Charotar Sandesh
ઈન્ડિયા

લોકડાઉન જરૂરી હતું, પણ અનિયોજિત રીતે લાગૂ કરાયું : સોનિયા ગાંધી

કોરોના સંકટઃ કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક વીડિયો કોન્ફ્રેન્સિંગથી યોજાઇ…

ન્યુ દિલ્હી : કોરોના સંકટ અને લોકડાઉનના કારણે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક ગુરુવારે વીડિયો કોન્ફ્રેન્સિંગ દ્વારા યોજાઈ હતી. આ દરમિયાન કોંગ્રેસના અંતરિમ અધ્યક્ષ સોનિયા ગાંધીએ મોદી સરકાર પર નિશાન સાધ્યુ હતુ. સોનિયા ગાંધીએ કહ્યું છે કે, ૨૧ દિવસનું લોકડાઉન જરૂરી હતું, પરંતુ તેને અનિયોજિતરીતે લાગૂ કરવામાં આવ્યું. લોકડાઉનના કારણે લાખો પ્રવાસી મજૂરો હેરાન થઈ રહ્યા છે.

મોદી સરકારે માગ કરતા સોનિયા ગાંધીએ કહ્યું કે, સરકારે ડૉક્ટરો, નર્સો અને ચિકિત્સા કર્મચારીઓને વ્યક્તિગત સુરક્ષા ઉપકરણો પ્રદાન કરવા જોઈએ. કોરોના વાયરસ માટે નક્કી કરેલી હોસ્પિટલો, બેડની સંખ્યા, ક્વોરેન્ટિન અને પરીક્ષણ સુવિધાઓ અને ચિકિત્સા આપૂર્તિ વિવરણ પ્રકાશિત કરવું જોઈએ. પાકની કાપણી માટે ખેડૂતો પર લગાવવામાં આવેલો પ્રતિબંધ હટાવી લેવો જોઈએ.

સોનિયા ગાંધીએ કેન્દ્ર સરકારને મધ્યમ વર્ગ માટે એક સામાન્ય ન્યૂનતમ રાહત કાર્યક્રમ તૈયાર કરવા અને પ્રકાશિત કરવાની અપીલ કરી. તેમણે કહ્યું કે, કોંગ્રેસ સરકારો, ફ્રન્ટલ, સંગઠનો, આપણા નેતાઓ અને કાર્યકર્તાઓએ આગળ આવવું જોઈએ અને એ પરિવારોને પોતાની મદદ પૂરી પાડવી જોઈએ, જે ખૂબ જ જોખમમાં છે.

Related posts

મોદી પેટ્રોલની કિંમત અને ચીન પર બોલતા ડરે છે : અસદુદ્દીન ઓવૈસી

Charotar Sandesh

રિલાયન્સે જિયો પ્લેટફોર્મનો હિસ્સો વેચી બે મહિનામાં ૧.૪ લાખ કરોડ એકત્ર કર્યા…

Charotar Sandesh

ભારતના ૪.૫ કરોડ બાળકોએ કોરોનાની રસી લીધી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી

Charotar Sandesh