Charotar Sandesh
ઈન્ડિયા

લોકડાઉન-૫ની નોબત લાવી શકે છે કોરોનાના વધતા જતા કેસો…! છેલ્લા ૨૪ કલાકમાં ૬૩૮૭ નવા કેસ…

છેલ્લા ૨૪ કલાકમાં ૬૩૮૭ નવા કેસ, ૧૭૦ લોકોના મોત…
કોરોનાના કુલ કેસ ૧,૫૧,૭૬૭,મૃત્યુઆંક ૪૩૩૭, બીમારીમાંથી ૬૪,૪૨૬ દર્દીઓ કોરોનાને માત આપવામાં સફળ થયા, રિકવરી રેટ ૪૨.૪૫ ટકાએ પહોંચ્યો, લોકડાઉન-૪ની મુદત આડે ૪ દિવસ બાકી, કેસોમાં નથી કોઇ બાદબાકી…

ન્યુ દિલ્હી : ભારતમાં હાલમાં કોરોના મહામારીનો સામનો કરવા લોકડાઇન -૪નો તબક્કો ચાલી રહ્યો છે. જે ૩૧ મે સુધી છે. એક રીતે જોતા લોકડાઉન-૪ની સમય મર્યાદા પૂરી થવામાં છે છતાં કોરોનાના કેસોમાં કોઇ નોંધપાત્ર ઘટાડો થવાને બદલે છેલ્લાં કેટલાય દિવસોથી રોજેરોજ ૬ હજાર કરતાં વધારે કેસો બહાર આવી રહ્યાં છે. અને કેસોની સંખ્યા દોઢલાખ સુધી પહોંચી ગઇ છે. જે જોતાં એવી અટકળો થઇ રહી છે કે સરકાર લોકડાઉન-૫નો નિર્ણય કરે તો નવાઇ નહીં. કેટલાક રાજ્યોએ લોકડાઉન ચાલુ રાખીને વધારે છૂટછાટો આપવાની માંગ કરી છે તો કેટલાકે લોકડાઉન દૂર કરવાનો મત વ્યક્ત કર્યો છે. દરમ્યાનમાં છેલ્લાં ૨૪ કલાકમાં કોરોનાના વધુ ૬૩૮૭ નવા કેસ સામે આવ્યા, અને ૧૭૦ લોકોના મોત નેંધાયા છે. લોકડાઉન-૪ આખરી હશે કે લોકડાઉન-૫ પણ અમલમાં મૂકાશે કે કેમ તેની અટકળો વચ્ચે પીએમઓ હાલમાં ચીન અને નેપાલ દ્વારા સરહદે ઉભી કરેલી તંગદીલીનો સામનો કરવાની રણનીતિમાં વ્યસ્ત છે. અને એક-બે દિવસમાં જ લોકડાઉન-૫ અંગેનો નિર્ણય લેવાશે.

એક અહેવાલ પ્રમાણે, દેશભરમાં ૧,૫૧,૯૭૩ લોકો કોરોનાથી સંક્રમિત થયા છે અને ૪,૩૪૬ લોકોના મોત થયા છે. સાથે જ ૬૪,૨૭૭ લોકો સારવાર બાદ સાજા થયા છે. બીજી તરફ દેશભરમાં મહારાષ્ટ્ર ૫૪,૭૫૮ સંક્રમિતો સાથે પહેલા ક્રમે છે જ્યાં ૧,૭૯૨ લોકોએ જીવ ગુમાવ્યો છે. તમિલનાડુ ૧૭,૭૨૮ સંક્રમિતો સાથે બીજા ક્રમે છે જ્યાં ૧૨૮ લોકોના મોત થયા છે. ગુજરાત ૧૪,૮૨૯ દર્દીઓ સાથે ત્રીજા નંબરે છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે બુધવારે જાહેર કર્યું હતુ કે, છેલ્લા ૨૪ કલાકમાં ૬,૩૮૭ નવા કેસ સામે આવ્યા છે અને ૧૭૦ લોકોના મોત થયા છે. સાથે જ અત્યાર સુધી ૪,૩૩૭ લોકોના મોત થયા છે.
રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે લોકડાઉનના કારણે જે લોકો પર માઠી અસર પડી તેવા લોકોના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરવાની માંગ કરી છે. સાથે જ રાજ્યમાં સંક્રમણને નિયંત્રિત કરવા માટે અત્યાર સુધી કરવામાં આવેલા પ્રયાસો અને તેના પરિણામોનો અભ્યાસ કરવાના આદેશ આપ્યા છે.

દિલ્હીમાં છેલ્લા ૨૪ કલાકમા ૭૯૨ નવા દર્દી મળી આવ્યા છે તો આસામના સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, બુધવારે રાજ્યમાં ૪ નવા પોઝિટિવ કેસ મળ્યા છે. બિહારમાં કોરોના દર્દીઓનો આંકડો ૩ હજારને પાર થયો છે. ઓરિસ્સામાં બુધવારે ૭૬ કેસ સામે આવ્યા હતા. આ સાથે જ રાજ્યમાં કુલ સંક્રમિત દર્દી ૧૫૯૩ થઈ ગયા છે.
મહારાષ્ટ્રમાં કુલ કેસ ૫૪૭૫૮ છે અને ૧૭૯૨ લોકોના મોત થયા છે તો તામીલનાડુમાં ૧૭૦૦૦થી વધુ કેસ નોંધાયા છે અને ૧૨૭ના મોત થયા છે. મહારાષ્ટ્ર અને તામિલનાડુ બાદ ગુજરાતમાં સંક્રમણ ઝડપથી ફેલાય રહ્યુ છે. કુલ દર્દીઓની સંખ્યા ૧૪૮૨૧ની થઈ છે અને ૯૧૫ના મોત થયા છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશમાં પણ સંક્રમણ વધી રહ્યુ છે. રાજસ્થાનમાં ૭૫૩૬ દર્દીઓ છે જેમાં ૧૭૦ લોકોના મોત થયા છે. મ.પ્રદેશમાં ૭૦૨૪ દર્દીઓ છે અને ૩૦૫ લોકોના મોત થયા છે. યુપીમાં ૬૫૪૮ કેસ આવ્યા છે અને ૧૭૦ના મોત થયા છે. બિહારમાં ૨૯૮૩ દર્દીઓ છે અને ૧૩ના મોત થયા છે

દરમ્યાનમાં, કર્ણાટકના મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાએ બુધવારે જણાવ્યું કે, ૩૧મે પછી અમે રાજ્યના તમામ મંદિર, મસ્જિદ અને ચર્ચ ખોલવા જઈ રહ્યા છે. અમે વડાપ્રધાન મોદી પાસે આ અંગેની મંજૂરી માંગી છે. મહારાષ્ટ્ર પોલીસે જણાવ્યું કે છેલ્લા ૨૪ કલાકમાં ૭૫ પોલીસકર્મીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ સાથે જ અત્યાર સુધી ૧૯૬૪ અધિકારી સંક્રમિત થઈ ગયા છે. જેમાં ૧૦૯૫ એક્ટિવ કેસ છે. તો બીજી તરફ ૨૦એ જીવ ગુમાવ્યા છે. ૮૪૯ રિકવર થઈ ચુક્યા છે. જમ્મુમાં મંગળવારે ૧૦ ટ્રેન યાત્રીઓ અને આજે ત્રણ વિમાન યાત્રીઓ કોરોના સંક્રમિત માલુમ પડ્યા છે.

Related posts

‘એવેન્જર્સ એન્ડગેમ’એ બે અબજ ડાલર્સની કમાણી કરી

Charotar Sandesh

કોરોનાના નિયમોનું પાલન ન થાય ત્યાં ફરીથી પ્રતિબંધો મૂકવામાં આવે : તમામ રાજ્યોને આદેશ

Charotar Sandesh

સીએએ વિરુદ્ધ થઈ રહેલા મોટાભાગના પ્રદર્શન રાજકારણથી પ્રેરિત : અમિત શાહ

Charotar Sandesh