Charotar Sandesh
ગુજરાત

રૂપાણી સરકારે ૨૦૧૭નો કેસ પરત ખેંચ્યો : હાર્દિક, લલિત વસોયા, કગથરાને રાહત…

મોરબી : ટંકારામાં ૨૦૧૭માં મંજૂરી વગર કરેલી જાહેરસભાનો કેસમાં ભાજપ સરકારે હાર્દિક પટેલ, લલિત વસોયા અને લલિત કગથરાને મોટી રાહત આપી છે. રૂપાણી સરકારે ૨૦૧૭ સમયે કેસ પરત ખેંચ્યો હતો. સરકારી વકીલ કેસ પાછો ખેંચવાના કાગળો લઈ ટંકારા કોર્ટ પહોંચ્યા હતા. કાગળો કોર્ટમાં રજૂ કરતા હવે આ કેસ નહીં ચાલે, ત્યારે મોરબી વિધાનસભાની પેટાચૂંટણી પહેલા પાટીદાર નેતાઓને મોટી રાહત મળી છે.
આજે કોર્ટનું તેડું આવતાં હાર્દિક પટેલ, લલિત વસોયા અને લલિત કગથરા કોર્ટમાં હાજ રહ્યા હતા. ૨૦૧૫માં શરૂ થયેલા પાટીદાર આંદોલનથી ભેગા થયેલા તમામ નેતાઓ સામે આ કેસ નોંધાયો હતો. ૨૦૧૭ની ચૂંટણી પહેલા આ નેતાઓ ભાજપ સામે પ્રચાર કરતા હતા તે વખતનો કેસ છે. ચૂંટણીના પ્રચાર માટે જ ભેગા થયેલા પાટીદાર અનામત આંદોલનના નેતાઓ પર કેસ થયો હતો. ૨૦૧૭માં મંજૂરી વગર સભા કરવાના કેસમાં ટંકારાની કોર્ટે કોંગ્રેસ-પાસના આગેવાનોને તેડું મોકલ્યું હતું. જોકે, સરકારે આ કેસ પરત ખેંચતા મોટી રાહત મળી છે.

Related posts

રાજ્યમાં રોજના ૩,૦૦૦ કોરોનાના ટેસ્ટ થાય છે, ક્ષમતા વધારવા પ્રયાસો ચાલુ : ડો. જયંતિ રવિ

Charotar Sandesh

રેશનકાર્ડ ધારકોને ૧ લીટર કપાસિય તેલ આપશે રાજ્ય સરકાર…

Charotar Sandesh

હવે કોઈ પણ જગ્યાએ પોતાની ખેત પેદાશો વેચી શકશે ખેડૂતો…

Charotar Sandesh