ ૧૦ લાખને પાર પહોંચી જશે…

નવી દિલ્હી : દેશમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. દેશમાં દરરોજ ૨૫,૦૦૦થી વધારે કેસ સામે આવી રહ્યા છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી સરકાર પર આ મામલે સવાલ ઉભા કરી રહ્યા છે. રાહુલ ગાંધીએ મંગફ્રવારે ટ્‌વીટ કરીને કોરોનાના આંકડાને લઈને ભવિષ્યવાણી કરી છે.

રાહુલ ગાંધીએ ટ્‌વીટ કરીને જણાવ્યું છે કે, આ અઠવાડિયામાં આપણા દેશમાં કોરોના વાયરસના કેસની સંખ્યા ૧૦,૦૦,૦૦૦ને પાર થઈ જશે. નોંધનીય છે કે, સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા મુજબ દેશમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સંખ્યા ૯ લાખને પાર પહોંચી ગઈ છે. રાહુલ ગાંધીએ સરકારને સવાલ કર્યો છે કે, શું કોવિડ-૧૯ વિરુદ્ધની લડતમાં ભારત સારી સ્થિતિમાં છે. તેમણે ટ્‌વીટમાં એક ગ્રાફ પણ શેર કર્યો છે. જેમાં ભારતમાં કોરોના વાયરસના વધી રહેલા કેસની તુલના દુનિયાના અન્ય દેશની સાથે કરવામાં આવી છે.

Related posts

વડાપ્રધાન મોદીએ મ.પ્રદેશમાં આવાસ યોજના હેઠળ ૧.૭૫ લાખ ઘરોનું ઉદ્ધાટન કર્યું…

Charotar Sandesh

મહારાષ્ટ્રના નાસિકમાં ઓક્સિજન ટેન્ક લીક થતાં ૨૨ દર્દીઓના મૃત્યુ…

Charotar Sandesh

ભારતના મુસલમાનો દુનિયામાં સૌથી સંતુષ્ટ મુસલમાનો છે : મોહન ભાગવત

Charotar Sandesh