Charotar Sandesh
મધ્ય ગુજરાત

લવ-જેહાદ પર વડોદરાના સાંસદે કહ્યું, ‘વિધર્મી યુવકો હિન્દુ યુવતીઓને ફોસલાવી લઈ જાય છે…’

લવજેહાદના સામાજીક દૂષણ સામે યુપી સરકારની જેમ લાલ આંખ જરૂરી : ધારાસભ્ય શૈલેષ સોટ્ટા

વડોદરા : ગુજરાતમાં ફરીથી લવ જેહાદનો કાયદો બનાવવાની માંગ ઉઠી છે. વડોદરાની ૨૩ વર્ષીય બ્રાહ્મણ યુવતીએ મુસ્લિમ યુવક સાથે લગ્ન કરી લેતા સમગ્ર ગુજરાતમાં કિસ્સો ચર્ચાઈ રહ્યો છે. જેથી હવે ગુજરાતમાં લવ જેહાદનો કાયદો બનાવવાની માંગ તેજ બની છે. ગઈકાલે ડભોઇના ધારાસભ્ય શૈલેષ સોટ્ટાએ મુખ્યમંત્રીને પત્ર લખીને આ કાયદો ઝડપથી ગુજરાતમાં આવે અને લાગુ પડે તેવી માંગ કરી હતી. તો આજે સાંસદ રંજન ભટ્ટે પણ કહ્યું કે, ગુજરાતમાં લવ જેહાદનો કાયદો બનવો જોઈએ. તેમણે કહ્યું, વિધર્મી યુવકો હિન્દુ યુવતીઓને ફોસલાવી લઈ જાય છે. ગુજરાતમાં લવ જેહાદના કાયદા માટે હું સીએમને રજૂઆત કરીશ. સાંસદ રંજન ભટ્ટે વધુમાં કહ્યું કે, લવ જેહાદનો કાયદો ગુજરાતમાં પણ લાવવો જોઈએ.
હું જે રીતે બે દિવસથી દીકરીને જોઈ રહી છું, તેને મળી પણ રહી છું, તેનું સતત કાઉન્સેલિંગ કરી રહી છું. તે ડરી ગયેલી છે. તેથી જે રીતે ફોસલાવી પટાવીને તેઓને લઈ જવામાં આવે છે તે દીકરીઓને પાછી લાવવી જોઈએ. સમજાવીને તેઓનું કાઉન્સેલિંગ કરવાની જરૂર પડે છે. પણ જો આ લવ જેહાદનો કાયદો થતો હોય તો લઘુમતી કોમના પણ કેટલાક અગ્રણીઓ એવુ સ્વીકારે જ છે કે, આવી રીતે ન જ થવ જોઈએ. બીજા સમાજની દીકીરીઓ સાથે લગ્ન ન કરવા જોઈએ. એ સમાજ પણ સ્વીકારે છે તેથી લવ જેહાદનો કાયદો લાવવો જોઈએ. વડોદરામાં હિન્દુ બ્રાહ્મણ યુવતીનું ધર્મપરિવર્તન કરીને મુસ્લિમ યુવાને નિકાલ કરી લેતા વિવાદ પેદા થયો છે. વડોદરાનાં સાંસદ રંજન ભટ્ટ પણ દિલ્હીથી યુવતીને સમજાવવા માટે દોડી આવ્યા હતા.
તેઓએ યુવતીને સમજાવ્યું હતું કે, મારે દિકરી નથી તુ મારી દિકરી જેવી છે તારે આ પગલું ન ભરવું જોઇએ. આવું કહીને તેઓએ સમજાવટ કરી હતી. તો બીજી તરફ ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાએ લવ જેહાદ જેવા કિસ્સાઓ ડભોઇ અને વડોદરામાં વધારે બનતા હોવાનું અને લોકોની ઉગ્ર માંગણી હોવાનો પણ તેમણે પત્રમાં ઉલ્લેખ કર્યો છે. હાલ તો યુવતીને તેના પરિવારને સોંપી દેવાઇ છે. જ્યારે યુવાન અને તેનો પરિવાર વકીલના માથે માટલી ફોડીને ભુગર્ભમાં ઉતરી ચુક્યો છે.

  • Ravi Patel, Vadodara

Related posts

વડોદરામાં વધુ ફી વસૂલતી ચાર સ્કૂલો સામે કાર્યવાહી, દંડ-રિફંડ પેટે ચૂકવવા પડશે ૧ કરોડ…

Charotar Sandesh

ફરી જામશે વરસાદી માહોલ : આ પ દિવસ સુધી આ જિલ્લાઓમાં મેઘરાજા કરશે ધમાકેદાર બેટિંગ

Charotar Sandesh

બગોદરા-તારાપુર-વાસદ માર્ગના છ માર્ગીયકરણનો પ્રારંભ…

Charotar Sandesh