Charotar Sandesh
ગુજરાત

રૂપાણી સરકારે બાજી મારી, સતત ચોથા વર્ષે વિદેશી રોકાણમાં દેશમાં પ્રથમ…

ગાંધીનગર : મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના દીર્ઘદ્રષ્ટ્રિપૂર્ણ નેતૃત્વમાં ગુજરાત ઔધોગિક રોકાણોમાં વર્ષ ૨૦૨૦-૨૧માં દેશના કુલ ફોરેન ડાયરેકટ ઇન્વેસ્ટમેન્ટ માંથી ૩૭% એફડીઆઈ મેળવી સતત ચોથા વર્ષે દેશભરના રાજ્યમાં ટોચ પર રહ્યું છે.
કોરોના સંક્રમણની પ્રવર્તમાન સ્થિતિમાં પણ સતત બીજા વર્ષે ગુજરાતે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના દિશાદર્શનમાં દેશભરમાં સૌથી વધું એફ.ડી.આઇ. મેળવવાની આ સિદ્ધી કરી છે.
આ નાણાકિય વર્ષ ૨૦૨૦-૨૧ દરમ્યાન ગુજરાતમાં મોટાભાગનું વિદેશી રોકાણ કમ્પ્યુટર સોટવેર અને હાર્ડવેર ક્ષેત્રમાં ૯૪% ટકા જેટલું આવ્યું છે. આ ક્ષેત્રમાં દેશમાં આવેલા કુલ રોકાણમાં એકલા ગુજરાતનો હિસ્સો જ ૭૮ % છે.
આ ક્ષેત્રે આવેલા એફ.ડી.આઇ.માં ગુજરાત પછીના ક્રમે રહેલા રાયોમાં કર્ણાટક માત્ર ૯ ટકા અને દિલ્હી પાંચ ટકા હિસ્સો ધરાવે છે. નાણાંકિય વર્ષ ૨૦૨૦-૨૧માં ૩૭ ટકા વિદેશી રોકાણ સાથે ગુજરાત સમગ્ર દેશમાં અગ્રિમ છે ત્યારબાદના ક્રમે રહેલા મહારાષ્ટ્ર્રમાં ૨૭ ટકા અને કર્ણાટક ૧૩ ટકા વિદેશી રોકાણ આવ્યું છે એટલે કે ગુજરાત મહારાષ્ટ્ર્ર કરતા ૧૦ % અને કર્ણાટક કરતા ૨૪% વધું વિદેશી મુડી રોકાણ સાથે સરકારની ઇન્ડસ્ટ્રી ફ્રેન્ડલી ટ્રાન્સપેરેન્ટ પોલીસી તથા વિવિધ ઇન્સેન્ટીવ્સના પરિણામે દેશ વિદેશના ઉધોગકારો માટે બેસ્ટ ચોઇસ ફોર ઇન્વેસ્ટમેન્ટ બન્યું છે.
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ પારદર્શી અને સ્વચ્છ પ્રશાસન સાથે રાયમાં ઊધોગોને વધુ પ્રમાણમાં પ્રેરિત કરવા ઇઝ ઓફ ડૂઈંગ બિઝનેસનો જે વ્યાપ વિસ્તાર્યેા છે. ઇન્ડસ્ટ્રી પોલિસી ર.૦ માં ઊધોગોને વ્યાપક પ્રોત્સાહન આપ્યું છે તેની ફલશ્રુતિએ કોરોના સંક્રમણના આ કપરા વર્ષેા દરમિયાન પણ રાયમાં આવેલા એફ.ડી.આઇ.માં માતબર વધારો થયો છે.
ભારતમાં ૨૦૧૯-૨૦ના વર્ષના ૭૪.૩૯ બિલિયન અમેરીકી ડોલર એફ.ડી.આઇ.ની તુલનાએ ૧૦ % વધું ૨૦૨૦-૨૧ દરમ્યાન અત્યાર સુધીનું સૌથી વધુ કુલ ૮૧.૭૨ બિલિયન અમેરિકી ડોલરનું એફડીઆઇ રોકાણ આવ્યું છે.
ભારત સરકારના વાણિય અને ઉધોગ મંત્રાલયે દેશમાં ફોરૈન ડાયરેકટ ઇન્વેસ્ટમેન્ટ અને વિવિધ રાયોના તેમાં પ્રદાન અંગેની વિગતો જારી કરતા એક યાદીમાં જણાવ્યું છે કે, ફોરેન ડાયરેકટ ઇન્વેસ્ટમેન્ટ (એફ.ડી.આઈ.)માં અસરકારક નીતિ સુધારણા, રોકાણની સુવિધા તેમજ સરળ વ્યવસાયિક નીતિઓને કારણે તેમજ સરકાર દ્રારા લેવામાં આવેલા અસરકારક પગલાઓના પરિણામે દેશમાં વિદેશી રોકાણમાં વધારો થયો છે. આવા વિવિધ પગલાઓને કારણે ભારત વિદેશી રોકાણકારોની પ્રથમ પસંદગી બની રહ્યું છેતેમ પણ આ યાદીમાં જણાવાયું છે.
દેશમાં વિદેશી મૂડી રોકાણ ૮૧.૭૨ અબજ ડોલરની સર્વેાચ્ચ સપાટીએ પહોંચ્યું છે તેમાં સિંગાપોરનો હિસ્સો ૨૯ ટકા જેટલો છે. અમેરિકા ૨૩ ટકા હિસ્સા સાથે બીજા નંબરે છે. આ જ રીતે મોરેસિયસ ત્રીજા ક્રમે છે. નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦માં પણ સિંગાપોર ૧૪.૬૭ અબજ ડોલરના રોકાણ સાથે પ્રથમ નંબરે હતું. યારે બીજા સ્થાને ૮.૨૪ અબજ ડોલરના રોકાણ સાથે મોરેસિયસ હતું. નેધરલેન્ડ ૬.૫ અબજ ડોલરના રોકાણ સાથે ત્રીજા અને અમેરિકા ૪.૨૨ અબજ ડોલરના રોકાણ સાથે ચોથા સ્થાને હતું.
૨૦૨૦-૨૧માં વિદેશી રોકાણમાં ભારતમાં જોરદાર ઉછાળો આવ્યો છે અને ૮૧.૭૨ અબજ ડોલરની સર્વેાચ્ચ સપાટીએ પહોંચ્યું છે. સરકારી સૂત્રોએ આપેલી માહિતી પ્રમાણે નાણાકીય વર્ષ ૨૦૨૧માં દેશમાં સૌથી વધુ રોકાણ ગુજરાતમાં ૩૭ ટકા જેટલું નોંધાયું છે. યારે ૨૭ ટકા સાથે મહારાષ્ટ્ર્ર બીજા અને ૧૩ ટકા સાથે કર્ણાટક ત્રીજા સ્થાને છે. દેશમાં કોમ્પ્યુટર સોફટવેર અને હાર્ડવેર ક્ષેત્રમાં આવેલા કુલ વિદેશી રોકાણનો ૭૮ ટકા હિસ્સો એકલા ગુજરાતમાં આવ્યો છે. ૨૦૧૯-૨૦માં મહારાષ્ટ્ર્ર ૩૦ ટકા સાથે પ્રથમ નંબરે હતું યારે ૧૮ ટકા સાથે કર્ણાટક બીજા સ્થાને અને ૧૭ ટકા સાથે દિલ્હી ત્રીજા સ્થાને હતું.

Related posts

અશાંતધારા કાયદાનો ભંગ કરનારને ૩ થી ૫ વર્ષની થશે જેલ, રાષ્ટ્રપતિએ આપી મંજૂરી…

Charotar Sandesh

ગુજરાતમાં લક્ઝુરિયસ કારના વેચાણમાં સૌથી વધારે મર્સિડીઝ કારની પસંદગી

Charotar Sandesh

ગુજરાતમાં કોરોનાના વધુ બે કેસો પોઝીટીવ, કુલ સંખ્યા ૭૦ને પાર…

Charotar Sandesh