Charotar Sandesh
ગુજરાત

લોકડાઉન લંબાવવાનો વાંધો નથી, પરંતુ લોકોની જરૂરીયાતોની વ્યવસ્થા કોણ કરશે..? પ્રજામાં સવાલ ઉઠ્યો…

  • ગુજરાતમાં રૂપાણી સરકારે આર્થિક સહાય અને અનાજ કરીયાણાની સહાયની મોટી મોટી જાહેરાતો કરી હતી પરંતુ આજે પણ અનેક ગરીબો, મજૂરો, રોજમદારો પેટ ભરવા ટળવળી રહ્યા છે…

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને વિશ્વના દેશોને કોરોનાવાયરસ ભારે તબાહી સર્જશે એવી ચેતવણી આપી છે. અને ખરેખર વિશ્વના દેશોમાં કોરોના કેસો દિન બ દિન વધી રહ્યા છે. ત્યારે વિશ્વની મહાસત્તાઓ ના વૈજ્ઞાનિકો દવા શોધવામાં ગળાડૂબ છે. આ બધા વચ્ચે અમેરિકાએ કોરોના વાયરસ ની દવા શોધી કાઢી હોવાનો દાવો કર્યો છે અને ટૂંક સમયમાં જ દર્દીઓ ઉપર તેનો ઉપયોગ કરવામાં આવનાર છે. ત્યારે ભારતના ગુજરાતના વૈજ્ઞાનિકોએ કોરોના અંશ સૂત્ર શોધી કાઢ્યાનો દાવો કર્યા બાદ દવા સંશોધન તરફ આગળ વધી રહ્યા છે પરંતુ હજુ સુધી તે માટેનો દાવો કર્યો નથી.

ભારતમાં કોરોનાની સંખ્યા દિન-પ્રતિદિન આગળ વધતી જઈ રહી છે અને ૩૫૪૫૭ લોકોના પોઝિટિવ કેસ નોંધાયા છે, જ્યારે મૃતાંક ૧૨,૦૦૦ એ પહોંચી ગયો છે જેના કારણે કેન્દ્ર સરકારની ચિંતામાં વધારો થયો છે.મોદીજી સતત દરેક રાજ્યના મુખ્યમંત્રીઓ સાથે ટેલીકોન્ફરન્સ યોજવા સાથે અધિકારીઓ સાથે બેઠકોનો દોર શરૂ કરી દીધો છે. આખરે ૧૭ મી મે સુધી લોકડાઉન લંબાવવાની ફરજ પડી છે. પરંતુ કોરોના દર્દીઓના સ્પોટ નક્કી કરી દેશભરમાં ત્રણ ઝોપ નક્કી કરી દેવામાં આવ્યા છે જેમાં રેડ ઝોન અને ઓરોન્જ ઝોન તથા ગ્રીન ઝોન. ઓરેન્જ ઝોન માટે કેટલાક નિયમોને આધીન છૂટછાટ આપી દીધી છે. તો મજૂરોને, રોજમદારોને, નોકરિયાતોને પૂરતી આવક મળી રહે તે માટે કેટલાક નાના મોટા ઉદ્યોગો, ધંધા- રોજગારને છૂટ આપતા લોકોમાં હાશકારો થયો છે……! પરંતુ અનેક તજગ્યોએ દેશમાં લાકડાઉન લંબાવવાને કારણે ભૂખમરાથી વધુ મોત થશે તેવી દહેશત વ્યક્ત કરી છે….! તો દેશભરમાં આર્થિક સ્થતિ વધુ કફોડી બનશે તેવી દહેશત પણ કરવામાં આવી છે….!

દેશભરમાં કોરોનાવાયરસ ને ૩૭ હજારથી વધુ કેસ નોંધાયા છે. જ્યારે મૃતાક ૧૩૦૦ તરફ આગળ વધી રહ્યો છે. દેશમાં કેન્દ્ર સરકારે જે તે રાજ્યના પર પ્રાંતિયોને વતન પહોંચાડવા આદેશો આપ્યા બાદ રાજ્યોને બસોની સુવિધા કરવા તરફ દોડવું પડ્યું છે. કોરોના સલામતીના કારણોસર ટ્રેન દ્વારા મજૂરોને પોતાના વતન મોકલવા આયોજન કરવું જાઈએ….. પરંતુ તેવી જવાબદારી અપવાદરૂપ રાજ્ય છોડીને લીધી નથી અને રાજ્યો પર ઢોળી દીધી છે જે કેન્દ્ર સરકારને માટે ટીકાનુ કારણ બની ગયું છે. આવા મહામારીના સમયમાં ગુજરાતમાં દિન બ દિન કોરોના સંક્રમિતોની સંખ્યા અને વધતા મૃતાકને લઈને આમ ગુજરાતમાં લોકોમાં ભારે ડર ફરી વળ્યો છે. ગુજરાતનો કારોબાર જ્યાથી ચલાવવામાં આવે છે તે ગુજરાતના પાટનગર ગાંધીનગરને રેડ ઝોનમાં મુકવું પડ્યું છે. અને હવે ગુજરાતમાં તો કોરોના વાયરસ કિલર બની ગયો છે. ગુજરાતમાં ક્્યારે ૪૭૨૩ કેસો નોંધાયા છે જ્યારે મૃતાક ૨૩૯ પર પહોંચી ગયો છે. તેમાં પણ ગુજરાતના અમદાવાદ કોરોના કેસોની સંખ્યામાં અને મૃત્યુ આંકમાં સૌથી આગળ છે. જેના કારણે સરકાર અને અમદાવાદ મનપા તંત્ર ભારે વિમાસણમાં મુકાઈ ગયું છે…..! એકલા અમદાવાદમાં કોરોના સંક્રમિતોની સંખ્યા ૩૨૦૦ થી ઉપર જવા લાગી છે. જ્યારે મૃતાક ૧૬૫ થી આગળ વધી રહ્યો છે. તંત્ર અનેક સેવાઓનુ સંકલન કરવામાં નિષ્ફળ રÌš છે તેવી લોકોમાં ફરિયાદ ઉઠવા પામી છે…. ત્યારે તંત્રએ વધારે ધ્યાન આપવું પડશે નહીં તો કોરોના કેસોની સંખ્યા અને મૃત્યુ આંક એટલો મોટો થઈ શકે છે કે કદાચ….. અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરની ચેતવણી સાચી પડી શકે છે……!

ગુજરાતમાં રૂપાણી સરકારે આર્થિક સહાય અને અનાજ કરીયાણાની સહાયની મોટી મોટી જાહેરાતો કરી હતી પરંતુ આજે પણ અનેક ગરીબો, મજૂરો, રોજમદારો પેટ ભરવા ટળવળી રહ્યા છે…. તો લોઅર મધ્યમવર્ગ અને મધ્યમવર્ગની હાલત વધુ કફોડી બની ગઈ છે. સરકારે આ બંને મધ્યમ વર્ગના પરિવારો માટે આર્થિક સહાય સહિત જીવન જરૂરી ચીજાની સહાય આપવાની જરૂર છે. તો સમાજના સુખી-સંપન્ન લોકોએ દાતાઓને ખાનગી રાહે અનાજ કરિયાણું સહિતની સહાય પહોંચાડવી કરવી જરૂરી છે…. કારણ સમાજના લોકો હશે તો તમારું નામ ગુંજતું રહેશે. સરકાર પણ આ માટે દાતાઓને પ્રેરણા આપે નહી તો પરિણામ દુષ્કાળ હશે…..! આ મહામારીના સમયમા કેટલાક અવળચંડા રાજકારણીઓને વિનંતી કે માનવતાને ખાતર કોઈપણ પ્રકારનું રાજકારણ ન રમે અને વડાપ્રધાનના આદેશોનું- સૂચનોનું પાલન કરે….. ચૂંટણી સમયે જે રીતે ચૂંટાયેલા તમામ પ્રજા વચ્ચે ફરતા હતા,ચા- નાસ્તા કરાવતા હતા તેમજ જમાડતા હતા તે રીતે પ્રજા વચ્ચે ફરતા થઇ જાય અને સહાયરૂપ બને… નહીં તો…. ભવિષ્યે તકલીફ ઊભી થશે…..!? ટૂંકમાં ર્ઙ્મષ્ઠાર્ઙ્ઘુહ માં થઈ ગયા છો ત્યારે આવા કટોકટીના સમયે લોકોને તમારી જરૂર છે… કારણ તમારી ઉપર વિશ્વાસ રાખીને મતો આપ્યા હતા…… વંદે માતરમ્‌…

(જી.એન.એસ, હર્ષદ કામદાર)

Related posts

ગુજરાતમાં કોરોના માટે ’નમસ્તે ટ્રમ્પ’ નહિ, તબલિગી જમાત જવાબદાર : રૂપાણી

Charotar Sandesh

પેટ્રોલ-ડીઝલ અને ગેસના ભાવવધારા મોંઘવારી મુદ્દે સંસદમાં ધમાલ : રાજ્યસભા સ્થગિત

Charotar Sandesh

કોરોના કેસ વધતા અમદાવાદમાં આજથી રાત્રે ૯થી સવારે ૬ વાગ્યા સુધી કર્ફ્યૂ જાહેર…

Charotar Sandesh