Charotar Sandesh
ગુજરાત મધ્ય ગુજરાત

લાલચ બુરી બલા : વડોદરામાં સિનિયર સિટીઝને ૯ લાખ રૂપિયા ગુમાવ્યા…

વડોદરા : છેલ્લા ૫ વર્ષથી નિવૃત્ત જીવન જીવતા સિનિયર સિટીઝને નોકરીની લાલચ આપી ઓનલાઇન ૯ લાખ રૂપિયાની છેતરપિંડી કરનાર ભેજાબાજ સામે સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાઇ છે. નોકરી કરવાની લાલચમાં જિંદગીની બચત ગણતરીની મિનીટોમાં જ ગુમાવનાર આધેડની ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.
ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે તારીખ ૭ જાન્યુઆરી-૨૦૨૧ના રોજ બાલકૃષ્ણભાઇના મોબાઈલ પર મનિષ નામના વ્યક્તિનો ફોન આવ્યો હતો. મનિષે તેઓને સારી જગ્યાએ સારા પગારે નોકરી અપાવવાની વાત કરી હતી. નિવૃત્ત જીવન જીવતા બાલકૃષ્ણભાઇએ સમય પસાર થવા સાથે આવક થાય તે માટે ભેજાબાજ મનીષ સાથે ફોન પર નોકરી મેળવવા માટે વાત કરી હતી.
દરમિયાન ભેજાબાજ મનિષે બાલકૃષ્ણભાઇને નોકરીના રજીસ્ટ્રેશન માટે ૨૫ રૂપિયા ભરવા પડશે તેમ જણાવ્યું હતું. તે માટે ભેજાબાજે એક લીંક મોકલી હતી. પરંતુ બાળકૃષ્ણભાઇથી આ લિંક ન ખુલતા તેમણે ભેજાબાજને ફોન કર્યો હતો. ભેજાબાજે જણાવ્યું હતું કે, કોઇ વાંધો નહીં તેમ જણાવી બાળકૃષ્ણભાઇ પાસે નામ, સરનામું, પાનકાર્ડ નંબર, આધાર કાર્ડ નંબર સહિતની વિગતો મેળવી હતી. વિગતો મેળવ્યા બાદ ભેજાબાજે એની ડેસ્ક નામની એપ્લિકેશન ડાઉનલોડ કરવા જણાવ્યું હતું.
જોકે, ભેજાબાજ મનીષ પાસે ઓટીપી નંબર આવ્યા બાદ ગણતરીની મિનિટોમાં બાલકૃષ્ણભાઇના એચડીએફસી બેંકના એકાઉન્ટમાંથી રૂપિયા ૮૨ હજાર, પછી ૧ લાખ રૂપિયા ઓનલાઇન ટ્રાન્સફર કરી લીધા હતા. આ ઉપરાંત રૂપિયા ૩.૫૦ લાખની જમ્બો લોન અને બીજી રૂપિયા ૩ લાખની ઇન્સટન્ટ લોન લઈને પોતાના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી લીધા હતા. એચડીએફસી બેંક એકાઉન્ટમાંથી ધડાધડ ૯ લાખ રૂપિયા ઉપડી જતા નિવૃત્ત બાલકૃષ્ણભાઇ પ્રજાપતિ ચોંકી ઊઠ્યા હતા.
દરમિયાન તેઓએ સાયબર ક્રાઇમમાં ભેજાબાજ મનિષ નામના વ્યક્તિ સામે ૯ લાખ રૂપિયાની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Related posts

વેન્ટીલેટર ધમણ પર ઘમાસાણ વચ્ચે કોંગ્રેસ નેતાઓ અમદાવાદ સિવિલ હોસ્પિટલની મુલાકાતે…

Charotar Sandesh

મોંઘવારીના કારણે ભુખ્યા સુઇ જતાં લોકોની ભુખ શું યોગ મટાડશે ? : જયરાજસિંહ પરમાર

Charotar Sandesh

હાથમાં વિવિધ પોસ્ટરો સાથે ગુજરાત યુનિવર્સિટીમાં ફરી એબીવીપીનું પ્રદર્શન…

Charotar Sandesh