Charotar Sandesh
બોલિવૂડ

લક્ષ્મી બોમ્બને લઈને મુકેશ ખન્નાએ કહ્યું – હિંદુ ધર્મને ટાર્ગેટ કરી રહ્યા છે ફિલ્મી લોકો…

મુંબઈ : અક્ષય કુમારની ફિલ્મ લક્ષ્મી બોમ્બ થોડા જ દિવસમાં રિલીઝ થવાની છે. ફિલ્મનું પ્રમોશન જોરદાર રીતે ચાલી રહ્યું છે. પરંતુ તેને લઈને વિવાદ પણ વધતો જઈ રહ્યો છે. ફિલ્મનું ટાઈટલને લઈને કહાની સુધી અનેક સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે. કેટલીક સંસ્થાઓ દ્વારા આ ફિલ્મ પર પ્રતિબંધ મુકવાની માગ કરી છે. હવે અભિનેતા મુકેશ ખન્નાએ પણ આ વિવાદને લઈને પ્રતિક્રિયા આપી છે. તેણે એક મોટી પોસ્ટ લખી પોતાના વિચાર પ્રગટ કર્યા છે. મુકેશ ખન્નાએ અક્ષયની લક્ષ્મી બોમ્બ પર પ્રતિબંધ કરવાની માગને તેણે રદ્દ કરી દીધી છે. તેમની નજરોમાં જે ફિલ્મ હજુ સુધી રિલીઝ પણ નથી થઈ તેને જોયા વગર પ્રતિબંધ મુકવાની માગ કરવી યોગ્ય નથી.પરંતુ અભિનેતાએ એ પણ કહ્યું કે ફિલ્મનું ટાઈટલ વિવાદીત છે. તેણે લખ્યું કે લક્ષ્મીની સાથે બોમ્બ જોડવું યોગ્ય નથી.
શું તેને મંજૂરી મળવી જોઈએ ? જરા પણ નહીં. શું તમે અલ્લાહ બોમ્બ કે પછી બદમાશ જીજસ ફિલ્મનું નામ રાખી શકે છે ? જરા પણ નહીં. તો પછી લક્ષ્મી બોમ્બ શું કામ ? આ ફિલ્મને લઈને નિવેદનબાજી પહેલા જ થઈ ગઈ છે. એવામાં મુકેશ ખન્ના ફરી પાછા પન્ના ઉથલાવી રહ્યા છે. તેણે પોતાની પોસ્ટમાં એ દરેક નિર્માતાઓની આલોચના કરી છે જેણે ફિલ્મોના નામમાં હિંદુઓનું અપમાન કર્યું છે. મુકેશ ખન્નાએ લખ્યું છે કે, આવી ધૃષ્ટતા આ ફિલ્મી લોકો જ કરી શકે છે. તે જાણે છે કે તેમા વિરોધ થશે, લોકો શોર કરશે અને પછી ભુલી જશે. અને સાથે સાથે ફિલ્મનું પ્રમોશન જોરદાર થઈ જશે. ફિલ્મતો રિલીઝ થવાની જ છે. લોકો તો પહેલા દિવસે ટિકિટ લેવા દોડવાના જ છે. આ જ થતુ રહ્યું છે અને આગળ પણ આ જ થતુ રહેવાનું છે.
મુકેશ ખન્નાને એવું પણ લાગે છે કે આવી ફિલ્મો બનાવીને માત્ર હિંદુ ધર્મને ટારગેટ કરવામાં આવી રહ્યો છે. તેમના કહેવા મુજબ બોલિવૂડમાં ક્યારે પણ બીજા ધર્મને લઈને આવી ફિલ્મો નથી બનતી. તેણે વધુમાં કહ્યું કે, એક વાત તો સ્પષ્ટ છે. આ લોકોને હિંદુઓ નો ડર કે ભય બિલકુલ નથી. આ લોકોને હિંદુઓને સોફ્ટ ટાર્ગેટ કરી રહ્યા છે. તેને ખ્યાલ છે કે કોઈ બીજા ધર્મ સાથે દુશ્મની કરીશું તો તલવારે નિકળશે. ત્યારે જ તો બીજા કોઈ ધર્મને લઈને આવા ટાઈટલ નથી રાખવામાં આવતા. ત્યારે ફિલ્મોને લઈને ચલાવવામાં આવી રહેલા લવ જેહાદ વાળા એંગલને લઈને મુકેશ ખન્ના (સ્ેાીજર દ્ભરટ્ઠહહટ્ઠ)એ કોઈ નિવેદન આપ્યુ હતું. તેણે આ એંગલને ન તો ખોટો ગણાવ્યો છે કે ન સાચો. તેણે એ પણ કહ્યું કે ફિલ્મોને આવા વિવાદિત ટાઈટલ માત્ર હિટ કરાવવા માટે આપવામાં આવે છે. તેણે લક્ષ્મી બોમ્બને ડિફ્યુઝ કરવાની માગ ઉઠાવી છે.

Related posts

પાતાલ લોકમાં નેગેટિવ રોલના કારણે મારી કોમેડીની ઇમેજ તૂટી : અભિષેક બેનર્જી

Charotar Sandesh

અંકિતા લોખંડેના ઘરે આવ્યા બે નાના મહેમાન…!!

Charotar Sandesh

કેન્સર મુક્ત થવા છતા હજુ વધુ 2 મહિના ન્યૂયોર્કમાં રહેશે ઋષિ કપૂર

Charotar Sandesh