Charotar Sandesh
ઈન્ડિયા

લોકડાઉન ઇફેક્ટ : ભારતમાં ૨૦ વર્ષમાં સૌથી ઓછું વાયુ પ્રદૂષણ…

વોશિંગ્ટન : દેશમાં કોરોનાવાયરસના લીધે ૪૦ દિવસનું લોકડાઉન લાગ્યું છે. ૩ મે સુધી આ લાગૂ રહેશે. આ દરમ્યાન દેશના કેટલાંય ભાગમાં વાયુ પ્રદૂષણમાં જબરદસ્ત ઘટાડો નોંધાયો. અમેરિકન સ્પેસ એજન્સી નાસાના મતે ઉત્તર ભારતમાં છેલ્લાં ૨૦ વર્ષમાં આવો ઘટાડો નોંધાયો છે. એજન્સીના સેટેલાઇટ સેન્સરે જાણ્યું કે ઉત્તર ભારતમાં એયરોસોલ લેવલ એટલે કે વાયુ પ્રદૂષણ છેલ્લાં ૨૦ વર્ષમાં સૌથી ઓછું મપાયું છે.

યુનિવર્સિટી સ્પેસ રિસર્ચ એસોસીએશનના પવન ગુપ્તા કહે છે કે અમને ખબર હતી કે લોકડાઉન દરમ્યાન અમને કેટલીય જગ્યા પર વાયુમંડળીય સંરચનામાં પરિવર્તન જોઇશું, પરંતુ મેં આટલું ઓછું એયરોસોલ લેવલને કયારેય જોયું નથી.

સાઉથ એન્ડ સેન્ટ્રલ એશિયાના સહાયક સચિવ એલિસ જી વેલ્સે કહ્યું કે નાસાની આ તસવીરોને ૨૦૧૬મા શરૂ થનાર દરેક વસંતમાં લેવાયા હતા અને એ દેખાડે છે કે ભારતમાં છેલ્લાં ૨૦ વર્ષમાં સૌથી ઓછું પ્રદૂષણ છે. ભારત અને દુનિયાના બીજા દેશ એક વખત ફરીથી કામકાજ અને યાત્રાની તૈયારીઓ કરી રહ્યા છે એવામાં આપણે આને ભૂલવું જોઇએ નહીં.

આપને જણાવી દઇએ કે ભારતમાં લોકડાઉનની શરૂઆતમાં એર પોલ્યુશનમાં ફેરફારની ખબર પડવી મુશ્કેલ હતી. પ્રદૂષણ સ્તરમાં ઘટાડો મુખ્યત્વે લોકડાઉન તો હતું સાથો સાથ ઉત્તર ભારતમાં કેટલાંક રાજ્યોમાં વરસાદ પડ્યો હતો. વરસાદ બાદ એયરોસોલ લેવલ વધ્યું નથી. તેના લીધે વાયુ પ્રદૂષણ ૨૦ વર્ષની નીચલી સપાટી પર પહોંચી ગયું. કેટલાંય પર્યાવરણવિદોનું માનવું છે કે લોકડાઉન ખત્મ થયા બાદ સરકારે આ તરફ ધ્યાન આપવું જોઇએ જેથી કરીને આ સ્થિતિને યથાવત રાખી શકાય.

Related posts

દક્ષિણ ભારતમાં બ્રહ્મોસથી સજ્જ ઘાતક સુખોઈ-૩૦ વિમાનો તૈનાત કરાયા…

Charotar Sandesh

પેરા વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં માનસી જોશીએ ગોલ્ડમેડલ જીત્યો…

Charotar Sandesh