Charotar Sandesh
ઈન્ડિયા

લોકડાઉન ઈફેક્ટ, રેલવેના ૧૩ લાખ કર્મચારીઓના પગારમાં કાપ મુકાશે…

ન્યુ દિલ્હી : લૉકડાઉનને કારણે યાત્રી ટ્રેનો બંધ છે, જેથી રેલવેને મોટું નુકસાન થઈ રહ્યું છે. તેવામાં રેલ મંત્રાલય ૧૩ લાખથી વધુ અધિકારીઓ અને કર્મચારીઓના વેતન તથા ભથ્થાંમાં કાપ મુકવાની યોજના બનાવી રહ્યું છે. એક મીડિયા રિપોર્ટ પ્રમાણે કહેવામાં આવી રહ્યું છે કે ટીએ, ડીએ સહિત ઓવરટાઇમ ડ્યૂટીના ભથ્થાંને સમાપ્ત કરી દેવામાં આવશે. તે પ્રમાણે ટ્રેન ડ્રાઇવર અને ગાર્ડને ટ્રેન ચલાવવા પર પ્રતિ કિલોમીટરના હિસાબથી મળતું ભથ્થું મળશે નહીં.
લૉકડાઉનને કારણે ભારતીય રેલવે પહેલાથી ગંભીર આર્થિક તંગીમાંથી પસાર થઈ રહી છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે ઓવરટાઇમ ડ્યૂટી માટે મળનારા ભથ્થામાં ૫૦ ટકાનો ઘટાડો થઈ શકે છે. મેલ-એક્સપ્રેસના ડ્રાઇવર અને ગાર્ડને ૫૦૦ કિલોમીટર પર મળનારા ૫૩૦ રૂપિયાના ભથ્થામાં ૫૦ ટકાના ઘટાડાનું સૂચન છે.

સાથે રેલકર્મિઓના વેતમાં છ મહિના લુધી ઘટાડો કરવાની ભલામણ કરી છે. તેમાં ૧૦ ટકાથી ૩૫ ટકા સુધીનો ઘટાડો સંભવ છે. એટલું જ નહીં, દર્દી દેખરેખ, કિલોમીટર સહિત નોન પ્રેક્ટિસ ભથ્થામાં એક વર્ષ સુધી ૫૦ ટકાનો ઘટાડો કરી શકાય છે. જો કર્મચારી એક મહિનો ઓફિસ આવતા નથી તો ટ્રાન્સપોર્ટ ભથ્થું ૧૦૦ ટકા કાપી લેવામાં આવશે.
આ સિવાય અન્ય પ્રકારના ભથ્થાં આપવામાં આવે છે. બાળકોના શિક્ષણ માટે ૨૮ હજાર રૂપિયા મળે છે, તેની સમીક્ષા કરવાની હજુ બાકી છે.

Related posts

અનામત મામલે સંસદમાં હોબાળો : વિપક્ષનું વૉકઆઉટ…

Charotar Sandesh

સ્પીડ બ્રેકરો જીવલેણ દુર્ઘટના સર્જે છે : સરેરાશ નવ વ્યકિતના દરરોજ થાય છે મોત..!!

Charotar Sandesh

ભાજપનો દિલ્હી વિધાનસભા ચૂંટણી ઢંઢેરો : ‘રોજગારી, ભ્રષ્ટાચાર મુક્ત સરકારનું વચન’

Charotar Sandesh