Charotar Sandesh
ગુજરાત

લોકડાઉનમાં છૂટછાટ પહેલા જ ગાંધીનગરમાં ૧૨ નવા કોરોના કેસ નોંધાતા ફફડાટ…

ગાંધીનગર : કેન્સરગ્રસ્ત અડાલજનો ૪૦ વર્ષીય યુવાન કોરોનાની સામેની જંગ હારી જતા તેના મોત સાથે જિલ્લાની ૭ વ્યક્તિનો કોરોનાએ ભોગ લીધો છે. શુક્રવારે રાંચરડા કોરન્ટાઇન સેન્ટરમાં નોકરી કરતો યુવાન સહિત કુલ પાંચ વ્યક્તિ કોરોનામાં સપડાયા તેમાં પરિવારની વ્યક્તિ જ જવાબદાર હતી. દહેગામ સીએચસીની લેબ ટેકનિશયન અને શબ્દલપુર આરોગ્ય કેન્દ્રનો એમપીએચડબલ્યુ કર્મચારી પોઝિટિવ બન્યા છે. છાલા અને અમરાપુરાની સગર્ભા મહિલાઓનો પોઝિટિવ થયાં છે. શહેરી વિસ્તારમાં સેક્ટર-૨૭ની મહિલા અને સેક્ટર-૨૪ ઇન્દીરાનગર છાપરામાં યુવાન પણ સપડાયો છે. ઉપરાંત અમદાવાદની કેડિલામાં નોકરી કરતો કુડાસણનો યુવાન સહિત જિલ્લામાં ૧૨ કેસ નવા નોંધાયા છે. અડાલજના કેન્સરગ્રસ્ત યુવાનને તંત્રે નવમા દિવસે સત્તાવાર મૃત જાહેર કર્યો છે. જિલ્લામાં કોરોનાથી ૭ વ્યક્તિઓના મોત થયા તેમાં ગાંધીનગરમાથી ૧ અને ગ્રામ્યમાંથી ૩, કલોલમાંથી ૨ અને દહેગામમાંથી ૧ વ્યક્તિનું કોરોનાથી મોત થયુ છે. ૨૪ કલાકમાં ૫ વ્યક્તિના રિપોર્ટ નેગેટીવ આવતા રજા અપાઇ છે.

દહેગામ સામુહિક આરોગ્ય કેન્દ્રની ૫૨ વર્ષીય લેબ ટેકનીશયન અમદાવાદ નિકોલમાં રહેતી મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. પાટનાકુવા ગામનું પરા શબદલપુર આરોગ્ય કેન્દ્રનો ૪૦ વર્ષીય એમપીએચડબલ્યુ યુવાન અમદાવાદના રેડઝોન દાણીલીમડાથી અપડાઉન કરતો હતો. આ યુવાનનો રિપોર્ટ કરાવતા પોઝિટિવ આવ્યો છે. આ બન્ને કેસ જિલ્લામાં ગણાશે નહી. અમરાપુરાની ૨૦ વર્ષીય પરિણીતા ડીલીવરી માટે માણસા હોસ્પિટલ આવી હતી. આ પરિણીતા નિરીક્ષણમાં હતી, તે દરમિયાન બાળકને જન્મ આપ્યો હતો અને ત્યાર બાદ તેનો કોરોના રિપોર્ટ કરાવતા પોઝીટીવ આવતા તેને આઇસોલેશન વોર્ડમાં દાખલ કરાઇ હતી. તેના પરિવારજનોને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે.અને અન્યને તેની અસર ન થાય તેની તકેદારી રખાઈ રહી છે. રાંચરડા ફેસેલીટી કોરન્ટાઇન સેન્ટરની કેન્ટીનમાં નોકરી કરતો અને ગામમાં રહેતો યુવાનનો કોરોનાનો રિપોર્ટ કરાવતા પોઝિટિવ આવ્યો છે.

યુવાનના પરિવારના સભ્યોને હોમ ક્વોરન્ટાઇન કર્યા છે.જાસપુર વોટર ટ્રીટેમેન્ટ પ્લાન્ટમાં નોકરી કરતા અને પલસાણામાં રહેતા યુવાન કોરોનામાં સપડાયા બાદ તેની સાત વર્ષીય પૂત્રીને પોઝિટિવ આવતા ગાંધીનગર સિવીલમાં દાખલ કરી છે. કલોલના ઇન્દ્રપ્રસ્થ ફ્લેટમાં હોમ ક્વોરન્ટાઇન ૫૦ વર્ષીય મહિલા પોઝિટિવ પતિના સંપર્કથી સંક્રમિત થઇ છે. જ્યારે ઉંડાવાસમાં રહેતી કોરોનાગ્રસ્ત મહિલાના સંપર્કથી હોમ ક્વોરન્ટાઇન ૫૭ વર્ષીય પતિ અને ૨૪ વર્ષીય પૂત્રનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ત્રણેયને ગાંધીનગર સિવીલમાં દાખલ કર્યા છે. અમદાવાદની ઝાયડસ કેડિલમાં નોકરી કરતો અને કુડાસણના હરીગોલ્ડ ફ્લેટમાં રહેતો ૩૭ વર્ષીય યુવાનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેનો સાત વર્ષનો પુત્ર અને પત્નીને હોમ ક્વોરન્ટાઇન કર્યા છે.

Related posts

ગાંધીનગરની કરાઈ પોલીસ એકેડેમીમાં કોરોનાના એક સાથે ૩૦ કેસથી ખળભળાટ…

Charotar Sandesh

‘અલ્પેશ ઠાકોર ઠાકોર નથી, ઠાકોર એક વાર બોલે તો ફરી ન જાય… : પ્રતાપ ઠાકોરનો સનસનીખેજ આરોપ…

Charotar Sandesh

અમદાવાદમાં નર્મદા સિવાય સિંચાઈનું પાણી બંધ

Charotar Sandesh