Charotar Sandesh
ઈન્ડિયા

રાહુલ ગાંધીએ વાયનાડમાં ભાજપ નેતાના પુત્રના પ્રવેશ માટે ભલામણ કરતાં કોંગ્રેસમાં ખળભળાટ…

તિરુવનંતપુરમ્‌ : વાયનાડથી સાંસદ રાહુલ ગાંધીએ ભાજપના નેતાના પુત્ર માટે કેન્દ્રીય વિદ્યાલયમાં પ્રવેશ માટે ભલામણ કરી. રાહુલ ગાંધીના આ પગલાંથી કેરળ કોંગ્રેસમાં હડકંપ મચી ગયો છે. કોંગ્રેસે તેના પર તપાસ કરવાની વાત કરી છે.
રાહુલ ગાંધીના આ પગલાં પર કોંગ્રેસ પાર્ટી એ વાતની તપાસ કરવાની વાત કરી રહી છે કે રાહુલ ગાંધીએ કેવી રીતે એક ભાજપના નેતાના પુત્રના નામ માટે કેન્દ્રીય વિદ્યાલયમાં પ્રવેશ માટે ભલામણ કરી નાખી. કોંગ્રેસ પાર્ટીના નેતાએ આ વાત જણાવી. કોંગ્રેસ વિધાયક આઈસી બાલાકૃષ્ણને કહ્યું કે પાર્ટીના કાર્યકરો ગુસ્સામાં છે અને તેમણે પાર્ટીને આ અંગે ફરિયાદ પણ કરી છે.
કોંગ્રેસના ધારાસભ્ય આઈસી બાલાકૃષ્ણને કહ્યું કે “જે રીતે ફરિયાદ સામે આવી છે, અમે યોગ્ય પગલું ભરીને તપાસ બેસાડી. તપાસ થઈ રહી છે કે આખરે આ કેવી રીતે બન્યું? તપાસ ખતમ થયા બાદ અમે આ મુદ્દો પાર્ટી નેતૃત્વ સામે ઉઠાવીશું.” કેન્દ્રીય વિદ્યાલયના નિયમો મુજબ, લોકસભા સાંસદ કેન્દ્રીય વિદ્યાલયમાં પ્રવેશ માટે દર વર્ષે નિર્ધારિત સંખ્યામાં નામોની ભલામણ કરી શકે છે.

Related posts

ઉત્તર પ્રદેશના મઉમાં સિલિન્ડર બ્લાસ્ટથી મકાન પડતાં ૧૨નાં મોત…

Charotar Sandesh

જમ્મુ-કાશ્મીરમાં આર્ટીકલ ૩૭૦ લાગૂ નહીં થાય ત્યાં સુધી કોઇ ચૂંટણી લડીશ નહીં : મુફ્તી

Charotar Sandesh

લોકસભા ચૂંટણી 2019: પાંચમાં તબક્કાના મતદાનના પાંચ અનોખા કિસ્સા

Charotar Sandesh