Charotar Sandesh
ઈન્ડિયા

લાલૂ યાદવ એઈમ્સમાં દાખલ : ન્યુમોનિયા અને શ્વાસ લેવામાં તકલીફ…

રાબડી, દીકરો તેજસ્વી અને દીકરી મીસા ભારતી હાજર છે…

ન્યુ દિલ્હી : ચારા કૌભાંડમાં સજા કાપી રહેલા બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલૂ પ્રસાદ યાદવને(૭૨) શનિવારે એર એમ્બ્યુલન્સ દ્વારા દિલ્હી એઈમ્સમાં દાખલ કરાવવામાં આવ્યા છે. આ પહેલા તે રાંચી RIMSમાં દાખલ હતા. આરઆઈએમએસના ડો. કામેશ્વર પ્રસાદના જણાવ્યા પ્રમાણે, ‘લાલૂને બે દિવસથી શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. તેમને ન્યુમોનિયા પણ થઈ ગયો. તેમની ઉંમરને ધ્યાનમાં રાખતા સારી સારવાર માટે તેમને દિલ્હી શિફ્ટ કરવા વધુ યોગ્ય લાગ્યું’. મળતી માહિતી પ્રમાણે, લાલૂના ફેફસામાં પાણી ભરાઈ ગયું છે. લાલૂની હેલ્થ કન્ડીશનના આધારે તેમને બહાર શિફ્ટ કરવા અંગે નિર્ણય લેવા માટે ૮ સભ્યોનું મેડિકલ બોર્ડ બનાવાયું હતું.
ઝારખંડના જેલ આઈજી બીરેન્દ્ર ભૂષણે કહ્યું કે,મેડિકલ બોર્ડની ભલામણ પછી જ લાલૂને દિલ્હી શિફ્ટ કરવાની મંજૂરી આપવામાં આવી છે. તેમના સ્વાસ્થ્ય અંગે અમને દર સપ્તાહે અપડેટ મળતા રહેશે. જો જરૂર પડશે તો તેમને દિલ્હીમાં વધુ સમય સુધી રહેવાની મંજૂરી આપવામાં આવી શકે છે. આરજેડીના બિહાર પ્રમુખ અભય કુમાર સિંહે જણાવ્યું કે, રાંચી એરપોર્ટ પરથી લાલૂ શનિવાર સાંજે ૭.૩૦ વાગ્યે રવાના થયા હતા, લગભગ ૯.૩૦ વાગ્યે તે દિલ્હી પહોંચી ગયા. તેમની સાથે પત્ની રાબડી દેવી, દીકરો તેજસ્વી અને દીકરી મીસા પણ હાજર હતા.
લાલૂનો પરિવાર ૨૨ જાન્યુઆરીએ જ રાંચી પહોંચી ગયો હતો. તેજસ્વીએ જણાવ્યું હતું કે, પિતાની સ્થિતિ ચિંતાજનક છે. આ સંબંધમાં મે ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન સાથે પણ વાત કરી. આ પહેલા ૨૨ જાન્યુઆરીએ જ ઝારખંડ હાઈકોર્ટે લાલૂના જેલ મેન્યુઅલન ઉલ્લંઘન કેસમાં ઇૈંસ્જીના અધિકારીઓ, જેલ પ્રશાસન અને રાજ્ય સરકારની ઝાટકણી કાઢી હતી. હવે આ કેસ અંગે ૫મી ફેબ્રુઆરીએ સુનાવણી થશે. ટાઈપ ટૂ ડાયાબિટીસ, હાઈપરટેન્શન, કિડની ઈન્જરી એન્ડ ક્રોનિક કિડની ડિઝીઝ, પેરિએનલ એબ્સેસ, પ્રોસ્થેટિક હાઈપરપ્લેસિયા, સેકન્ડરી ડિપ્રેશન, લો બેક ડિફ્યુઝ ડિસ્ક, લેફ્ટ આઈ એમેચ્યોર કેટરેક્ટ, રાઈટ લોએર પોલ રેનલ, પ્રાઈમરી ઓપન એન્ગલ ગ્લૂકોમા, હેટ્રોજેનેસ થેલેસેમિયા, વિટામીન ડી ડેફિશિએન્સી, ગ્રેડ વન ફેટી લીવર. તેમના વાલ્વનું પણ રિપ્લેસમેન્ટ થઈ ચૂક્યું છે.

Related posts

મોદી સરકાર મધ્યાહ્ન ભોજન યોજનાની જેમ સવારના નાસ્તાની યોજના શરુ કરશે..!!

Charotar Sandesh

પંજાબના મોહાલીમાં મર્સિડિઝે ૬ લોકોને કચડ્યા : ત્રણના મોત, ૩ ગંભીર રીતે ઘાયલ…

Charotar Sandesh

આ કોંગ્રેસના સન્માનની લડાઇ, આપણે સાથે મળીને ભાજપે હરાવીશું : અહેમદ પટેલ

Charotar Sandesh