Charotar Sandesh
ઈન્ડિયા

લૉકડાઉન છતાં ભારતમાં કોરોનાથી દર કલાકે ત્રણના મોત… સંક્રમિતોની સંખ્યા ૪૨,૫૦૦ને પાર…

દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા ૪૨,૫૦૦ને પાર, મૃત્યુઆંક ૧૩૭૩એ પહોંચ્યો…

છેલ્લા ૨૪ કલાક દરમિયાન કોરોનાના ૨૫૫૩ નવા કેસ અને ૭૨ના મોત નિપજ્યા,૧૧ હજાર કરતાં વધુ દર્દીઓ સાજા થયા, લૉકડાઉન ૩.૦ ૧૭મે સુધી ચાલશે,છેલ્લા ૩ દિવસોમાં કોરોના વાયરસના ૭ હજારથી વધારે કેસ નોંધાયા…

ન્યુ દિલ્હી : ૨૧મી સદીના બીજા દસકાના આરંભે જ દુનિયામાં ફેલાયેલા કોરોના મહામારી ચેપી રોગના ભરડામાં ભારત પણ છે. ભારતમાં આજે ૪ મેથી લોકડાઉન-૩નો આરંભ થયો છે. જે ૧૭મે સુધી રહેશે. લોકડાઉનના ત્રીજા તબક્કામાં સરકારે કેટલીક છૂટછાટ ઓરેન્જ અને ગ્રીન ઝોનવાળા વિસ્તારમાં આપી છે. જેથી લોકડાઉનમાં ઠપ્પ અર્થતંત્ર ધીમે ધીમે ધબકતુ થઇ રહ્યું છે. જ્યાં દારૂબંધી નથી એવા રાજ્યોમાં દિલ્હી સહિત ત્યાં, સોમવારથી કેટલાક નિયમો સાથે ફરીથી શરાબની દુકાનો શરૂ થતાં ખરીદનારાઓની એક-એક કિ.મી. લાંબી લાઇનો લાગી હતી. ક્યાંક પોલીસનમે હળવો લાઠીચાર્જ કરવો પડ્યો હતો. જ્યારે, પોતાના વતન જવા માંગતા શ્રમિકો માટે રેલવે દ્વારા ૧૫ ટકા ટોકન ભાડુ વસૂલીને ટ્રેનો દોડાવવામાં આવી રહી છે. જો કે વિપક્ષ કોંગ્રેસે સત્તાપક્ષને મ્હાત કરવા અને કેન્દ્ર સરકારને ખાસ કરીને રેલવેને ક્ષોભજનક સ્થિતિમાં મૂકીને આ શ્રમિકોનું રેલ ભાડુ પોતે આપવાની જાહેરાત કરતાં રાજકિય ગરમાવો આવી ગયો હતો. તો બીજી તરફ કોરોનાના પોઝીટીવ કેસો ભારતમાં ઓછા થવાનું નામ લેતા નથી. છેલ્લાં ૨૪ કલાકમાં ૨,૫૫૩ નવા કેસો ઉમેરાયા તો દર કલાકે ૩ના દરે છેલ્લાં ૨૪ કલાકમાં ૭૨ લોકો કોરોનામાં માર્યા ગયા છે. ગઇકાલે ૮૩ લોકો માર્યા ગયા હતા. જો કે તેની સાથે ૧૧ હજાર કરતાં વધુ દર્દીઓ કોરોનામાં સાજા પણ થયા છે. વીતેલા ત્રણ દિવસમાં કેસની સંખ્યા વધીને ૪૨ હજારન પાર થઈ ગઈ છે. આ ત્રણ દિવસોમાં ૭,૬૮૦ કેસ સામે આવ્યા છે.

દેશમાં એક મહિના કરતાં પણ વધુ સમયથી લાગુ લૉકડાઉન છતાં કોરોના વાયરસનો કાળો કેર શમતો નથી. સોમવારે કેન્દ્રીય આરોગ્ય તેમજ પરિવાર કલ્યાણ મંત્રાલયે માહિતી આપતા જણાવ્યુ કે છેલ્લા ૨૪ કલાક દરમિયાન જ કોરોના વાયરસના ૨૫૫૩ નવા કેસ સામે આવ્યા છે. આ નવા કેસ બાદ કોરોના વાયરસના સંક્રમિત દર્દીઓની સંખ્યા વધીને ૪૨,૫૩૩ થઈ ગઈ છે. વળી, છેલ્લા માત્ર ૨૪ કલાકમાં કોરોના વાયરસ ૭૨ લોકોનો જીવ લઈ ચૂક્યુ છે
દરમ્યન, કેન્દ્રીય મંત્રી ડૉ.હર્ષવર્ધનના જણાવ્યાં પ્રમાણે, દેશમાં કોરોનાના કેસોનો ડબલિંગ રેટ ૩ દિવસનો હતો જે ૧૨ દિવસનો થઈ ગયો છે. ૧૧૦૦૦થી વધુ લોકો રિકવર થઈ ગયા છે બાકી બધા લોકો રિકવરી પર છે. મૃત્યુ દર દુનિયામાં સૌથી ઓછો છે માત્ર ૩%. રોજ ભારતમાં ૭૫૦૦૦ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છેઃ
કેન્દ્રીય આરોગ્ય તેમજ પરિવાર કલ્યાણ મંત્રાલય મુજબ અત્યાર સુધી કોરોના વાયરસના કારણે ૧૩૭૩ લોકોના મોત થઈ ચૂક્યા છે. જો કે રાહતની વાત એ છે કે કોરોના વાયરસથી સંક્રમિત ૧૧૭૦૭ દર્દી અત્યાર સુધી સાજા પણ થયા છે. આ આંકડા અનુસાર, દેશમાં હવે કોરોના વાયરસના એક્ટિવ કેસ ૨૯૪૫૩ છે. નોંધનીય છે કે, કોરોનાના સતત વધી રહેલા ચેપી રોગને જોતા દેશમાં લૉકડાઉનનો ત્રીજો તબક્કો લાગુ કરવામાં આવ્યો છે જે ૪ મેથી ૧૭ મે સુધી માટે રહેશે.

દેશમાં હાલની સ્થિતિમાં મહારાષ્ટ્ર કોરોના વાઈરસના સંક્રમિતોની સૌથી વધુ સંખ્યા વાળું રાજ્ય છે. મહારાષ્ટ્રમાં અત્યાર સુધી કુલ ૧૨,૯૭૪ લોકો સંક્રમિત છે. બીજા ક્રમે ગુજરાત છે જ્યાં સંક્રમિતોનો આંકડો પાંચ હજારને પાર કરી ગયો છે. રાજધાની દિલ્હી હાલ ૪,૫૪૯ સંક્રમિતો સાથે ત્રીજા ક્રમે છે.

દિલ્હીમાં BSFના વધુ ૨૫ જવાન સંક્રમિત મળ્યા છે એમ કહીને સૂત્રોએ વધુમાં જણાવ્યું કેદિલ્હીની જામા મસ્જિદ પાસે તહેનાત બીએસએફના ૨૫ જવાન કોરોના સંક્રમિત મળી આવ્યા છે. દિલ્હીમાં અત્યાર સુધી ૪૨ અને ત્રિપુરામાં ૧૨ BSF જવાન કોરોનાના સંકજામાં આવી ચુક્યા છે. સાથે જ CRPF મુખ્યાલયનો એક ડ્રાઈવર પણ સંક્રમિત છે. મુખ્યાલયને સેનેટાઈઝ કરાઈ રહ્યું છે. CRPFના ૧૩૫ જવાન પહેલાથી પોઝિટિવ છે.

Related posts

કોંગ્રેસના રાષ્ટ્રીય કોષાધ્યક્ષ અને સાંસદ અહેમદ પટેલની ફરી તબિયત લથડી…

Charotar Sandesh

ભારતમાં માર્ચ મહિનાથી દેશના ૧૨થી ૧૪ વર્ષના બાળકોને પણ વેક્સિન આપવાનું શરૂ થશે

Charotar Sandesh

દેશ-વિદેશ : બપોર સમાચાર : ક્લીક કરો અને જુઓ હેડલાઈન્સ તારીખ : ૨૪-૦૮-૨૦૨૪

Charotar Sandesh