Charotar Sandesh
ગુજરાત

લોકડાઉનની વચ્ચે કેટલીક શરતો સાથે આવતીકાલ સોમવારથી અર્થતંત્ર પુનઃ ધબકતું થશે…

આઈટી કંપનીઓને ૫૦ ટકા કર્મચારીઓ સાથે કામગીરી શરૂ કરવાની મંજૂરી…

નોન-હોટસ્પોટ વિસ્તારોમાં વાહનો માટે ઓડ-ઇવન સ્કીમ લાગુ થશે, બિન-જરૂરી સામાનની ઓનલાઇન ડિલીવરી નહીં થાય…

શહેરી વિસ્તારની બહાર આવેલા ઉદ્યોગોને કેટલીક શરતો સાથે જિલ્લા કલેક્ટર મંજૂરી આપશે…

ન્યુ દિલ્હી : વૈશ્વિક મહામારી કોરોના વાઇરસ સામેના જંગમાં રાષ્ટ્રવ્યાપી લોકડાઉનના કારણે મૃતપાય બની ગયેલું ભારતીય અર્થતંત્ર સરકારે આપેલી કેટલીક શરતી છૂટછાટને કારણે આવતીકાલ સોમવારથી ૪૫ ટકા ધબકતું થાય તેવી સંભાવના છે. ૨૫ માર્ચથી શરૂ થયેલા લોકડાઉનમાં ફક્ત ૨૫ ટકા આર્થિક ગતિવિધિઓ દેશમાં ચાલી રહી હતી. ૧૫ એપ્રિલથી ૧૯ દિવસના લોકડાઉન-૨ની શરૂઆત થઇ છે. સરકારે ૨૦મી એપ્રિલથી ગ્રામીણ અર્થતંત્રને શરૂ કરવાની સાથે કેટલાક મહત્ત્વના સેક્ટરમાં ચોક્કસ શરતો સાથે કામગીરી શરૂ કરવાની પરવાનગી આપી છે. પરંતુ લોકડાઉનના સમયમાં ગયેલી ખોટ ઘણી મોટી છે. ૨૦મી એપ્રિલથી સમગ્ર અર્થતંત્ર ધબકતું થાય તેવી કોઈ સંભાવના નથી. મુખ્યત્વે આવશ્યક તેમજ સર્વિસિઝ સેક્ટરમાં કામગીરી વેગ પકડશે. નિષ્ણાતોના મતે કૃષિ કામગીરી, ટ્રાન્સપોર્ટેશન અને ગ્રામીણ વિસ્તારોમાં કન્સ્ટ્રક્શન જેવી પ્રવૃત્તિઓમાં વેગ આવતાં સમય લાગશે. સરકારે કૃષિ અને ગ્રામીણ અર્થતંત્રને ધ્યાનમાં રાખીને ૨૦મી એપ્રિલથી લોકડાઉનમાં કેટલીક છૂટછાટ આપી છે.

સરકારે આઈટી કંપનીઓને ૫૦ ટકા કર્મચારીઓ સાથે કામગીરી શરૂ કરવાની મંજૂરી આપી છે પરંતુ આઈટી કંપનીઓ માટે અત્યારના સંજોગોમાં ૫૦ ટકા સ્ટાફ એકઠો કરીને કામ શરૂ કરવામાં પણ સમસ્યા સર્જાઈ છે. આઈટી કંપનીઓના વડાઓનું કહેવું છે કે અમે તાત્કાલિક ૫૦ ટકા સ્ટાફ પણ એકઠો કરવાની સ્થિતિમાં નથી. તેના માટે સપ્તાહો લાગી શકે છે. તેમણે કામગીરી શરૂ કરવા આડેના અવરોધોનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે, જો કોઈ કર્મચારી કોરોના પોઝિટિવ આવશે અને ત્યારબાદ કંપની બંધ કરવી પડશે તો તેની નકારાત્મક અસરો સર્જાશે

૨૦મી એપ્રિલ બાદ અન્ય સેક્ટરમાં કામગીરી શરૂ થવાથી અર્થતંત્રનો ૪૫ ટકા હિસ્સો સક્રિય બની જશે. એમકે ગ્લોબલના અર્થશાસ્ત્રી ર્વિશત શાહ કહે છે કે એકવાર લોકડાઉનમાં છૂટછાટ મળ્યા બાદ ઘરેલુ માગમાં મોટો વધારો જોવા મળશે.

૨૦ એપ્રિલથી મેન્યુફેક્ચરિંગ પરથી અમુક નિયંત્રણ ઉઠાવવામાં આવશે, કૃષિ અને બાગાયતી ખેતી અને માછીમારી ક્ષેત્રે પૂર્ણ કક્ષાની કામગીરી શરૂ કરવામાં આવશે. દેશના સ્પેશિયલ ઇકોનોમિક ઝોન, ઔદ્યોગિક ટાઉનશિપ્સ અને કલસ્ટરમાં આવેલા લગભગ ૮૦ ટકા નિકાસ યુનિટ્‌સ ૨૦ એપ્રિલથી અમુક કામ શરૂ કરી શકશે. સરકારી અધિકારીઓએ જણાવ્યું કે સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં આવેલા લગભગ ૧,૦૦૦ યુનિટ્‌સ ફરીથી ધમધમતા થઈ શકે છે.

કેરળના અનેક વિસ્તારોમાં સોમવારથી લોકડાઉનમાં છૂટછાટ આપવામાં આવશે. મળનારી છૂટછાટ મુજબ સાંજે સાત વાગ્યા સુધી રેસ્ટોરન્ટ ખુલ્લા રહી શકશે. વાહનો માટે ઓડ-ઇવન નંબર યોજના લાગુ થશે. કેરળની પિનારાઈ વિજયન સરકારે કેરળમાં ધીરે ધીરે લોકડાઉનમાંથી રાજ્યને બહાર કાઢવા શનિવારે વિસ્તૃત દિશા નિર્દેશ જારી કર્યા છે. તે માટે રાજ્યને ચાર ઝોન – રેડ, ઓરેન્જ (એ), ઓરેન્જ(બી) અને ગ્રીન- ઝોનમાં વિભાજિત કરવામાં આવ્યું છે.
દેશમાં કોરોના વાયરસના સંકટને દૂર કરવા માટે લૉકડાઉન લાગૂ કરવામાં આવ્યું છે. લોકડાઉનના કારણે દેશમાં આર્થિક ગતિવિધિઓ પર પણ બ્રેક લાગેલી છે. આ વચ્ચે સરકારે કહ્યું કે લોકડાઉન દરમિયાન બિન-જરૂરી સામાનની ઓનલાઇન ડિલીવરી થશે નહીં.

લૉકડાઉન લાગૂ કરવા પર સરકારે જરૂરી સામાનની પૂર્તિ કરવાની વાત કહી હતી. લોકડાઉનમાં રાશન, શાકભાજી અને મેડિકલની દુકાનો ખુલ્લી છે. જ્યારે બીજી તરફ જરૂરી સામાનની હોમ ડિલીવરી પણ કરવામાં આવી રહી છે. જોકે આ વચ્ચે ગૃહ મંત્રાલયે આદેશ આપ્યા છે કે ઇ-કોમર્સ કંપનીઓ દ્રારા લોકડાઉન દરમિયાન બિન-જરૂરી સામાનની સપ્લાય પર રોક રહેશે.

Related posts

૩૧ ડિસેમ્બરે રાત્રીના ૧૧.૫૫થી ૧૨.૩૦ સુધી જ ફટાકડા ફોડી શકાશે…

Charotar Sandesh

ગુજરાત વિધાનસભા ચુંટણીમાં ૧૮૭ ઉમેદવાર કરોડપતિ, જુઓ ટોપ ૧૦ ઉમેદવારોની સંપત્તિ અંગે

Charotar Sandesh

બ્રેકિંગ : રાજ્યમાંં ગ્રામ પંચાયતોની ચુંટણી જાહેર : ૧૯ ડિસેમ્બરે બેલેટ પેપરથી મતદાન થશે : ૨૧મીએ મતગણતરી

Charotar Sandesh