Charotar Sandesh
ઈન્ડિયા

લાંબુ લોકડાઉન કોરોના વાયરસ કરતા વધારે લોકોનો જીવ લેશેઃ નારાયણ મૂર્તિ

લાંબા લોકડાઉનથી મોટી સંખ્યામાં લોકો ભૂખી મરી જશે…

બેંગ્લુરુ : ઈન્ફોસિસના સંસ્થાપક એનઆર નારાયણ મૂર્તિએ લાંબા લોકોડાઉનના ખતરા અંગે પોતાનો મત રજૂ કર્યો છે. તેમણે કહ્યું છે કે જો ભારતમાં લોકડાઉન લાંબુ ચાલ્યું તો કોરોના કરતા તેમાં વધારે લોકોનો જીવ જઈ શકે છે. લાંબા લોકડાઉનના કારણે મોટી સંખ્યામાં લોકો ભૂખથી મરી શકે છે.
મૂર્તિએ કહ્યું કે દેશમાં કોરોના વાયરસને ન્યૂ નોર્મલ (નવી સ્થિતિ જેને સામાન્ય માની લેવાય છે)ના રુપમાં સ્વીકાર કરવું જોઈએ. તેમણે કહ્યું કે જે લોકો સંક્રમિત છે, તેમનું ધ્યાન રાખીને સરકારને આવા લોકોને કામ પાછા ફરવાની મંજૂરી આપવી જોઈએ, જેઓ કામ કરવા માટે સક્ષમ છે.
તેમણે કહ્યું કે વેબિનારમાં ઉદ્યોગપતિઓને જણાવ્યું, “અમારા માટે એ સમજવું મહત્વપૂર્ણ છે કે ભારત લાંબા સમય સુધી આ સ્થિતિમાં નહી રહી શકે. કારણ કે થોડા સમય પછી ભૂખથી થનારા મોત કોરોના વાયરસના કારણે થનારી મોતની સંખ્યા કરતા વધુ હશે.”
નારાયણ મૂર્તિએ કહ્યું કે વિકસિત દેશોની સરખામણીમાં ભારતમાં કોરોના વાયરસનો મૃત્યુદર ૦.૨૫-૦.૫% છે. આ દર ઘણો જ ઓછો છે. અત્યાર સુધીમાં ભારતમાં આ વાયરસને ફેલાતો રોકવામાં સફળ રહ્યા છે. દેશમાં લોકડાઉન ૩ મે સુધી જારી રહેશે. ભારતમાં કોરોના વાયરસથી સંક્રમિતોના ૩૧,૦૦૦થી વધારે કેસ સામે આવ્યા છે. કોરોનાની પહેલા કેસથી એટલે કે ૩૦ જાન્યુઆરીથી અત્યાર સુધીમાં ૧,૦૦૮ (હાલનો આંકડો ૧૦૭૦ને પાર થઈ ગયો છે.).
નારાયણ મૂર્તિએ આગળ જણાવ્યું કે, ભારતમાં અલગ-અલગ બિમારીઓથી વર્ષે ૯૦ લાખથી વધુ લોકોના મોત થાય છે. તેમાંથી એક ત્રીજા ભાગનાનું મોત પ્રદૂષણના કારણે થાય છે, કારણ કે ભારત દુનિયામાં સૌથી વધુ પ્રદૂષિત દેશોમાંથી એક છે. તેમણે એમ પણ જણાવ્યું કે, “જ્યારે તમે ૯૦ લોકોને સ્વાભાવિક રુપે મરતા જુઓ છો અને તમે પાછલા બે મહિનામાં ૧,૦૦૦ લોકોના મોત સાથે તુલના કરો છો, તો સ્વાભાવિક છે કે આ આંકડો એટલી ગભરામણ પેદા નથી કરતો જેટલું આપણે વિચારીએ છીએ.

Related posts

હથિયારો ભરેલી ટ્રક લઇને જઇ રહેલા ત્રણ આતંકવાદી ઠાર મરાયા…

Charotar Sandesh

’યાસ’ વાવાઝોડાએ ધારણ કર્યું ભીષણ સ્વરૂપ, બંગાળ ઓડિશામાં ભારે વરસાદ…

Charotar Sandesh

રાજસ્થાન રાજનીતિ સંકટ : હાઇકોર્ટના આદેશ પર રોક લગાવવાનો સુપ્રિમનો ઇન્કાર

Charotar Sandesh