Charotar Sandesh
ઈન્ડિયા

લૉકડાઉન ૪.૦ : ટ્રાન્સપોર્ટ, હવાઇ, બસ સેવામાં રાહતની આશા…

ન્યુ દિલ્હી : દેશમાં કોરોના વાયરસથી બચવા માટે લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. હાલમાં લોકડાઉનનો ત્રીજો તબક્કો ચાલી રહ્યો છે જે ૧૭ મે સુધી લાગુ છે. ૧૮ મેથી લોકડાઉન ૪.૦ શરૂ થશે પરંતુ આ ત્રણ તબક્કા કરતાં થોડું અલગ હશે. સરકારની કોશિષ છે કે લોકડાઉનના ચોથા તબક્કામાં જમીન પરની વાસ્તવિક પરિસ્થિતિને સામાન્ય બતાવામાં આવે. ગૃહ મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ એક ખાનગી ટીવી ચેનલ સાથેની વાતચીતમાં જણાવ્યું કે સૌથી પહેલી રાહત ટ્રાન્સપોર્ટ ક્ષેત્રમાં આપવામાં આવશે તેના અંતર્ગત કેટલાંક ક્ષેત્રોમાં હવાઇ તેમજ બેસ સેવા શરૂ કરવામાં આવશે.

અધિકારીએ જણાવ્યું કે નૉન-હોટસ્પોટવાળા વિસ્તારોમાં મર્યાદિત ક્ષમતાની સાથે બસો ચલાવાનું શરૂ કરવામાં આવશે. મુસાફરોની ક્ષમતાને ધ્યાનમાં રાખી ઓટો રીક્ષા તેમજ ટેક્સી ચલાવાની પણ મંજૂરી આપવામાં આવશે. જેમાં મોટાભાગે સૌથી વધુ સંબંધિત જિલ્લા (નોન કન્ટેન્ટમેન્ટ ઝોન)માં જ મંજૂરી આપવામાં આવશે. જેને લઇને રાજ્ય સરકારો અંતિમ નિર્ણય લેશે.

એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જવા માટે ટ્રાવેલ પાસ જરૂરી થશે. સરકાર આવતા અઠવાડિયાથી સ્થાનિક હવાઇ સેવા શરૂ કરવાની પણ તૈયારી કરી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ૧૨મી મેના રોજ દેશના તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરી હતી.

આ બેઠકમાં પીએમ મોદીએ લોકડાઉનમાં છૂટછાટ આપવાને લઇને મુખ્યમંત્રીઓ પાસે સૂચનો માગ્યા હતા. હાલમાં ગૃહ મંત્રાલયના અધિકારીઓ લોકડાઉનના ચોથા તબક્કાને લઇને દિશા-નિર્દેશ તૈયાર કરી રહ્યાં છે.

અધિકારીએ એ તરફ પણ સંકેત આપ્યાં કે લોકડાઉનના ચોથા તબક્કામાં રાજ્યોના હોટસ્પોટ બતાવવાની મંજૂરી આપવામાં આવશે. પ્રધાનમંત્રી મોદી સાથેની બેઠકમાં કેટલાંક મુખ્યમંત્રીઓ આ મુદ્દો ઉઠાવ્યો હતો. રાજ્યો દ્વારા જાહેર કરાયેલા હોટસ્પોટ વિસ્તારોમાં કોઇપણ પ્રકારની પ્રવૃત્તિઓની મંજૂરી આપવામાં આવશે નહીં. મુખ્યમંત્રીઓની બેઠક બાદ પીએમ મોદીએ દેશને સંબોધન કર્યું હતું. પીએમ મોદીએ કહ્યું હતું કે લોકડાઉન-૪ નવા નિયમો અને શરતો સાથે બિલકુલ અલગ હશે.

Related posts

ભાગેડુ વિજય માલ્યા બેંકોને સેટલમેન્ટ અંતર્ગત ૧૩,૯૬૦ કરોડ ચૂકવવા તૈયાર…

Charotar Sandesh

ચૂંટણી સ્ટંટ : સરકારનો યુટર્ન, બચત યોજનાઓ પર વ્યાજદર યથાવત્‌ રહેશે…

Charotar Sandesh

કોરોના સંક્રમણની રસી વિકસિત કરવાના મામલામાં આપણે સૌથી આગળઃ પીએમ મોદી

Charotar Sandesh