Charotar Sandesh
સ્પોર્ટ્સ

રોહિત શર્મા ટી૨૦માં બેવડી સદી ફટકારનાર પ્રથમ બેટ્‌સમેન હશેઃ ડ્‌વેન બ્રાવો

નવી દિલ્હી : વેસ્ટઈન્ડિઝના ઓલરાઉન્ડર ડ્‌વેન બ્રાવોને લાગે છે કે રોહિત શર્મા ટી૨૦માં બેવડી સદી ફટકારનાર પ્રથમ બેટ્‌સમેન હશે. ચેન્નઈ સુપર કિંગ્સના ઓલરાઉન્ડરને લાગે છે કે ક્રિકેટના સૌથી નાના ફોર્મેટમાં બેવડી સદી ફટકારનાર ભારતીય ટીમનો વાઇસ કેપ્ટન પ્રથમ ખેલાડી હશે. ઉલ્લેખનીય છે કે એકદિવસીય આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં છ બેટ્‌સમેન બેવડી સદી ફટકારી ચુક્યા છે પરંતુ ટી૨૦માં હજુ સુધી કોઈ તેમ કરી શક્યું નથી. રોહિત પોતાની આક્રમક બેટિંગ માટે જાણીતો છે. વનડેમાં તેના નામે ત્રણ બેવડી સદી છે. તે આ ફોર્મેટમાં એકથી વધુ બેવડી સદી ફટકારનાર એકમાત્ર બેટ્‌સમેન છે. ક્રિકઇન્ફોને આપેલા એક ઇન્ટરવ્યૂમાં બ્રાવોને જ્યારે પૂછવામા આવ્યુ કે, ટી૨૦ ફોર્મેટમાં ક્યો બેટ્‌સમેન પહેલા બેવડી સદી ફટકારશે તો તેણે રોહિતનું નામ લીધુ. રોહિતના નામે ટી૨૦ ક્રિકેટમાં ૬ સદી છે. તેણે ચાર આંતરરાષ્ટ્રીય અને બે લીગમાં બનાવી છે. ટી૨૦ ક્રિકેટમાં સર્વોચ્ચ સ્કોરની વાત કરીએ તો આ રેકોર્ડ ક્રિસ ગેલના નામે છે. ગેલે આઈપીએલમાં આરસીબી તરફથી રમતા પુણે વોરિયર્સ વિરુદ્ધ ૧૭૫ રન ફટકાર્યા હતા. તો ટી૨૦ આંતરરાષ્ટ્રીયની વાત કરીએ તો ઓસ્ટ્રેલિયાનો એરોન ફિન્ચ આ લિસ્ટમાં સૌથી ઉપર છે. ફિન્ચે ૭૬ બોલ પર ૧૭૨ રન બનાવ્યા હતા. તેણે ઝિમ્બાબ્વે વિરુદ્ધ ૨૦૧૮માં આક્રમક સદી ફટકારી હતી. ત્યારબાદ અફઘાનિસ્તાનના હઝરતુલ્લાહ ઝઝઈનો નંબર આવે છે જેણે આયર્લેન્ડ વિરુદ્ધ ૬૨ બોલમાં ૧૬૨ રન બનાવ્યા હતા.

Related posts

૭ ગોલ્ડ મેડલ જીતનારા સમરેશ જંગના પરિવારના તમામ સભ્યો થયા કોરોનાગ્રસ્ત…

Charotar Sandesh

પ્રવીણ કુમાર ૧૮ વર્ષની ઉંમરે પેરાલમ્પિકમાં સર્જ્‌યો ઈતિહાસ

Charotar Sandesh

ગૌતમ ગંભીરે મેજર ધ્યાનચંદને ભારત રત્ન આપવાની કરી માંગ…

Charotar Sandesh