Charotar Sandesh
બોલિવૂડ

રિયાએ કહ્યું કે ઘરની EMI કેવી રીતે ભરીશ ? તો શ્વેતાસિંહએ આપ્યો જવાબ…

મુંબઈ : રિયા ચક્રવર્તીના ટીવી ચેનલમાં આવેલા ઈંટરવ્યુંને લઈને સતત સુશાંતસિંહ રાજપૂતના પરિવાર દ્વારા વિવિધ નિવેદનો આપવામાં આવ્યા છે. હાલમાં જ અભિનેતાની બહેન શ્વેતાસિંહ કીર્તિએ રિયાના ઈંટરવ્યુ સમયનો એક વીડિયો પોતાના ઈંસ્ટાગ્રામ પર શેર કર્યો છે. આ વીડિયોમાં રિયા ચક્રવર્તી કહી રહી છે કે મારી પાસે ખારમાં એક પ્રોપર્ટી છે. જે મેં સુશાંતને મળ્યા પહેલા ખરીદવાનો પ્રયત્ન કર્યો હતો. તેમની કિંમત જે મેં આપી હતી તે તે ૭૪ લાખ રૂપિયા હતી. જેમાં મેં ૫૦ લાખ રૂપિયાની એચડીએફસી બેંકમાંથી લોન લીધી હતી.
રિયા ચક્રવર્તીએ આગળ કહ્યું હતું કે આ પ્રોપર્ટીને લગતા તમામ ડોક્યુમેન્ટ ઈડીને આપી ચૂકી છું. આ બેંક લોન ભરવામાં આવી રહી છે. ૧૭ હજાર રૂપિયાની ઈએમઆઈ છે. જે હવે હું ક્યાંથી ભરીશ ખબર નથી. કારણ કે મારી જિંદગી સંપૂર્ણ રીતે ખરાબ થઈ ગઈ છે. રિયાના આ નિવેદન ઉપર સુશાંતસિંહ રાજપૂતની બહેન શ્વેતાસિંહ કીર્તિએ લખ્યું હ તું કે તને એ વાતની ચિંતા છે કે તું ઈએમઆઈના રૂ.૧૭ હજાર કંઈ રીતે ભરીશ ?
શ્વેતાસિંહ કીર્તિએ આગળ લખ્યુ હતું કે મહેરબાની કરીને મને જણાવશો કે તમે દેશના સૌથી મોંઘા વકીલને કેવી રીતે પૈસા આપી રહી છો. જેને તમે કેસ લડવા માટે રાખ્યા છે. શ્વેતાસિંહ કીર્તીની આ પોસ્ટ ઉપર લોકો કોમેન્ટ કરી પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. જણાવી દઈએ કે આ પહેલા પણ શ્વેતાસિંર કીર્તિ રિયા ઉપર ખોટુ બોલવાના આરોપ લગાવી ચૂકી છે.

Related posts

મને લોકોની સલાહથી કોઇ ફરક પડતો નથી : શ્રુતિ હાસન

Charotar Sandesh

હસીન જહાંએ શેર કર્યો મા કાળી અવતાર, લોકોએ કરી નેગેટીવ કોમેન્ટ…

Charotar Sandesh

સાચ્ચા હીરોઝની બાયો-ફિલ્મો બનવી જોઇએ : સિદ્ધાર્થ મલ્હોત્રા

Charotar Sandesh