Charotar Sandesh
ઈન્ડિયા

લોકડાઉન હળવુ કરવુ ઘાતક બન્યુઃ ૩ દિવસમાં ૨૫૦૦૦ કેસો નોંધાયા…

ગુજરાત-મહારાષ્ટ્રની સ્થિતિ ભયજનક…

ન્યુ દિલ્હી : દેશમાં કોરોના વાયરસની ગતિ ડરાવી રહી છે. મે મહિનાનાં છેલ્લા ૧૦ દિવસમાં નવા કેસોમાં જે રીતે વધારો થયો છે તેના કારણે ચિંતા બમણી થઈ છે. કોવિડ -૧૯ સાથેની પરિસ્થિતિ કેટલી ખરાબ છે તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે છેલ્લા ત્રણ દિવસમાં ૨૫ હજારથી વધુ કેસ નોંધાયા છે. રવિવાર અને શનિવારે ભારતમાં પહેલી વખત એક જ દિવસમાં કોરોનાના ૮,૦૦૦થી વધુ નવા કેસ નોંધાયા છે. છેલ્લા ૧૦ દિવસમાંથી ૭ દિવસ નવા કેસની સંખ્યાએ રેકોર્ડ તોડ્યો છે. ભારતમાં ૫,૦૦૦થી વધુ કોરોના વાયરસ દર્દીઓનાં મોત નીપજ્યાં છે.
લોકડાઉનમાં ઢીલની વચ્ચે ભારતમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. દેશમાં કોરોનાના સંક્રમિતોનો કુલ આંક ૧.૮૨ લાખ પર પહોંચી ગયો છે. સ્વાસ્થ્ય મંત્રાલયની તરફથી જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે ભારતમાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા રવિવાર સુધીમાં એટલે કે આજ સુધીમાં ૧૮૨૧૪૩ થઇ ગઇઇ અને આ વાયરસથી અત્યાર સુધીમાં ૫૧૬૪ લોકોના મોત થયા છે. છેલ્લાં ૨૪ કલાકમાં કોરોનાના ૮૩૮૦ નવા કેસ સામે આવ્યા અને ૧૯૩ લોકોના મોત થયા છે. જ્યારે રાહતના સમાચાર એ છે કે ૮૬૯૮૪ દર્દીઓ કોરોનાને માત આપવામાં સફળ થયા છે.

મુંબઈ દેશનું સૌથી ખતરનાક હોટસ્પોટ બની ચૂકયું છે. અહીં શનિવારે ૫૪ લોકોનાં મોત થયાં હતા જે એક દિવસનો રેકોર્ડ છે. કોરોનાથી આ મહાનગરમાં અત્યાર સુધીમાં ૧,૨૨૭ લોકોએ જીવ ગુમાવ્યો છે. શનિવારની રાત સુધીમાં મહારાષ્ટ્રમાંથી ૬૫,૧૬૮ કેસ નોંધાયા હતા. રાજ્યમાં ૩૪ હજારથી વધુ એક્ટિવ કેસ છે. તે જ રીત ગુજરાતમાં શનિવારે ૪૧૨ નવા કેસ નોંધાયા હતા અને ૨૭ દર્દીઓનાં મોત નીપજ્યાં હતાં. મહારાષ્ટ્ર પછી તે દેશનું બીજું રાજ્ય બન્યું છે જ્યાં કોરોનાથી મૃત્યુઆંક એક હજારને વટાવી ગયો છે. ગુજરાતનો મૃત્યુદર (૬.૨%) ખૂબ જ ટેન્શન આપી કરાવી રહ્યું છે. છેલ્લા ૨૪ કલાકમાં અમદાવાદમાં દર કલાકે એક દર્દીનું મોત નીપજ્યું હતું. ગુજરાત ૧૬,૦૦૦ કેસનો આંકડો પાર કરનાર દેસનું ચોથું રાજ્ય છે.

Related posts

ભારતીય સુરક્ષાબળોએ શોપિયામાં ગત ૨૪ કલાકમાં ૯ આતંકવાદીઓને કર્યા ઠાર…

Charotar Sandesh

કોરોના કેસો વધતા મણિપુરમાં ૧૦ દિવસનું લોકડાઉન લાગુ કરાશે

Charotar Sandesh

૨૧મી સદીમાં દુનિયાની આશાઓ અને અપેક્ષાઓ ભારત પાસેથી છે : વડાપ્રધાન મોદી

Charotar Sandesh