Charotar Sandesh
ગુજરાત

રુપાણી સરકારે કર્મચારીઓને દર છ મહિને આપતા મોંઘવારી ભથ્થા સ્થગિત કર્યા…

ગાંધીનગર : લોકડાઉનના કારણે આર્થિક પ્રવૃત્તિઓ બંધ થઈ જતાં ગુજરાત સરકારની આવકમાં મોટો ફટકો પડ્યો છે. આ નુકસાન સરભર કરવા રાજ્ય સરકારના કર્મચારીઓના પગાર વધારા પર કાતર મૂકી દેવાઈ છે.

રાજ્યના કર્મચારીઓને દર છ મહિને મોંઘવારી ભથ્થામાં વધારો આપવામાં આવે છે તે સ્થગિત કરવાનો નિર્ણય લેવાયો છે. ગુજરાત સરકારે મોંઘવારી ભથ્થામાં વધારો ૧ જાન્યુઆરી, ૨૦૨૦થી ૧ જુલાઈ, ૨૦૨૧ સુધી ફ્રીઝ કરવાનો નિર્ણય કર્યો છે અને તેના કારણે રાજ્ય સરકારને રૂપિયા ૩૪૦૦ કરોડની બચત થશે.

આ પહેલાં મોદી સરકારે પણ આ પ્રકરાનો નિર્ણય લઈને ૧૯ મહિના માટે મોંઘવારી ભથ્થામાં વધારો સ્થગિત કરવાનો નિર્ણય લીધો હતો. તેના પગલે દેશનાં ઘણાં રાજ્યોમાં આ જ નિર્ણય લેવાયો હતો પણ ગુજરાત સરકારે જાહેરાત કરવાનું ટાળ્યું હતું. ગુજરાત સરકારે હવે એ જ પ્રકારની જાહેરાત કરતાં ગુજરાતમાં રાહત છે એવું માનતા સરકારી કર્મચારીઓને મોટો આંચકો લાગ્યો છે.

Related posts

ડોકટરોની હડતાલ સજ્જડ : સ્વાસ્થ્ય સેવાઓ વેરવિખેર… ઠેર-ઠેર દેખાવો-ધરણા-પ્રદર્શન…

Charotar Sandesh

મહારાષ્ટ્ર સરકાર સંકટમાં : શિવસેનાના એકનાથ શિંદે સહિત ૧૨ ધારાસભ્યો સંપર્ક વિહોણા : સુરતમાં રોકાયા હોવાની ચર્ચા

Charotar Sandesh

જયરાજસિંહ પરમારે કોંગ્રેસમાં રાજીનામું આપ્યું, હવે ભાજપ પાર્ટીમાં જોડાશે, પાટીલ સાથે ફોટો શેર કર્યો

Charotar Sandesh