Charotar Sandesh
ઈન્ડિયા

રેલવે હવે મેઇલ-એક્સપ્રેસ ટ્રેનો ચલાવશે : આજથી શરૂ થશે બુકિંગ…

ન્યુ દિલ્હી : સ્પેશિયલ ટ્રેનો ચલાવ્યા પછી રેલવે હવે વધુ ટ્રેનો ચલાવશે. રેલવે દ્વારા જારી કરવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ભવિષ્યમાં શરૂ થનારી બધી સર્વિસિસ માટે ૧૫ મેથી ટિકિટની બુકિંગ પણ શરૂ કરશે. આ બુકિંગ ૨૨ મેથી શરૂ થતી યાત્રા માટે હશે. રેલવે હવે મેઇલ અને એક્સપ્રેસ ટ્રેનો ચલાવવાની તૈયારી કરી રહી છે.
રેલવેએ યાત્રીઓની સંખ્યા પણ નિર્ધારિત કરી દીધી છે. રેલવે મુજબ સ્લીપરમાં ૨૦૦, એસી ચેરકાર અને થર્ડ એસીમાં ૧૦૦, જ્યારે સેકન્ડ એસીમાં ૫૦ લોકો યાત્રા કરી શકશે. રેલવે મંત્રાલય દ્વારા કહેવામાં આવ્યું છે કે ચાર્ટ મુજબ કન્ફર્મ ટિકિટવાળા મુસાફરોને જ યાત્રાની મંજૂરી આપવામાં આવશે.

કોરોના વાઇરસના લક્ષણવાળા કોઈ પણ યાત્રીને યાત્રાની મંજૂરી નહીં આપવામાં આવે. એની સાથે એ યાત્રીને ટિકિટનું પૂરેપૂરું રિફન્ડ પણ આપવામાં આવશે, જેનામાં કોરોનાનાં લક્ષણ નહીં દેખાય એ લોકોને યાત્રાની પરવાનગી મળશે. આ સિવાય યાત્રાથી પહેલાં યાત્રીઓની સ્ક્રીનિંગ કરવામાં આવશે. જો સ્ક્રીનિંગ દરમ્યાન કોઈને પણ તાવ અથવા કોરોના વાઇરસના લક્ષણ જોવા મળ્યાં તો તેને ટિકિટના પૂરા પૈસા પરત કરવામાં આવશે.

રેલ ભવનને સંપૂર્ણ સીલ કરવામાં આવ્યું છે. આ ભવનમાં એક કલાર્કને કોરોના વાઇરસ પોઝિટિવ આવ્યો હતો. આ પહેલાં રેલવે દ્વારા શ્રમિક સ્પેશિયલ ટ્રેનો ચલાવવામાં આવી હતી, જેના દ્વારા મજૂરોને તેમના ઘરે પહોંચાડવામાં આવ્યા હતા.

Related posts

આરબીઆઇનું નાણાંકીય વર્ષ બદલાય તેવી શક્યતા : ગવર્નરે આપ્યા સંકેત…

Charotar Sandesh

આવકવેરા રિટર્નમાં ખોટી જાણકારી આપનારાને ૨૦૦ ટકાનો દંડ ફટકારાશે…

Charotar Sandesh

નવા સ્ટ્રેઇન વચ્ચે મહારાષ્ટ્ર સરકારનો નિર્ણય, ૩૧ જાન્યુઆરી સુધી રહેશે લોકડાઉન…

Charotar Sandesh