Charotar Sandesh
ગુજરાત

રૂપાણીએ મહત્ત્વપૂર્ણ નિર્ણય : રાજ્યમાં હવે લગ્ન સમારંભમાં ૨૦૦ લોકો હાજર રહી શકશે…

ગાંધીનગર : રાજ્યમાં કોરોનાના કારણે હવે લગ્ન પ્રસંગો કેન્દ્રની ગાઈડલાઈન્સ મુજબ થઈ રહ્યા છે, પરંતુ એમાં અત્યારસુધી ૧૦૦ લોકોની મર્યાદા નિર્ધારિત કરાઈ હતી. જોકે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે અને રાજ્યમાં ૨૦૦ લોકોને લગ્નપ્રસંગમાં હાજરી આપવાની છૂટ આપવામાં આવી છે. જોકે એના માટે કોવિડ-૧૯ની ગાઈડલાઈન્સનું પાલન કરવું પડશે.
હવે તમે પહેલાંની જેમ ધામધૂમથી લગ્ન કરી શકશો. લગ્ન સમારંભોમાં ૨૦૦થી વધુ મહેમાનોને આમંત્રિત કરી શકાશે. ઇચ્છો તેટલા મહેમાન બોલાવી શકાશે. બસ, તમારે મહેમાનોથી બમણી ક્ષમતાવાળું સમારોહ-સ્થળ શોધવું પડશે, કેમ કે હવે લગ્નમાં કોઇપણ હૉલ કે લગ્નસ્થળની ૫૦ ટકા ક્ષમતા જેટલા મહેમાનો જ બોલાવી શકાશે.
કોરોનાના કારણે બંધ રહેલાં સામાજિક, સાંસ્કૃતિક, રાજકીય આયોજનો પણ આ રીતે શરૂ થઇ શકશે. ધારો કે તમે લગ્નમાં ૨૦૦ મહેમાનને આમંત્રિત કરી રહ્યા છો, તો સમારોહ સ્થળની ક્ષમતા ૪૦૦ મહેમાનની હોવી જોઇએ. કોરોનાના પગલે લોકડાઉન અને ત્યાર બાદ અનલોકની પ્રક્રિયા અંતર્ગત અગાઉ રોકાયેલા લગ્ન પ્રસંગોમાં હવે ગતિ આવે એવી શક્યતા છે. રાજ્યની રૂપાણી સરકારે લગ્ન પ્રસંગમાં હાજર રહેનારની સંખ્યા બમણી કરી દીધી છે, જે અગાઉ માત્ર ૧૦૦ હતી. હવે ૨૦૦ લોકો લગ્નપ્રસંગમાં આવી શકે તેવી છૂટ સરકાર દ્વારા આપવામાં આવી છે. જોકે આ છૂટછાટો આવતીકાલે ૩જી નવેમ્બરથી લાગુ થશે. બંધ હોલના કિસ્સામાં આવા પ્રસંગ માટે હોલની કેપેસિટી ૫૦ ટકા સુધી છૂટ અપાશે.
૨૨ માર્ચે જ્યારે જનતા કર્ફ્યુ લાગુ થયો હતો, એ પહેલાં જ દેશભરમાં રાજ્ય સરકારોએ ધાર્મિક, સાંસ્કૃતિક, એકેડમી, રમત-ગમત, મનોરંજન અને રાજકીય આયોજન પર પ્રતિબંધ લગાવી દીધો હતો. હવે એને ૨૧ સપ્ટેમ્બરે શરૂ કરવાની પરવાનગી અપાઈ હતી. ઓપન એર થિયેટરને પણ ૨૧ તારીખથી ખોલવાની છૂટ અપાઈ હતી, પણ આ કાર્યક્રમોમાં કેટલીક શરતો સાથે છૂટ હતી, જેમાં પ્રસંગોમાં ૧૦૦થી વધારે લોકો ભેગા નહીં થઈ શકે. પ્રસંગમાં હાજરી આપનારે માસ્ક પહેરવું ફરજિયાત હતું. ત્યાં સોશિયલ ડિસ્ટન્સિંગના ઉપાય કરવા જરૂરી હતા. ઉપરાંત આવી જગ્યાએ થર્મલ સ્ક્રીનિંગ અને હેન્ડ સેનિટાઈઝર કે હેન્ડ વોશની સુવિધા રાખવી ફરજિયાત હતી.

Related posts

કથિત લઠ્ઠાકાંડ મામલે CM અને ગૃહમંત્રીએ રાજીનામું આપી દેવું જોઈએ : આપ નેતા ઈસુદાન ગઢવી

Charotar Sandesh

હીરાબાની તબિયત સુધારા પર : સીએમ ભુપેન્દ્રભાઈ પટેલ યુએન મહેતા હોસ્પિટલ ખાતે પહોંચ્યા

Charotar Sandesh

દિવાળી પહેલા રાજ્યનાં તમામ બિસ્માર રસ્તાઓને રીપેર કરવા સરકારનો આદેશ…

Charotar Sandesh